Book Title: Shraman Bhagavan Mahavir ni Chitrakatha
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230246/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રક્યા* એશિયા દેશ અને તેમાં પણ ખાસ કરીને ભારતવર્ષ, એ અવતારી મહાપુરુષોની જન્મદાત્રી પવિત્ર ભૂમિ છે. એ પાવન ભૂમિને ભગવાન શ્રી રામચંદ્ર, ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શ્રી બુદ્ધ અને ભગવાન શ્રી મહાવીર-વર્ધમાનસ્વામી જેવા અનેક અવતારી પુરુષોએ પિતાના અવતારથી ઉજજવળ બનાવી છે અને સમગ્ર પ્રજાને વ્યાવહારિક તેમ જ આધ્યાત્મિક જીવનના પવિત્ર પાઠ શિખવાડ્યા છે. એ અવતારી પુરુષોની જીવનકથા અને તેમની શિક્ષાને રજૂ કરતું વિશિષ્ટ સાહિત્ય, એ જેમ માનવજીવનમાં પ્રાણ પૂરનાર વરતું છે, તે જ રીતે એ અવતારી પુરષોના આંતર અને બાહ્ય જીવનપ્રવાહને રજૂ કરતી શિલ્પકલા અને ચિત્રકળા, એ પણ એક એવી જ મહત્ત્વની વસ્તુ છે. એકમાં અક્ષર દ્વારા અવતારી પુરુષની કથા રજૂ થાય છે, જ્યારે બીજામાં અનક્ષર આકૃતિ દ્વારા અવતારી પુરુષની કથા ઊભી કરવામાં આવે છે. આ બન્નેય સાધન દ્વારા આલેખાયેલી અવતારી મહાપુરુષોની જીવનકથા પ્રજાજીવનને વિકાસ સાધવામાં નિમિત્તભૂત હોઈ આપણે ત્યાં આ બન્નેય અક્ષર-અક્ષર કળાઓને પ્રાચીન કાળથી અપનાવામાં આવી છે. ભગવાન શ્રી રામ, શ્રીકૃષ્ણ અને શ્રી બુદ્ધની અનુપમ અને આકર્ષક એવી અનેકાનેક અક્ષરકથાઓ અને અનક્ષરકથાઓ આજ સુધીમાં પ્રજા સમક્ષ રજૂ થઈ ચૂકી છે, અને સંભવ પણ છે કે હજુ અનેક રજૂ થશે; જ્યારે મગધની પુણ્ય ભૂમિમાં ઊભા રહી અહિંસા અને અનેકાંતવાદને અતિગંભીરભાવે વિશ્વને સંદેશો આપનાર શ્રમણ ભગવાન શ્રી વર્ધમાનસ્વામી માટેની એક પણ યુગાનુરૂપ જીવનકથા કે ચિત્રકથા સરજાઈને પ્રજા સમક્ષ રજૂ થઈ ન હતી, એ એક, અવતારી પુરુષોની ઉન્નત ભાવનાથી પૂજા કરનાર ભારતીય આર્યપ્રજા માટે મોટામાં મોટી ઊણપ જ હતી, પરંતુ ઉપર જણાવેલી બે ઊણપ પૈકીની એક ઊણપને દૂર કરવા માટે વણતર્યો અને વણવીન માતા ગુર્જરીને એક ચિત્રકળાનિષ્ણાત જાયે, કોઈ ન જાણે તે રીતે, એકાંતમાં વર્ષોથી પરમાત્મા શ્રી વીર-વર્ધમાનસ્વામીની અનાર જીવનકથાને આલેખવાના વિવિધ ઘાટ ઘડી રહ્યો હતો. આજે એ જ કલાકારે અતિ વ્યવસ્થિતરૂપે આલેખીને તૈયાર કરેલી એ અનેક્ષર-ભાષામય ચિત્રકથા, એક ગ્રંથનાં અનેક પ્રકરણોની * “શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવઃ શ્રી કલ્પસૂત્ર વર્ણિત ચિત્રમય જીવનપ્રસંગે” (ચિત્રકારઃ ગોકુલદાસ કાપડિયા; પ્રકાશક : હરજીવનદાસ હરિદાસ અને બીજાઓ, મુંબઈ, સને ૧૯૪૯)-એ ચિત્રસંપુટનું આમુખ. જ્ઞાન. ૨૯ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] જ્ઞાનાંજલિ માફક, અનેક ચિત્રામાં આપણા સામે રજૂ થાય છે. આ ચિત્રકથાના અવલાકનાર દરેકે જાણવું જોઈ એ કે આપણા સામે રજૂ થતી ચિત્રકથા એ અધી ચિત્રકથા છે—પૂર્વાધ છે. એનેા ઉત્તરાર્ધ તા હજી આપણા કલાકારે તૈયાર કરેલા તેમની પાસે આપણા સૌ માટે છુપાયેલા જ પડયો છે. ઉપર જણાવેલા અજાણ્યા કલાકાર, એ પ્રસ્તુત ચિત્રકથાના સર્જક ભાઈ શ્રી ગેાકુલદાસ કાપડિયા, પ્રસ્તુત ચિત્રકથાના આલેખન માટે તેમણે જે આત્મીય ભાવ સાધ્યેા છે તેનું વર્ણન શબ્દોમાં ઉતારવું કદીયે શકય નથી. અજોડ વસ્તુની સિદ્ધિના આત્મીય ભાવની સરખામણી ધનના ઢગલાથી કે દુન્યવી કાઈ પણ કીમતી વસ્તુથી કરી શકાય નહિ. સ્વતંત્ર આંતરિક પ્રેરણા સિવાય માત્ર દુન્યવી વસ્તુ દ્વારા જગતમાં કદીયે તત્ત્વજ્ઞાનીઓ, સાહિત્યકારા, કવિએ કે વિવિધ ક્ષેત્રના વિશિષ્ટ કલાવિદો અને કલાકારો પેદા કરી શકાયા જ નથી અને પેદા થઈ શકે પણ નહિ. ભાઈ શ્રી કાપડિયાએ સ્વતંત્ર આંતરિક ભાવથી પ્રેરાઈ તે શ્રમણ ભગવાનની જે ચિત્રકથા સર્જી છે, એ સરજવા માટે તેમના સામે વમાન યુગને અનુરૂપ ચિત્રનિર્માણ કરી શકાય તેવી વિશિષ્ટ ચિત્રકૃતિઓના કોઈ નમૂનાઓ તૈયાર પડયા ન હતા કે ઝટ લઈ તે તે તે ચિત્રા દેરી કાઢે. પરંતુ પ્રસ્તુત ચિત્રકથાના નિર્માણ માટે તેમણે શ્રમણ ભગવાન મહાવીરનાં જીવનચરિત્રાના ઊંડા અભ્યાસ કરવા ઉપરાંત તલસ્પર્શી ચિંતન અને અવલેાકન પાછળ કેવુ અને કેટલુ' ઉગ્ર તપ તપ્યું છે, એની કલ્પના માત્ર સામાન્ય જનતાને જ નહિ, પણ ઘણી વાર તે વિદ્વાન અને વિચારકમાં ખપતી વ્યક્તિને પણ આવવી મુશ્કેલ છે. શ્રમણ ભગવાન મહાવીરના જીવનપ્રસ ંગેાને રજૂ કરતાં, ચિત્રોથી ભરપૂર, સુંદર-સુ ંદરતમ સચિત્ર કલ્પસૂત્રની તેરમા સૈકાથી સત્તરમી સદી સુધીમાં ઉત્તરાત્તર વધારે સંખ્યામાં લખાયેલ તાડપત્રીય અને કાગળ ઉપર સુવર્ણાક્ષર, રોપ્યાક્ષર અને કાળી શાહીમાં લખાયેલી થોકબંધ હસ્તલિખિત પ્રતિ, ચિત્ર પટ્ટિકા કે પ્રાચીન શિલ્પકૃતિઓનું અવલેાકન ભાઈશ્રી કાપડિયા માટે જરૂર મહાવીરજીવનના અમુક પ્રસંગાનું આલેખન અને તેની પદ્ધતિની કલ્પના કરવામાં ઉપયેગી નીવડયું હશે; તે છતાં વમાનં યુગ અને પ્રાચીન યુગના અનુપમ મેળ સાધતી ચિત્રકથાના નવસર્જન માટે તે એ સાધન અતિ અલ્પ જ ગણાય. એ માટે તેા તેમણે પ્રાચીન યુગની શિલ્પકૃતિ અને ચિત્રકૃતિના ઊડે! અભ્યાસ કર્યાં છે. તે તે યુગનાં પ્રાસાદરચના, રાચરચીલું, અગરચના, વેષવિભૂષા, આભૂષા, રંગરેખાંકન આદિને લગનું અવલેાકન અને પૃથક્કરણ પણ કર્યું છે, એટલું જ નહિ, કિન્તુ ભાઈશ્રી કાપડિયાએ શ્રમણ ભગવાન મહાવીરની વિહાભૂમિનાં અમુક સ્થળેાની પગપાળા સર કરીને એ પાવન ભૂમિનાં પુણ્ય રજકણામાંથી પણ આ ચિત્રકથાના આલેખનની ભવ્ય પ્રેરણા મેળવી છે. આ ઉપરથી ભાઈ કાપડિયાએ શ્રમણ ભગવાન વીર-વ માનસ્વામીની ચિત્રકથાના આલેખન પાછળ વર્ષો સુધી કેવી ઉગ્ર તપસ્યા સાધી છે તેને આપણુને સહજ ખ્યાલ આવી શકે છે. આજે આપણી નજર સામે આવીને જે ચિત્રકથા ખડી છે એવી યુગાનુરૂપ આદર્શો ચિત્રકથા પ્રાચીન યુગમાં નહિ જ સરજાતી હાય એમ આપણે ન જ કહી શકીએ. પર ંતુ તે અંગેને સ્પષ્ટ વિસ્તૃત ઉલ્લેખ કે તેવા અવશેષ આજે આપણા સામે એક પણ હાજર નથી. જે છે તે અતિઅલ્પ અને અસ્પષ્ટ છે. આમ છતાં મથુરાના કંકાલીટીલામાંથી મળી આવેલા અવશેષોમાં શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભાપહાર' અને ‘ દૈત્યદમન' એ બે પ્રસંગને લગતી શિલ્પકૃતિએ મળી આવી છે. એ જોતાં શ્રમણ ભગવાન મહાવીરના જીવનપ્રસ ંગેાને સ્પતી ચિત્રકૃતિએ પણ તે યુગમાં બૌદ્ધજાતક શિલ્પે। કે શ્રીકૃષ્ણની જીવનલીલાને વ્યક્ત કરતાં શિÒાની જેમ જરૂર સરજાતી હશે એમ આપણને Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રકલા [ 227 લાગ્યા સિવાય રહેતું નથી. આ હકીક્તને નબળે કે સબળ ટેકે આપતો એક અતિસંક્ષિપ્ત ઉલ્લેખ આવશ્યકસૂરની ટીકામાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ પત્ર 233, ગાથા ૫૬૦ની ટીકામાં સમવસરણનું વ્યાખ્યાન કરતાં દેવ-મનુષ્ય આદિ બાર પર્ષદાના ચિત્ર આદિથી અલંકૃત ત્રિત સમવસરyપટ્ટનો ઉલેખ “પૂર્વરાત્રિહિત કૃત્રિમૈત્રેન તુ સર્વા ઇવ ટુવ્યો ન નિષત્તિ અર્થાત પૂર્વાચાર્યોના ઉપદેશથી આલેખાયેલા પટ આદિમાંના ચિત્રના આધારે " ઇત્યાદિ વાક્યથી આપ્યો છે. અલબત્ત, આ ચિત્રપટ કેવાં હશે એ કહેવું અત્યારે કઠિન કામ ગણાય, તેમ છતાં તે યુગના સમર્થ ગીતાર્થ આચાર્યો તરફ નજર નાંખતાં આ ચિત્રપટ્ટોમાં કંઈક વિશિષ્ટતા હોવાનો જરૂર સંભવ છે. ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામીને તેમની રાજકુમાર અવસ્થામાં તેમના પોતાના પ્રાસાદમાંની ચિત્રશાળામાંના " નેમિનાથ ભગવાન દ્વારા રામતીનો ત્યાગ અને લગતા પ્રસંગને જોતાં અમુક 2 ઉલ્લેખ પ્રાચીન ચરિત્રોમાં મળે છે. એ ઉપરથી પ્રાચીન યુગમાં જિનેશ્વરદેવ આદિ અવતારી પુરૂષોની જીવનકથાને લગતા પ્રસંગોનાં ચિત્રો જરૂર દોરાતાં હતાં એમ આપણને સ્પષ્ટ ભાસ થાય છે. અને તે પણ, ચિત્રશાળાના સ્થાનનું ઔચિત્ય વિચારતાં વિશિષ્ટ કલાના નમૂનારૂપ જ હોવાં જોઈએ એમ પણ આપણને લાગે છે.. ભાઈ શ્રી કાપડિયાએ એકાંત આત્મીય ભાવે શ્રમણ વિરવર્ધમાનસ્વામીની ચિત્રથા સરજીને અતિસંકુચિત માનસ ધરાવતી જેને પ્રજાને વિશિષ્ટ બોધપાઠ આપે છે કે આપણી વિભૂતિઓની વાસ્તવિક પૂજા પાછળ વર્ષોનાં વર્ષો સુધી કેવું આંતર તપ તપવું પડે છે અને એ માટે કે આત્મીય ભાવ જાગ્રત કરવું પડે છે. ભાઈ શ્રી કાપડિયાએ અનેક વર્ષો સુધી આત્મીય ભાવે અથાગ શ્રમ સેવી આપણને શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રકથા ઉપહત કરી છે તે બદલ તેમને આપણા સૌનાં અંતરનાં અભિનંદન અને વંદન છે અને તે સાથે આપણે સૌ આશા રાખીએ છીએ કે તેમણે આલેખેલી શ્રમણ મહાવીરની ચિત્રકથાનો પૂર્વાર્ધ ઉપહૃત કરીને જેમ આપણને વિભૂતિપૂજાના પુણ્યમાં ભાગીદાર બનાવ્યા છે તે જ રીતે તેઓ એ ચિત્રકથાનો ઉત્તરાર્ધ ઉપહત કરી પુનઃ આપણને સત્વર એ પૂજાના પુણ્યમાં ભાગીદાર બનાવે. અંતમાં એક વાત આપણે કરી લઈએ કે વર્તમાન યુગને અનુરૂપ શ્રમણ વીરવર્ધમાન પ્રભુની સૌપ્રથમ આદર્શ ચિત્રકથા સરજવાને યશ ભાઈ શ્રી કાપડિયાને ફાળે જાય છે અને એ રીતે તેઓ ચિરસ્મણીય રહેશે. [“શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ” એ ચિત્રસંપુટનું આમુખ, ઈ. સ. 1949 ]