________________
જો કોઈ પણ સાધક આત્માને ફાળે જવું હોય તો એવા શ્રેયનાં સાધક હતાં સ્વ. પૂજ્યપાદ શ્રી રાજેન્દ્ર પૂ. મ. આ મહાપુરૂષે ભગવાનના શાસનના સાધના માર્ગમાં સમકિત દષ્ટિ, દેશિવરતી અને સર્વવિરતીના ધારક આત્માઓની ગુણવત્તાની અવસ્થાના કારણે પ્રાપ્ત થતી સ્વાનની ભુસાની જતી મર્યાદાખાઓને સજીવ કરી. તેઓશ્રીએ આ મર્યાદારેખાઓ સજીવ કરી એટલું જ નહીં પણ પ્રત્યેક આત્માના સ્વ-પુરૂષાર્થ દ્રારા પ્રાપ્ત થતાં સ્થાનાની પુન: પ્રતિષ્ઠા કરનારી પરંપરાને પ્રાણવાન બનાવી.
આવી પાવન પરંપરાના સંવાહક પ્રણેતા ભ. મહાવીરના સંદેશ અને સુલસાના આત્મામાં સાકાર થયેલી સમ્યક શ્રાદ્ધાની કસોટી કરનાર બર્ડ કેવી કેવી એન્ટ્રીક છના કરી તે જોઈએ. સાથે સાથે આવી કસોટીઓનું કારણ – નિમિત્ત બનનાર ભ. મહાવીરના સંદેશા કેવો હતો તે જોઈએ.
એ સમયે શ્રમણ ભગવાન મહાવીર ચંપાપુરીમાં સમાસર્યા હતાં. સમતાની સૂરીલી બંસરીના નાદે અનેક આત્માએ આત્મસાધનાના માર્ગે વિચરવા કટીબદ્ધ બનતા હતાં.
પરિવ્રાજક અંબડ પણ આત્માના અંતરંગ સ્વરૂપના આવિષ્કાર કરનાર અરિહંત પરમાત્મા ભ. મહાવીરના આરાધક અને ઉપાસક બન્યો હતો. ભગવાનની દેશના સાંભળી અંબડ રાજગૃહી નગરી તરફ આવતો હતો ત્યારે અંબડના આત્માને સમ્યક કાળાની પ્રતિતિ કરાવવાનો અવસર જાણી શ્રમણ મહાવીરે તેની સાથે શ્રાવિકા સુલસાને ‘ધર્મલાભ’ના સંદેશ પાઠવ્યા.
આત્માશ્રયી એવા અરિહંત મહાવીર પણજે શ્રાવિકાને ધર્મલાભ” પાઠવે છે. ભાવિકો લાની ધર્મભાવના કેવી કામ હશે? આવી ઉત્તમ ધર્મભાવનાની અગ્નિપરીક્ષા કરવાના આંબડને કોડ જાગ્યા.
પરિવાજ અવસ્થામાં અભરે અનેક પ્રકારની લોકક ચમત્કાર સર્જી શકે તેવી સાધના સિદ્ધ કરી હતી. આ સાધનાના બળે તેણે રાજગૃહીના પૂર્વ દિશાના દરવાજે બ્રહ્માનું સ્વરૂપ સર્યું. પ્રાકિક ચમત્કારોમાં પાનના પુરૂષાર્થની તી માનનારો જનસમૂહ બ્રહ્માના રૂપમાં રહેલ અંબડને નમસ્કાર કરવા લાગ્યો.
બીજા દિવસે દક્ષિણ દિશાના દરવાજા બહાર ‘ચક્રધારી વિષ્ણુ’નું રૂપ વિકુર્તી બડે જનતાને આકર્ષી. ત્રીજા દિવસે રાજગૃહીની પ્રજાના ભાગ્ય ઊઘડી ગયા. જટાધારી શંકર નગાધિરાજ-હિમાલયથી સ્વયં સાક્ષાત આવ્યા. નગરજનો મોટી સંખ્યામાં પહોંચ્યા ત્યાં પણ, એક ન આવી સુલસા.
ત્રણ, ત્રણ દિવસથી રાજગૃહીની પ્રજા ઈશ્વરના ‘પ્રત્યક્ષ સાક્ષાત્કારો'થી ગાંડી ઘેલી અને ભાવિવભાર બની ગઈ. આમ છતાં અંબડની આકાંક્ષા કે આશંકાની પૂર્તિ કે નિવારણ ન થયું. થોકે થોક મરતી આવેલી પુખમાં અંબાને સુલમાં શોધી છતાં, જડી નહીં.
અંબડની આશંકાની અગ્નિના પરિતાપ તેને પોતાને પ્રજળાવવા લાગ્યો. આશંકામાંથી જન્મેલી અગ્નિપરીક્ષાની અંબડની ભાવના તેના ચરમ શીખરે પહોંચી. તેણે પ્રિય થાય એવા પ્રાય-દંભનો આરંભ કરવાનો નિશ્ચય કર્યો.
ચાથે દિવસે અંબડે પોતાની ઈન્દ્રજાળથી ભ. ૨૫મા તીર્થંકર સમવસરણમાં બિરાજી દેશના આપતા હોય તેવા આભાસ પેદા કર્યો. અરિહંતનું સ્વરૂપ કોઈ વિકુર્તી શકે નહીં-એ સ્વરૂપ તો આત્મશકિતના આવિષ્કારથી જ પ્રાપ્ત થાય એ સત્ય પણ, રાજગૃહીની જનતા ભૂલી ગઈ. અંબડે ઊભા કરેલા આભાસમાં પ્રજા અંજાઈ ગઈ. નિરાશ થયેલા અંબડના દિલમાં આશાના ઉદય થયા કે
વી. નિ. સં. ૨૫૦૩
Jain Education International
આજે તો સુલસા જરૂર આવશે. તીર્થંકરનું નામ સાંભળી સુલસા દોડી આવશે. પણ આવું કાંઈ જ ન બન્યું. અંબડે આખો દિવસ રાહ જોઈ છતાં સુલસા આવી નહીં.
જે આત્મામાં સાચી શ્રદ્ધા આવી હોય, સત્યની પ્રતીતિ થઈ હોય તે આત્મા દંભ, ચમત્કાર કે છલનાના શિકાર થતા નથી, અસત્ય, અર્ધસત્ય કે મિાસત્ય આવા આત્માની હૃત તંત્રીના તારોને ઝણઝણાવવામાં અસમર્ચ નીવડે છે. શુદ્ધ સ્વર્ણના સ્વામીને ભલે કરોડો આદમી એમ કહે કે આ કથીર છે છતાં જેવી રીતે એ સુવર્ણને। ત્યાગ કરતા નથી કે કથીર માની ફેકી દેતા નથી. તેવી રીતે જેને સત્યની પ્રાપ્તિ થઈ છે તે અસત્યના આકાય તે ઠીક પણ એના ઓછાયા પણ લેતા નથી.
થાકેલા એવા અંબડ છેવટે થાકીને પોતે જાતે સુલસાને ઘેર ગયો અને મા મહાવીરનો ધર્મલાભના સંદેશા સુસાને આપ્યો.
કામણ.... મહાવીરનો સાંભળતા જ સુલસાને આત્મા આનંદિવભાર બની ગયો. સંદેશમાં હતો ધર્મલાભ' જ પણ સુલસા ગાંડીઘેલી બની ગઈ. સમ્યક્દર્શન, સમ્યક્ જ્ઞાન કે સમ્યક ચારિત્ર્ય પ્રતિની અર્થાત્ સત્ય દર્શન, સત્ય જ્ઞાન અને સત્યાચારણ કરનાર વ્યકિતને જ્યારે સત્યને સર્વાંગી સ્વરૂપે પ્રકાશીત કરનાર સર્વજ્ઞના સામાન્ય એવા સંદેશા પ્રત્યક્ષ કે પરોક્ષ મળે છે ત્યારે તેના આત્માના એક એક અણુ પ્રફુલ્લિત થઈ જાળ છે. આ છે સન્ય સાથેનું આત્માનું સંધાન.
રૂપે
“અંબ! શું મારા નાથે મને યાદ કરી?” સુલસાએ પૂછ્યું. એના અવાજમાં આત્મ મિલનના આનંદની આકાંક્ષાની આતુરતા હતી.
અંબડ અચંબામાં પડી ગયો. એની ચૌલીક માયાથી જ્યારે રાજગૃહીની પ્રજા ઘેલી બની ત્યારે જે સુલસાનું એક રવાડું પણ ફરક્યું ન હતું તે સુલસા શ્રમણ મહાવીરના સંદેશ - માત્ર એક શબ્દના સંદેશ સાંભળી ગાંડીઘેલી બની ગઈ.
“સુલસા! ભગવાન તે ચંપાપુરીમાં બિરાજમાન છે. પ્રભુ મહાવીર ત્યાં ઉપકારક દેશના દ્વારા અનેક જીવોના આત્મકલ્યાણના માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છે. સતી સુલસા! મારી એક શંકાનું નિવારણ કરો. આ નગરીમાં બ્રહ્મા, વિષ્ણુ મહેશ સાક્ષાત આવ્યા. રાજગૃહીની સમગ્ર જનતા દર્શનાર્થે ઉમટી પણ તમે એક જ આવ્યાં. આનું કારણ શું?
“અંબડ! આત્માના સ્વ-સ્વરૂપ પ્રતિ પ્રીતિ ઉત્પન્ન થતા તેના નિજાનંદની મસ્તીમાં મહાલતા આત્મામાં અસત અને અશાશ્વત તત્ત્વો કે દ્રવ્યો પ્રતિની આસકિત વિલય પામે છે. આવી આસકિતઓના વિલય થતાં દેહાત્મભિન્ન-ભાવની પ્રતીતિ થાય છે. આ પ્રતીતિમાંથી જન્મતી પરિણતીના પ્રતાપે જડ પદાર્થો તથા પુદ્ગલ પ્રતિની સરાગદશાના સ્થાને વિરકતી અથવા સાક્ષીભાવના સાક્ષાત્કાર થાય છે. આ સાક્ષાત કાર સર્વજ્ઞ પ્રરૂપિત સત્યદર્શનના આધારે આવતી અધ્યવસાય શુદ્ધિથી થાય છે. આવી અધ્યવસાયશુદ્ધિવાળા આત્મા ઈહલાકિક કે અશાશ્વત શકિતઓ કે ચમત્કારોમાં આસ્થા કે કુતૂહલવૃત્તિ નથી રાખતો. આવા આત્મા પુદ્ગલાનંદી ન હોય, પણ સ્વ-સ્વરૂપના શાશ્વત આનંદમાં જ એનું રમણ હોય” સુલસાએ જવાબ આપ્યો.
“માની લઉં છું, કે સ્વ-સ્વરૂપના નિજાનંદની મસ્તીમાં તમે મસ્ત છે પણ આવી મસ્તીના માર્ગદર્શક એવા ૨૫મા તીર્થંકર સાક્ષાત્ આ નગરીમાં સમવસર્યા છતાં તમે ન આવ્યાં. શું આ તમારી ભૂલ નથી ?” અરિહંત કે અરિહંતની આજ્ઞાની પ્રત્યક્ષ કે
For Private & Personal Use Only
૯
www.jainelibrary.org