SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ 112 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણસ્મહત્સવ-ગ્રંથ પછી ગાયને બેઠી કરવા તેનું પૂછડું આમળવા લાગે પણ ગાય બેઠી ન જ થઈત્યારે તેને ખબર પડી કે ગાય માંદી છે અને પિતે સસ્તામાં લેવા જતાં છેતરાયે છે. એટલે એણે વિચાર્યું કે હું પણ કોઈ બીજાને આને વળગાડી દઉં. એક બીજે ઘરાક આવ્યું, પણ તેણે તે ગાય વિશે અનેક સવાલે કર્યા ત્યારે પેલાએ કહ્યું કે મેં જેમ લીધેલ છે તેમ તારે લેવી હોય તો બે રૂપિયા ભલે ઓછા આપજે! એ સાંભળીને ન ઘરાક બે કે તું તે બુદ્ધ છે, મારે રૂપિયા એવા હરામના નથી જેથી તારી પેઠે છેતરાઉં. આ રીતે જે અધ્યાપક-શિક્ષક શાસ્ત્ર કે સાહિત્ય શીખવતી વખતે વિદ્યાર્થીને એમ. કહે કે ભાઈ, જેવું હું શીખ્યો છું તેવું મેં તમને શીખવ્યું; વિદ્યાથી તે બાબત તક કરે યા તો વિશેષ ચર્ચા કરે તો શિક્ષક એમ જવાબ આપે કે મેં તો મને જેવું મળ્યું તેવું જ શીખવ્યું, એ અંગે મેં પણ મારા અધ્યાપક પાસે કઈ તક નહીં કરેલો અથવા વિશેષ સમજણ નહીં માંગેલી, એટલે તમે પણ આ અંગે કોઈ તક ન કરે. આમ કહેનાર અધ્યાપક કે શિક્ષક પેલા બ્રાહ્મણ જે અજ્ઞાન છે અને ભણાવવાને અધિકારી છે. આથી ઊલટું, જે શિક્ષક, ઈ–તપાસીને ગાયને દાનમાં લેનાર ચતુર બ્રાહ્મણની પેઠે, પોતાના ગુરુ પાસેથી વિદ્યા મેળવતાં માત્ર શબ્દસ્પશી જ ન રહે પણ વિશેષ તક અને મનન-ચિંતન કરીને મૂળ વાત વિષે અનેક માહિતી મેળવે અને છાત્રોને પણ કેવળ શબ્દસ્પશી ન બનાવતાં તર્કને ઉપયોગ કરવાનું સૂચન કરે તથા નવી નવી હકીકતોને શોધવાની તક આપે તથા તુલનાત્મક પદ્ધતિની સમજણ આપીને વિશેષ શોધ કરવા પ્રેરણું આપે અને કેવળ પ્રાચીન લોકેના શબ્દો ઉપર જ અંધ વિશ્વાસ રાખવાની વાતને ગૌણ રાખે, તે શિક્ષક વિદ્યા દેવાને પૂરે અધિકારી છે. વળી, ગુરુએ કે શિક્ષકે આપેલ પાઠને જ્યારે છાત્ર ગોખતો હોય ત્યારે શિક્ષકને એમ જણાય કે છાત્ર ખોટું ગેખે છે અથવા ખોટું વિચારે છે ત્યારે શિક્ષક વિદ્યાર્થીને સૂચન કરે કે–“ભાઈ, તું તો ખોટું ગેખે છે અને વિચારે છે પણ ખોટું !" આ સાંભળી છાત્ર ચિડાઈને કહે કે " સાહેબ તમે જ મને આમ શીખવેલ છે અને આમ વિચારવાની ભલામણ કરેલ છે, છતાં તમે કેમ ફરી જાઓ છે અને મારી ભૂલ બતાવે છે ?" આ સાંભળી શિક્ષક ગુસ્સે થઈ જાય અને વિદ્યાર્થીને કહે કે “અલ્યા! તારે ભણવામાં ધ્યાન તે રાખવું નથી અને મારી ભૂલ કાઢવી છે, આ તું નાલાયક છે એની તો મને આજે જ ખબર પડી.”—આમ એ બને ઝઘડો ઊભું કરે અને ન બોલવાનું બોલવા માંડે તો એવો છાત્ર તો અયોગ્ય લેખાય જ, પણ શિક્ષક પણ વિદ્યા દેવાની ભૂમિકા વગરને છે એમ સમજવું. આથી વિપરીત, જ્યારે વિદ્યાર્થી શિક્ષકની સરતચૂકની વાત કરે ત્યારે શિક્ષક નમ્રપણે એમ કહે, “ભાઈ! સંભવ છે કે તને ભણાવતી વખતે મારું ધ્યાન ન રહ્યું હોય અને બેટો પાઠ અપાયે હોય તથા આમ ચિંતન કરવાની ભલામણમાં પણ મારી ભૂલ થઈ હોય, પણ ભાઈ! ખરો પાઠ આમ છે અને તેનું ખરું ચિંતન આમ કરવું જોઈએ. –આમ કહેનારે આ જાતને નમ્ર ગુરુ કે શિક્ષક વિદ્યા દેવાને ખરો અધિકારી છે. આ રીતે આ નાના લેખમાં શિષ્ય અને ગુરુની યેગ્યતા તથા અગ્યતા વિષે જે વિવેચન પંડિત શ્રી બેચરદાસજી દેશી પાસે અભ્યાસ કરતી વખતે મને મળેલું તે અહીં રજુકરેલ છે. ભૂલ માટે ક્ષમા માંગું છું, તથા ભૂલની મને જાણ કરવાની પ્રાર્થના કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230227
Book TitleVidyarthi ane Shikshani Yogyata ane Ayogyatani Bhumika
Original Sutra AuthorN/A
AuthorMrigavatishreeji
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Education
File Size475 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy