SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ] જ્ઞાનાંજલિ માફક, અનેક ચિત્રામાં આપણા સામે રજૂ થાય છે. આ ચિત્રકથાના અવલાકનાર દરેકે જાણવું જોઈ એ કે આપણા સામે રજૂ થતી ચિત્રકથા એ અધી ચિત્રકથા છે—પૂર્વાધ છે. એનેા ઉત્તરાર્ધ તા હજી આપણા કલાકારે તૈયાર કરેલા તેમની પાસે આપણા સૌ માટે છુપાયેલા જ પડયો છે. ઉપર જણાવેલા અજાણ્યા કલાકાર, એ પ્રસ્તુત ચિત્રકથાના સર્જક ભાઈ શ્રી ગેાકુલદાસ કાપડિયા, પ્રસ્તુત ચિત્રકથાના આલેખન માટે તેમણે જે આત્મીય ભાવ સાધ્યેા છે તેનું વર્ણન શબ્દોમાં ઉતારવું કદીયે શકય નથી. અજોડ વસ્તુની સિદ્ધિના આત્મીય ભાવની સરખામણી ધનના ઢગલાથી કે દુન્યવી કાઈ પણ કીમતી વસ્તુથી કરી શકાય નહિ. સ્વતંત્ર આંતરિક પ્રેરણા સિવાય માત્ર દુન્યવી વસ્તુ દ્વારા જગતમાં કદીયે તત્ત્વજ્ઞાનીઓ, સાહિત્યકારા, કવિએ કે વિવિધ ક્ષેત્રના વિશિષ્ટ કલાવિદો અને કલાકારો પેદા કરી શકાયા જ નથી અને પેદા થઈ શકે પણ નહિ. ભાઈ શ્રી કાપડિયાએ સ્વતંત્ર આંતરિક ભાવથી પ્રેરાઈ તે શ્રમણ ભગવાનની જે ચિત્રકથા સર્જી છે, એ સરજવા માટે તેમના સામે વમાન યુગને અનુરૂપ ચિત્રનિર્માણ કરી શકાય તેવી વિશિષ્ટ ચિત્રકૃતિઓના કોઈ નમૂનાઓ તૈયાર પડયા ન હતા કે ઝટ લઈ તે તે તે ચિત્રા દેરી કાઢે. પરંતુ પ્રસ્તુત ચિત્રકથાના નિર્માણ માટે તેમણે શ્રમણ ભગવાન મહાવીરનાં જીવનચરિત્રાના ઊંડા અભ્યાસ કરવા ઉપરાંત તલસ્પર્શી ચિંતન અને અવલેાકન પાછળ કેવુ અને કેટલુ' ઉગ્ર તપ તપ્યું છે, એની કલ્પના માત્ર સામાન્ય જનતાને જ નહિ, પણ ઘણી વાર તે વિદ્વાન અને વિચારકમાં ખપતી વ્યક્તિને પણ આવવી મુશ્કેલ છે. શ્રમણ ભગવાન મહાવીરના જીવનપ્રસ ંગેાને રજૂ કરતાં, ચિત્રોથી ભરપૂર, સુંદર-સુ ંદરતમ સચિત્ર કલ્પસૂત્રની તેરમા સૈકાથી સત્તરમી સદી સુધીમાં ઉત્તરાત્તર વધારે સંખ્યામાં લખાયેલ તાડપત્રીય અને કાગળ ઉપર સુવર્ણાક્ષર, રોપ્યાક્ષર અને કાળી શાહીમાં લખાયેલી થોકબંધ હસ્તલિખિત પ્રતિ, ચિત્ર પટ્ટિકા કે પ્રાચીન શિલ્પકૃતિઓનું અવલેાકન ભાઈશ્રી કાપડિયા માટે જરૂર મહાવીરજીવનના અમુક પ્રસંગાનું આલેખન અને તેની પદ્ધતિની કલ્પના કરવામાં ઉપયેગી નીવડયું હશે; તે છતાં વમાનં યુગ અને પ્રાચીન યુગના અનુપમ મેળ સાધતી ચિત્રકથાના નવસર્જન માટે તે એ સાધન અતિ અલ્પ જ ગણાય. એ માટે તેા તેમણે પ્રાચીન યુગની શિલ્પકૃતિ અને ચિત્રકૃતિના ઊડે! અભ્યાસ કર્યાં છે. તે તે યુગનાં પ્રાસાદરચના, રાચરચીલું, અગરચના, વેષવિભૂષા, આભૂષા, રંગરેખાંકન આદિને લગનું અવલેાકન અને પૃથક્કરણ પણ કર્યું છે, એટલું જ નહિ, કિન્તુ ભાઈશ્રી કાપડિયાએ શ્રમણ ભગવાન મહાવીરની વિહાભૂમિનાં અમુક સ્થળેાની પગપાળા સર કરીને એ પાવન ભૂમિનાં પુણ્ય રજકણામાંથી પણ આ ચિત્રકથાના આલેખનની ભવ્ય પ્રેરણા મેળવી છે. આ ઉપરથી ભાઈ કાપડિયાએ શ્રમણ ભગવાન વીર-વ માનસ્વામીની ચિત્રકથાના આલેખન પાછળ વર્ષો સુધી કેવી ઉગ્ર તપસ્યા સાધી છે તેને આપણુને સહજ ખ્યાલ આવી શકે છે. આજે આપણી નજર સામે આવીને જે ચિત્રકથા ખડી છે એવી યુગાનુરૂપ આદર્શો ચિત્રકથા પ્રાચીન યુગમાં નહિ જ સરજાતી હાય એમ આપણે ન જ કહી શકીએ. પર ંતુ તે અંગેને સ્પષ્ટ વિસ્તૃત ઉલ્લેખ કે તેવા અવશેષ આજે આપણા સામે એક પણ હાજર નથી. જે છે તે અતિઅલ્પ અને અસ્પષ્ટ છે. આમ છતાં મથુરાના કંકાલીટીલામાંથી મળી આવેલા અવશેષોમાં શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભાપહાર' અને ‘ દૈત્યદમન' એ બે પ્રસંગને લગતી શિલ્પકૃતિએ મળી આવી છે. એ જોતાં શ્રમણ ભગવાન મહાવીરના જીવનપ્રસ ંગેાને સ્પતી ચિત્રકૃતિએ પણ તે યુગમાં બૌદ્ધજાતક શિલ્પે। કે શ્રીકૃષ્ણની જીવનલીલાને વ્યક્ત કરતાં શિÒાની જેમ જરૂર સરજાતી હશે એમ આપણને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230246
Book TitleShraman Bhagavan Mahavir ni Chitrakatha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages3
LanguageGujarati
ClassificationArticle, Art, & Biography
File Size346 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy