Book Title: Vidyarthi ane Shikshani Yogyata ane Ayogyatani Bhumika
Author(s): Mrigavatishreeji
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 2
________________ ૧૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ -મહાત્સવ-ગ્રંથ વિદ્યા એટલે કેવળ ગેાખણપટ્ટી નથી, તેમ કેવળ શુષ્ક વિચારસરણી પાર્ટનું સ્મરણમાત્ર પણ નથી; માનવના જીવનઘડતરમાં વિદ્યાના અસાધારણ ફાળે છે એટલે જ શાસ્ત્રકારે વિદ્યાથી અને આચાર્યંની મનોભૂમિકા વિષે ચર્ચા કરેલ છે. શરૂઆતમાં ચેગ્ય ને અચેાગ્ય વિદ્યાથીની મનેભૂમિકા વિષે ચર્ચા આવે છેઃ— નરમ કાળી માટી હાય અને તેની ઉપર સાધારણ વરસાદ પડે તાપણુ એની અસર કાળી માટીમાં ઊંડે સુધી પહેાંચે છે, તે જ રીતે વિદ્યાથી નરમ હાય તા જ તેના ઉપર વિદ્યાની અસર ઉત્તમ રીતે થાય છે. નરમ એટલે નમ્ર, સરળ અને આચાર્ય-પ્રેફેસરની વિદ્યાપ્રાપ્તિ સાથે સંબંધ ધરાવતી આજ્ઞાને વશવતી' હાય, સ્વચ્છંદી નહી', એટલે વિદ્યાથી'ની મનેાભૂમિકા સૌથી પ્રથમ નમ્રતાયુક્ત હોવી જોઈ એ. ચેાગ્ય વિદ્યાથી નું પ્રથમ લક્ષણ નમ્રતા છે. એથી ઊલટી ભૂમિકાવાળા વિદ્યાથી વિદ્યાપ્રાપ્તિ માટે અયેાગ્ય લેખાય છે, જેમ કાળમીઢ પથ્થર ઉપર ગમે તેટલા વરસાદ પડે તેપણ તે ઉપરથી ભલે પલળેલેા દેખાય પણ અંદરથી ભીંજાતા નથી, એ જ રીતે જે વિદ્યાથી અત્યંત દુરાગ્રહી, અકડ-અભિમાની હાય તે બહારથી ભલે હેાંશિયાર દેખાતા હોય યા વાચાળ હાય, છતાં તેના ચિત્ત ઉપર વિદ્યાની કાંઈ અસર થતી નથી. આ જાતના વિદ્યાથી વિદ્યાની પ્રાપ્તિ માટે યેાગ્ય ન ગણાય. ઘડા કાણા હાય, કાંઠા ભાગેલા હાય, તો તેમાં પાણી ખરાખર ટકતું નથી; ઘેાડું. ઘણું ટકે પણ સરવાળે તે એ પણ નીકળી જાય છે, તેમ જે વિદ્યાથી' ચ'ચળતાને લીધે કાણા કે કાંડાભાંગલા ઘડા જેવા હાય તેના ચિત્તમાં વિદ્યા સ્થિરપણે જામી શકતી નથી, અને જે થાડીઘણી વિદ્યા મેળવેલી હાય તે પણ સરવાળે—એટલે કે પાસ થવાનું કામ પતે એટલે—ચાલી જાય છે. આ જાતના વિદ્યાથી વિદ્યા માટે અયેાગ્ય છે. જે ઘડા તદન સારા-સાજો હેાય તેમાં પાણી ભરે। તેા ટીપુંય અહાર જશે નહીં, તેમ જે વિદ્યાથી સ્થિરતાવાળા અને એકલક્ષી હાય તેના ચિત્તમાં પડેલી વિદ્યા જીવનપર્યંત સ્થિર રહે છે અને જરા પણ નકામી બનતી નથી. આવા વિદ્યાથી વિદ્યાપ્રાપ્તિ માટે યેાગ્ય ગણાય. કેટલાક વિદ્યાથી ચાલણી જેવા હેાય છે. જેમ ચાલણીમાં ટીપુ પણ પાણી ટકી શકે નહીં, તેમ ચાલણી જેવા ચંચળ મનના વિદ્યાથી ગુરુ પાસે ભલે કાન દઈને પાઠ સાંભળે, પણ તે પાઠ તેના મનમાં જરા પણ ટકવાનેા નથી, પણ વર્ગની બહાર આવતાં જ તે કહેશે કે વમાં હું શું ભણ્યા એની મને ખખર જ નથી. આવા વિદ્યાથી વિદ્યા માટે અનધિકારી છે. નેતરનું ઘટ્ટ રીતે ગૂંથેલું પાત્ર હાય, તેમાંથી જેમ ટીપું પણ પાણી ટપકતું નથી તેમ જે વિદ્યાર્થીની મનોભૂમિકા વિદ્યા મેળવવા ઉત્સાહ સાથે એકાગ્ર બની હાય તેમાંથી આચાર્ય કે શિક્ષકે શીખવેલ એક પણ હકીકત બહાર ચાલી જતી નથી. આવેા છાત્ર વિદ્યાપ્રાપ્તિના અધિકારી કહેવાય. કેટલાક વિદ્યાથીએ ઘી કે ચા ગળવાની ગળણી જેવા હેાય છે. ગળણીમાં જેમ ધીને મેલ-કીટુ` કે ચાના કૂચા જ ભરાઈ રહે પણ તત્ત્વરૂપ ઘી કે સુગંધી મીઠો ચા બહાર ચાલ્યા જાય, તેમ આચાર્ય કે શિક્ષકે કહેલી વાત કે હકીકતામાંથી જે વિદ્યાથીની મના ભૂમિકા કેવળ કૂચા જેવા ભાગ સાંઘરી રાખે તેવી હાય અને ભણતરની ઉમદા વાતને મહાર ચાલી જવા દે એવી હાય તે વિદ્યાથી વિદ્યાના અનધિકારી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4