Book Title: Vidyarthi ane Shikshani Yogyata ane Ayogyatani Bhumika Author(s): Mrigavatishreeji Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 1
________________ વિદ્યાર્થી અને શિક્ષકની યોગ્યતા અને અયોગ્યતાની ભૂમિકા લેખિકાઃ પૂજ્ય સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજી જગત આખામાં જ્યાં સુધી વિદ્યાની પ્રાપ્તિ કરનારા વિદ્યાર્થીઓ કે શિષ્ય છે, ત્યાં સુધી તેમને વિદ્યાની પ્રાપ્તિમાં નિમિત્ત બનનારા આચાર્યો, ઉપાધ્યાયે, અધ્યાપકો કે પ્રોફેસરો હોવાના; અને જ્યાં સુધી કઈ પણ પ્રકારની વિદ્યા હયાત છે તથા તેને મેળવવાની પ્રવૃત્તિ ચાલુ છે, ત્યાં સુધી વિદ્યાર્થીઓ પણ રહેવાના છે. આ રીતે વિચાર કરતાં વિદ્યા, વિદ્યાથએ અને તેમને શીખવનારા એ ત્રણેને સંબંધ અનિવાર્યપણે રહેવાને. વિદ્યા, જે બીજાના કોઠામાં છે, તેને પિતાના કોઠામાં લાવવી એ કાંઈ સહેલું કામ નથી. પ્રથમ તે વિદ્યાની પ્રાપ્તિ માટે વિદ્યાથી ચગ્ય ભૂમિકા ધરાવે છે કે કેમ?—એ હકીકત ખાસ જોવી પડે છે. એ જોવા માટે ઉંમર, ઉત્તરોત્તર વર્ગોમાં ચડતી થવી, એ જેવા કરતાં વિદ્યાથીની મને ભૂમિકા વિદ્યા મેળવવાને ગ્ય છે કે કેમ?—એ વિશેષપણે તપાસવું જોઈએ. વળી, જે રીતે વિદ્યાર્થીની મનોભૂમિકા તપાસવી પડે છે એ જ રીતે વિદ્યા શીખવનાર અધ્યાપક કે પ્રોફેસર યા શિક્ષકની મનેભૂમિકા પણ વિદ્યા આપવાને લાયક છે કે નહિ?–એ પણ તપાસવું એટલું જ જરૂરી છે. આ અંગે પ્રાચીન અનુભવી આચાર્યોએ ઘણા ઘણા વિદ્યાથીઓના સંસર્ગમાં આવી, તેમની ચિત્તસ્થિતિને અભ્યાસ કરી, અમુક જાતનું તારણ કાઢીને જણાવેલ કે વિદ્યાથીની અમુક જાતની મને ભૂમિકા હોય તે તે વિદ્યા લેવાનો અધિકારી છે અને વિદ્યાને શીખવનાર પણ અમુક એક વિશેષ પ્રકારની ભૂમિકા ધરાવતો હોય તો તે વિદ્યાને શીખવવાને અધિકારી છે. જેન આગમ શ્રી નંદિસૂત્રમાં અને આવશ્યક સૂત્રમાં આ અંગે ખાસ ચર્ચા આવે છે. આમ તે નંદિસૂત્રને મુખ્ય વિષય જ્ઞાનની ચર્ચા છે તથા આવશ્યક સૂત્રને મુખ્ય વિષય આવશ્યકની ચર્ચા છે, તેમ છતાં શાસ્ત્રકારે શાસ્ત્રને પ્રારંભ કરતાં જ વિદ્યાથીની અને આચાર્યની કેવી મનોભૂમિકા હોવી જોઈએ એ અંગે કેટલાંક લૌકિક ઉદાહરણ તથા કથાઓ આપીને ઘણી સ્પષ્ટ અને સૌને સમજાય તે રીતે જે હકીકત જણાવેલ છે તે અંગે અહીં સંક્ષેપમાં લખવાની વૃત્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4