SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રકલા [ 227 લાગ્યા સિવાય રહેતું નથી. આ હકીક્તને નબળે કે સબળ ટેકે આપતો એક અતિસંક્ષિપ્ત ઉલ્લેખ આવશ્યકસૂરની ટીકામાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ પત્ર 233, ગાથા ૫૬૦ની ટીકામાં સમવસરણનું વ્યાખ્યાન કરતાં દેવ-મનુષ્ય આદિ બાર પર્ષદાના ચિત્ર આદિથી અલંકૃત ત્રિત સમવસરyપટ્ટનો ઉલેખ “પૂર્વરાત્રિહિત કૃત્રિમૈત્રેન તુ સર્વા ઇવ ટુવ્યો ન નિષત્તિ અર્થાત પૂર્વાચાર્યોના ઉપદેશથી આલેખાયેલા પટ આદિમાંના ચિત્રના આધારે " ઇત્યાદિ વાક્યથી આપ્યો છે. અલબત્ત, આ ચિત્રપટ કેવાં હશે એ કહેવું અત્યારે કઠિન કામ ગણાય, તેમ છતાં તે યુગના સમર્થ ગીતાર્થ આચાર્યો તરફ નજર નાંખતાં આ ચિત્રપટ્ટોમાં કંઈક વિશિષ્ટતા હોવાનો જરૂર સંભવ છે. ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામીને તેમની રાજકુમાર અવસ્થામાં તેમના પોતાના પ્રાસાદમાંની ચિત્રશાળામાંના " નેમિનાથ ભગવાન દ્વારા રામતીનો ત્યાગ અને લગતા પ્રસંગને જોતાં અમુક 2 ઉલ્લેખ પ્રાચીન ચરિત્રોમાં મળે છે. એ ઉપરથી પ્રાચીન યુગમાં જિનેશ્વરદેવ આદિ અવતારી પુરૂષોની જીવનકથાને લગતા પ્રસંગોનાં ચિત્રો જરૂર દોરાતાં હતાં એમ આપણને સ્પષ્ટ ભાસ થાય છે. અને તે પણ, ચિત્રશાળાના સ્થાનનું ઔચિત્ય વિચારતાં વિશિષ્ટ કલાના નમૂનારૂપ જ હોવાં જોઈએ એમ પણ આપણને લાગે છે.. ભાઈ શ્રી કાપડિયાએ એકાંત આત્મીય ભાવે શ્રમણ વિરવર્ધમાનસ્વામીની ચિત્રથા સરજીને અતિસંકુચિત માનસ ધરાવતી જેને પ્રજાને વિશિષ્ટ બોધપાઠ આપે છે કે આપણી વિભૂતિઓની વાસ્તવિક પૂજા પાછળ વર્ષોનાં વર્ષો સુધી કેવું આંતર તપ તપવું પડે છે અને એ માટે કે આત્મીય ભાવ જાગ્રત કરવું પડે છે. ભાઈ શ્રી કાપડિયાએ અનેક વર્ષો સુધી આત્મીય ભાવે અથાગ શ્રમ સેવી આપણને શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રકથા ઉપહત કરી છે તે બદલ તેમને આપણા સૌનાં અંતરનાં અભિનંદન અને વંદન છે અને તે સાથે આપણે સૌ આશા રાખીએ છીએ કે તેમણે આલેખેલી શ્રમણ મહાવીરની ચિત્રકથાનો પૂર્વાર્ધ ઉપહૃત કરીને જેમ આપણને વિભૂતિપૂજાના પુણ્યમાં ભાગીદાર બનાવ્યા છે તે જ રીતે તેઓ એ ચિત્રકથાનો ઉત્તરાર્ધ ઉપહત કરી પુનઃ આપણને સત્વર એ પૂજાના પુણ્યમાં ભાગીદાર બનાવે. અંતમાં એક વાત આપણે કરી લઈએ કે વર્તમાન યુગને અનુરૂપ શ્રમણ વીરવર્ધમાન પ્રભુની સૌપ્રથમ આદર્શ ચિત્રકથા સરજવાને યશ ભાઈ શ્રી કાપડિયાને ફાળે જાય છે અને એ રીતે તેઓ ચિરસ્મણીય રહેશે. [“શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ” એ ચિત્રસંપુટનું આમુખ, ઈ. સ. 1949 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230246
Book TitleShraman Bhagavan Mahavir ni Chitrakatha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages3
LanguageGujarati
ClassificationArticle, Art, & Biography
File Size346 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy