Page #1
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થી અને શિક્ષકની યોગ્યતા અને અયોગ્યતાની ભૂમિકા
લેખિકાઃ પૂજ્ય સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજી
જગત આખામાં જ્યાં સુધી વિદ્યાની પ્રાપ્તિ કરનારા વિદ્યાર્થીઓ કે શિષ્ય છે, ત્યાં સુધી તેમને વિદ્યાની પ્રાપ્તિમાં નિમિત્ત બનનારા આચાર્યો, ઉપાધ્યાયે, અધ્યાપકો કે પ્રોફેસરો હોવાના; અને જ્યાં સુધી કઈ પણ પ્રકારની વિદ્યા હયાત છે તથા તેને મેળવવાની પ્રવૃત્તિ ચાલુ છે, ત્યાં સુધી વિદ્યાર્થીઓ પણ રહેવાના છે. આ રીતે વિચાર કરતાં વિદ્યા, વિદ્યાથએ અને તેમને શીખવનારા એ ત્રણેને સંબંધ અનિવાર્યપણે રહેવાને.
વિદ્યા, જે બીજાના કોઠામાં છે, તેને પિતાના કોઠામાં લાવવી એ કાંઈ સહેલું કામ નથી. પ્રથમ તે વિદ્યાની પ્રાપ્તિ માટે વિદ્યાથી ચગ્ય ભૂમિકા ધરાવે છે કે કેમ?—એ હકીકત ખાસ જોવી પડે છે. એ જોવા માટે ઉંમર, ઉત્તરોત્તર વર્ગોમાં ચડતી થવી, એ જેવા કરતાં વિદ્યાથીની મને ભૂમિકા વિદ્યા મેળવવાને ગ્ય છે કે કેમ?—એ વિશેષપણે તપાસવું જોઈએ. વળી, જે રીતે વિદ્યાર્થીની મનોભૂમિકા તપાસવી પડે છે એ જ રીતે વિદ્યા શીખવનાર અધ્યાપક કે પ્રોફેસર યા શિક્ષકની મનેભૂમિકા પણ વિદ્યા આપવાને લાયક છે કે નહિ?–એ પણ તપાસવું એટલું જ જરૂરી છે.
આ અંગે પ્રાચીન અનુભવી આચાર્યોએ ઘણા ઘણા વિદ્યાથીઓના સંસર્ગમાં આવી, તેમની ચિત્તસ્થિતિને અભ્યાસ કરી, અમુક જાતનું તારણ કાઢીને જણાવેલ કે વિદ્યાથીની અમુક જાતની મને ભૂમિકા હોય તે તે વિદ્યા લેવાનો અધિકારી છે અને વિદ્યાને શીખવનાર પણ અમુક એક વિશેષ પ્રકારની ભૂમિકા ધરાવતો હોય તો તે વિદ્યાને શીખવવાને અધિકારી છે. જેન આગમ શ્રી નંદિસૂત્રમાં અને આવશ્યક સૂત્રમાં આ અંગે ખાસ ચર્ચા આવે છે. આમ તે નંદિસૂત્રને મુખ્ય વિષય જ્ઞાનની ચર્ચા છે તથા આવશ્યક સૂત્રને મુખ્ય વિષય આવશ્યકની ચર્ચા છે, તેમ છતાં શાસ્ત્રકારે શાસ્ત્રને પ્રારંભ કરતાં જ વિદ્યાથીની અને આચાર્યની કેવી મનોભૂમિકા હોવી જોઈએ એ અંગે કેટલાંક લૌકિક ઉદાહરણ તથા કથાઓ આપીને ઘણી સ્પષ્ટ અને સૌને સમજાય તે રીતે જે હકીકત જણાવેલ છે તે અંગે અહીં સંક્ષેપમાં લખવાની વૃત્તિ છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ -મહાત્સવ-ગ્રંથ
વિદ્યા એટલે કેવળ ગેાખણપટ્ટી નથી, તેમ કેવળ શુષ્ક વિચારસરણી પાર્ટનું સ્મરણમાત્ર પણ નથી; માનવના જીવનઘડતરમાં વિદ્યાના અસાધારણ ફાળે છે એટલે જ શાસ્ત્રકારે વિદ્યાથી અને આચાર્યંની મનોભૂમિકા વિષે ચર્ચા કરેલ છે.
શરૂઆતમાં ચેગ્ય ને અચેાગ્ય વિદ્યાથીની મનેભૂમિકા વિષે ચર્ચા આવે છેઃ—
નરમ કાળી માટી હાય અને તેની ઉપર સાધારણ વરસાદ પડે તાપણુ એની અસર કાળી માટીમાં ઊંડે સુધી પહેાંચે છે, તે જ રીતે વિદ્યાથી નરમ હાય તા જ તેના ઉપર વિદ્યાની અસર ઉત્તમ રીતે થાય છે. નરમ એટલે નમ્ર, સરળ અને આચાર્ય-પ્રેફેસરની વિદ્યાપ્રાપ્તિ સાથે સંબંધ ધરાવતી આજ્ઞાને વશવતી' હાય, સ્વચ્છંદી નહી', એટલે વિદ્યાથી'ની મનેાભૂમિકા સૌથી પ્રથમ નમ્રતાયુક્ત હોવી જોઈ એ. ચેાગ્ય વિદ્યાથી નું પ્રથમ લક્ષણ નમ્રતા છે.
એથી ઊલટી ભૂમિકાવાળા વિદ્યાથી વિદ્યાપ્રાપ્તિ માટે અયેાગ્ય લેખાય છે, જેમ કાળમીઢ પથ્થર ઉપર ગમે તેટલા વરસાદ પડે તેપણ તે ઉપરથી ભલે પલળેલેા દેખાય પણ અંદરથી ભીંજાતા નથી, એ જ રીતે જે વિદ્યાથી અત્યંત દુરાગ્રહી, અકડ-અભિમાની હાય તે બહારથી ભલે હેાંશિયાર દેખાતા હોય યા વાચાળ હાય, છતાં તેના ચિત્ત ઉપર વિદ્યાની કાંઈ અસર થતી નથી. આ જાતના વિદ્યાથી વિદ્યાની પ્રાપ્તિ માટે યેાગ્ય ન ગણાય.
ઘડા કાણા હાય, કાંઠા ભાગેલા હાય, તો તેમાં પાણી ખરાખર ટકતું નથી; ઘેાડું. ઘણું ટકે પણ સરવાળે તે એ પણ નીકળી જાય છે, તેમ જે વિદ્યાથી' ચ'ચળતાને લીધે કાણા કે કાંડાભાંગલા ઘડા જેવા હાય તેના ચિત્તમાં વિદ્યા સ્થિરપણે જામી શકતી નથી, અને જે થાડીઘણી વિદ્યા મેળવેલી હાય તે પણ સરવાળે—એટલે કે પાસ થવાનું કામ પતે એટલે—ચાલી જાય છે. આ જાતના વિદ્યાથી વિદ્યા માટે અયેાગ્ય છે.
જે ઘડા તદન સારા-સાજો હેાય તેમાં પાણી ભરે। તેા ટીપુંય અહાર જશે નહીં, તેમ જે વિદ્યાથી સ્થિરતાવાળા અને એકલક્ષી હાય તેના ચિત્તમાં પડેલી વિદ્યા જીવનપર્યંત સ્થિર રહે છે અને જરા પણ નકામી બનતી નથી. આવા વિદ્યાથી વિદ્યાપ્રાપ્તિ માટે યેાગ્ય ગણાય.
કેટલાક વિદ્યાથી ચાલણી જેવા હેાય છે. જેમ ચાલણીમાં ટીપુ પણ પાણી ટકી શકે નહીં, તેમ ચાલણી જેવા ચંચળ મનના વિદ્યાથી ગુરુ પાસે ભલે કાન દઈને પાઠ સાંભળે, પણ તે પાઠ તેના મનમાં જરા પણ ટકવાનેા નથી, પણ વર્ગની બહાર આવતાં જ તે કહેશે કે વમાં હું શું ભણ્યા એની મને ખખર જ નથી. આવા વિદ્યાથી વિદ્યા માટે અનધિકારી છે.
નેતરનું ઘટ્ટ રીતે ગૂંથેલું પાત્ર હાય, તેમાંથી જેમ ટીપું પણ પાણી ટપકતું નથી તેમ જે વિદ્યાર્થીની મનોભૂમિકા વિદ્યા મેળવવા ઉત્સાહ સાથે એકાગ્ર બની હાય તેમાંથી આચાર્ય કે શિક્ષકે શીખવેલ એક પણ હકીકત બહાર ચાલી જતી નથી. આવેા છાત્ર વિદ્યાપ્રાપ્તિના અધિકારી કહેવાય.
કેટલાક વિદ્યાથીએ ઘી કે ચા ગળવાની ગળણી જેવા હેાય છે. ગળણીમાં જેમ ધીને મેલ-કીટુ` કે ચાના કૂચા જ ભરાઈ રહે પણ તત્ત્વરૂપ ઘી કે સુગંધી મીઠો ચા બહાર ચાલ્યા જાય, તેમ આચાર્ય કે શિક્ષકે કહેલી વાત કે હકીકતામાંથી જે વિદ્યાથીની મના ભૂમિકા કેવળ કૂચા જેવા ભાગ સાંઘરી રાખે તેવી હાય અને ભણતરની ઉમદા વાતને મહાર ચાલી જવા દે એવી હાય તે વિદ્યાથી વિદ્યાના અનધિકારી છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
સાધ્વી શ્રી મૃગાવતીશ્રીજી : વિદ્યાથી અને શિક્ષકની...ભૂમિકા
૧૧૧
આથી ઊલટુ', જેમ હંસપક્ષી દૂધ અને પાણી મળી ગયાં હાય છતાં તેમાંથી માત્ર દૂધ દૂધ જ પી જાય છે અને પાણી પડતું મેલે છે, તેમ જે વિદ્યાથી શિક્ષકે કહેલી વાતા. માંથી સારસારરૂપ હકીકતા તારવીને મનમાં સંઘરી રાખે અને પાણી જેવા ભાગને પડતા મેલે, તે વિદ્યાર્થી વિદ્યાના અધિકારી ગણાય.
પાડા તળાવમાં પાણી પીવા પડે છે તે તે બધું જ પાણી ડાળી નાંખે છે; એથી પેાતે ચાખ્ખું પાણી પી શકતેા નથી તેમ ખીજા' જાનવરો પણ ચાખ્ખુ પાણી મેળવી શકતાં નથી, તેમ જે છાત્ર, જ્યારે પાડૅ ચાલતા હાય ત્યારે, પોતાનું ડહાપણ બતાવવા શિક્ષકને આડીઅવળી નકામી વાતે પૂછી કે નકામી ચર્ચા ઊભી કરી વર્ગને-પાઠને ડાળી નાંખે તેથી તે પેાતે તે વિદ્યાને પામી ન શકે પણ વર્શીમાં બેઠેલા બીજા જિજ્ઞાસુએ પણ શિક્ષક દ્વારા સમજાવાતા પાઠને પામી શકતા નથી. આવેા વિદ્યાથી વિદ્યાને માટે પાત્ર ન કહેવાય.
એથી ઊલટું, જેમ ઘેંટું પેાતાના અને ગોઠણ નીચે નાખી તળાવના પાણીને ડાળ્યા વગર જ પાણી પીવે છે અને ખીજા પશુઓ પણ ચાખ્ખુ' પાણી પી શકે છે, તેમ જે વિદ્યાથી ચૂપચાપ એકાગ્રમન થઈને ગુરુ દ્વારા અપાતી હકીકતાને સાંભળે, ગ્રહણ કરે, તેમાં જરા પણ ડાળાણુ ન કરે, તેથી તે પોતે જરૂર વિદ્યાને પામે અને સહાધ્યાયીએ પણ વિદ્યાને મેળવી શકે. આવે વિદ્યાથી વિદ્યાને માટે સુપાત્ર લેખાય.
મચ્છર માણસને કરડીને તેનું લેાહી પી પેાતાને પાયે છે; આમ તે પેાતાનુ' પાષણ કરતાં માણુસને ડંખ માર્યા વિના રહેતા નથી, તેમ જે વિદ્યાર્થી ગુરુ પાસેથી વિદ્યા મેળવતાં ગુરુને ડંખ મારે અર્થાત્ આ તા માત્ર ગેાણિયા છે વગેરે કહી ગુરુની નિંદા કરે અથવા અધ્યાપકની સામું તિરસ્કારભાવથી મેલે તે છાત્ર વિદ્યાને માટે કુપાત્ર છે.
તેથી ઊલટુ, જેમ જળેા માણસને જરા પણ દુઃખની ખખર ન પડે તેમ તેનું લેાહી પી પેાતાનું પાષણ કરે છે, તેમ જે વિદ્યાથી પાતાની ભક્તિ, નમ્રતા અને વિદ્યા માટેની ખંત વગેરે ગુણાથી અધ્યાપકને એવા વળગે કે એને ભણાવતાં ભણાવતાં જરાય થાક ન જણાય અને ઊલટું તે વિદ્યાર્થી તરફ ખેંચાતા જ રહે—આ જાતના વિદ્યાથી વિદ્યાના ખાસ અધિકારી ગણાય.
શાસ્ત્રકારે આમ લૌકિક ઉદાહરણા દ્વારા વિદ્યાથીની યાગ્યતા અને અયાગ્યતાનું ઘણું સ્પષ્ટ દર્શન કરાવેલ છે. તે જ રીતે અધ્યાપક, શિક્ષક કે ગુરુની યાગ્યતા અને અાગ્યતા દર્શાવવા માટે પણ કેટલીક ઉત્તમ હકીકત આ પ્રમાણે ખતાવેલ છેઃ—
આ ગાય
એક લેાભી બ્રાહ્મણને કોઈ એક દાતાએ સસ્તામાં સ્વર્ગ મેળવવા સારુ માંદલી-બેઠેલી જ ગાયનુ દાન કર્યું. પેલા લેાલી બ્રાહ્મણે દાતાને એ પણ ન પૂછ્યું ઊભી તા કરા યા તે કેટલુ' દૂધ આપે છે? વગેરે. પછી જ્યારે ઘરે લઈ જવા સારુ બ્રાહ્મણુ ગાયને પૂછડે ઝાલીને બેઠી કરવા લાગ્યા, ત્યારે તેને ખખર પડી કે ગાય તા માંદલી છે અને વસૂકી ગયેલ છે તેથી દૂધ તા આપતી જ નથી. હવે બ્રાહ્મણને એમ થયું કે આ અલાને કાઈ ને તન સસ્તામાં વેચી મારું કાઈ બીજો એવા જ એક લેભિયા ઘરાક મળ્યા. તેણે શરૂમાં તે પૂછ્યું કે ભાઈ, આ ગાયને બેઠી તેા કરો. પણ બ્રાહ્મણે કહ્યું કે જેમ મે' ખરીદેલી છે તેમ જ તમારે ખરીદવી પડશે, બીજી પૂછપરછની વાત નથી. પેલા લેલિયાએ બ્રાહ્મણ ઉપર વિશ્વાસ રાખીને બેઠેલી ગાય તદ્ન પાણીની ક’મતે ખરીદી.
Page #4
--------------------------------------------------------------------------
________________ 112 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણસ્મહત્સવ-ગ્રંથ પછી ગાયને બેઠી કરવા તેનું પૂછડું આમળવા લાગે પણ ગાય બેઠી ન જ થઈત્યારે તેને ખબર પડી કે ગાય માંદી છે અને પિતે સસ્તામાં લેવા જતાં છેતરાયે છે. એટલે એણે વિચાર્યું કે હું પણ કોઈ બીજાને આને વળગાડી દઉં. એક બીજે ઘરાક આવ્યું, પણ તેણે તે ગાય વિશે અનેક સવાલે કર્યા ત્યારે પેલાએ કહ્યું કે મેં જેમ લીધેલ છે તેમ તારે લેવી હોય તો બે રૂપિયા ભલે ઓછા આપજે! એ સાંભળીને ન ઘરાક બે કે તું તે બુદ્ધ છે, મારે રૂપિયા એવા હરામના નથી જેથી તારી પેઠે છેતરાઉં. આ રીતે જે અધ્યાપક-શિક્ષક શાસ્ત્ર કે સાહિત્ય શીખવતી વખતે વિદ્યાર્થીને એમ. કહે કે ભાઈ, જેવું હું શીખ્યો છું તેવું મેં તમને શીખવ્યું; વિદ્યાથી તે બાબત તક કરે યા તો વિશેષ ચર્ચા કરે તો શિક્ષક એમ જવાબ આપે કે મેં તો મને જેવું મળ્યું તેવું જ શીખવ્યું, એ અંગે મેં પણ મારા અધ્યાપક પાસે કઈ તક નહીં કરેલો અથવા વિશેષ સમજણ નહીં માંગેલી, એટલે તમે પણ આ અંગે કોઈ તક ન કરે. આમ કહેનાર અધ્યાપક કે શિક્ષક પેલા બ્રાહ્મણ જે અજ્ઞાન છે અને ભણાવવાને અધિકારી છે. આથી ઊલટું, જે શિક્ષક, ઈ–તપાસીને ગાયને દાનમાં લેનાર ચતુર બ્રાહ્મણની પેઠે, પોતાના ગુરુ પાસેથી વિદ્યા મેળવતાં માત્ર શબ્દસ્પશી જ ન રહે પણ વિશેષ તક અને મનન-ચિંતન કરીને મૂળ વાત વિષે અનેક માહિતી મેળવે અને છાત્રોને પણ કેવળ શબ્દસ્પશી ન બનાવતાં તર્કને ઉપયોગ કરવાનું સૂચન કરે તથા નવી નવી હકીકતોને શોધવાની તક આપે તથા તુલનાત્મક પદ્ધતિની સમજણ આપીને વિશેષ શોધ કરવા પ્રેરણું આપે અને કેવળ પ્રાચીન લોકેના શબ્દો ઉપર જ અંધ વિશ્વાસ રાખવાની વાતને ગૌણ રાખે, તે શિક્ષક વિદ્યા દેવાને પૂરે અધિકારી છે. વળી, ગુરુએ કે શિક્ષકે આપેલ પાઠને જ્યારે છાત્ર ગોખતો હોય ત્યારે શિક્ષકને એમ જણાય કે છાત્ર ખોટું ગેખે છે અથવા ખોટું વિચારે છે ત્યારે શિક્ષક વિદ્યાર્થીને સૂચન કરે કે–“ભાઈ, તું તો ખોટું ગેખે છે અને વિચારે છે પણ ખોટું !" આ સાંભળી છાત્ર ચિડાઈને કહે કે " સાહેબ તમે જ મને આમ શીખવેલ છે અને આમ વિચારવાની ભલામણ કરેલ છે, છતાં તમે કેમ ફરી જાઓ છે અને મારી ભૂલ બતાવે છે ?" આ સાંભળી શિક્ષક ગુસ્સે થઈ જાય અને વિદ્યાર્થીને કહે કે “અલ્યા! તારે ભણવામાં ધ્યાન તે રાખવું નથી અને મારી ભૂલ કાઢવી છે, આ તું નાલાયક છે એની તો મને આજે જ ખબર પડી.”—આમ એ બને ઝઘડો ઊભું કરે અને ન બોલવાનું બોલવા માંડે તો એવો છાત્ર તો અયોગ્ય લેખાય જ, પણ શિક્ષક પણ વિદ્યા દેવાની ભૂમિકા વગરને છે એમ સમજવું. આથી વિપરીત, જ્યારે વિદ્યાર્થી શિક્ષકની સરતચૂકની વાત કરે ત્યારે શિક્ષક નમ્રપણે એમ કહે, “ભાઈ! સંભવ છે કે તને ભણાવતી વખતે મારું ધ્યાન ન રહ્યું હોય અને બેટો પાઠ અપાયે હોય તથા આમ ચિંતન કરવાની ભલામણમાં પણ મારી ભૂલ થઈ હોય, પણ ભાઈ! ખરો પાઠ આમ છે અને તેનું ખરું ચિંતન આમ કરવું જોઈએ. –આમ કહેનારે આ જાતને નમ્ર ગુરુ કે શિક્ષક વિદ્યા દેવાને ખરો અધિકારી છે. આ રીતે આ નાના લેખમાં શિષ્ય અને ગુરુની યેગ્યતા તથા અગ્યતા વિષે જે વિવેચન પંડિત શ્રી બેચરદાસજી દેશી પાસે અભ્યાસ કરતી વખતે મને મળેલું તે અહીં રજુકરેલ છે. ભૂલ માટે ક્ષમા માંગું છું, તથા ભૂલની મને જાણ કરવાની પ્રાર્થના કરું છું.