Book Title: Shraman Bhagavan Mahavir ni Chitrakatha
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 1
________________ શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રક્યા* એશિયા દેશ અને તેમાં પણ ખાસ કરીને ભારતવર્ષ, એ અવતારી મહાપુરુષોની જન્મદાત્રી પવિત્ર ભૂમિ છે. એ પાવન ભૂમિને ભગવાન શ્રી રામચંદ્ર, ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રી બુદ્ધ અને ભગવાન શ્રી મહાવીર-વર્ધમાનસ્વામી જેવા અનેક અવતારી પુરુષોએ પિતાના અવતારથી ઉજજવળ બનાવી છે અને સમગ્ર પ્રજાને વ્યાવહારિક તેમ જ આધ્યાત્મિક જીવનના પવિત્ર પાઠ શિખવાડ્યા છે. એ અવતારી પુરુષોની જીવનકથા અને તેમની શિક્ષાને રજૂ કરતું વિશિષ્ટ સાહિત્ય, એ જેમ માનવજીવનમાં પ્રાણ પૂરનાર વરતું છે, તે જ રીતે એ અવતારી પુરષોના આંતર અને બાહ્ય જીવનપ્રવાહને રજૂ કરતી શિલ્પકલા અને ચિત્રકળા, એ પણ એક એવી જ મહત્ત્વની વસ્તુ છે. એકમાં અક્ષર દ્વારા અવતારી પુરુષની કથા રજૂ થાય છે, જ્યારે બીજામાં અનક્ષર આકૃતિ દ્વારા અવતારી પુરુષની કથા ઊભી કરવામાં આવે છે. આ બન્નેય સાધન દ્વારા આલેખાયેલી અવતારી મહાપુરુષોની જીવનકથા પ્રજાજીવનને વિકાસ સાધવામાં નિમિત્તભૂત હોઈ આપણે ત્યાં આ બન્નેય અક્ષર-અક્ષર કળાઓને પ્રાચીન કાળથી અપનાવામાં આવી છે. ભગવાન શ્રી રામ, શ્રીકૃષ્ણ અને શ્રી બુદ્ધની અનુપમ અને આકર્ષક એવી અનેકાનેક અક્ષરકથાઓ અને અનક્ષરકથાઓ આજ સુધીમાં પ્રજા સમક્ષ રજૂ થઈ ચૂકી છે, અને સંભવ પણ છે કે હજુ અનેક રજૂ થશે; જ્યારે મગધની પુણ્ય ભૂમિમાં ઊભા રહી અહિંસા અને અનેકાંતવાદને અતિગંભીરભાવે વિશ્વને સંદેશો આપનાર શ્રમણ ભગવાન શ્રી વર્ધમાનસ્વામી માટેની એક પણ યુગાનુરૂપ જીવનકથા કે ચિત્રકથા સરજાઈને પ્રજા સમક્ષ રજૂ થઈ ન હતી, એ એક, અવતારી પુરુષોની ઉન્નત ભાવનાથી પૂજા કરનાર ભારતીય આર્યપ્રજા માટે મોટામાં મોટી ઊણપ જ હતી, પરંતુ ઉપર જણાવેલી બે ઊણપ પૈકીની એક ઊણપને દૂર કરવા માટે વણતર્યો અને વણવીન માતા ગુર્જરીને એક ચિત્રકળાનિષ્ણાત જાયે, કોઈ ન જાણે તે રીતે, એકાંતમાં વર્ષોથી પરમાત્મા શ્રી વીર-વર્ધમાનસ્વામીની અનાર જીવનકથાને આલેખવાના વિવિધ ઘાટ ઘડી રહ્યો હતો. આજે એ જ કલાકારે અતિ વ્યવસ્થિતરૂપે આલેખીને તૈયાર કરેલી એ અનેક્ષર-ભાષામય ચિત્રકથા, એક ગ્રંથનાં અનેક પ્રકરણોની * “શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવઃ શ્રી કલ્પસૂત્ર વર્ણિત ચિત્રમય જીવનપ્રસંગે” (ચિત્રકારઃ ગોકુલદાસ કાપડિયા; પ્રકાશક : હરજીવનદાસ હરિદાસ અને બીજાઓ, મુંબઈ, સને ૧૯૪૯)-એ ચિત્રસંપુટનું આમુખ. જ્ઞાન. ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3