SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 324] જ્ઞાનાંજલિ પાંચસો બ્રાહ્મણો વેદપાઠ કરતા તેવી હકીક્ત પ્રબંધામાં મળે છે–આ બધી હકીકતો ઉપરથી વસ્તુપાલમાં પરસંપ્રદાય પ્રત્યે તે તે સંપ્રદાયની પરંપરાને અનુરૂપ નિછ આદર હતો તે સ્પષ્ટ થાય છે. રાજ્ય કે દેશના મુખ્ય રાજપુરુષોએ કેમ વર્તવું જોઈએ, તે માટે વસ્તુપાલ ખરેખર દાખલારૂપ એટલે કે આદર્શ સમાન છે. સ્વધર્મસ્થાનની સાથે સાથે પરધર્મસ્થાનના નિર્માણ આદિ હકીકતોને પણ સમદ્રષ્ટા વસ્તુપાલની ઉચ્ચ પ્રકારની ધર્મગાથા કહી શકાય. - આ લેખમાં પ્રસંગે પ્રસંગે આવતી તથા અન્યત્ર પણ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થતી વસ્તુપાલસંબધિત વિદ્યા પ્રત્યેની અને વિદ્વાન પ્રત્યેની ભક્તિ વગેરે હકીકત તેમ જ નરનારાયણનન્દમહાકાવ્ય જેવા પ્રાસાદિક ગ્રંથની રચના કરવી વગેરે બાબતોને વસ્તુપાલની વિદ્યાગાથા કહી શકાય. આજે વરતુપાલના સંબંધમાં જેટલી વિવિધ સામગ્રી ઉપલબ્ધ છે તેટલી ભાગ્યે જ ગુજરાતના કઈ બીજા ઐતિહાસિક પુરુષની મળતી હશે. યત્ર તત્ર પ્રસિદ્ધ થયેલી વિપુલ સામગ્રીના આધારે આવા વિધવિરલ પુણ્યશ્લોક મહામાત્યના જીવનનાં વિવિધ પાસાંને ચોમેરથી ચચીને એક ગ્રંથ લખાય તે તે એક ઉધ્યોગી, પ્રેરક અને મહત્ત્વનું કાર્ય ગણાશે. આ લેખમાં આપેલા બે શિલાલેખોની ફોટોકોપી આપવા બદલ શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટકર્તાઓને તથા દશ પ્રશસ્તિલેખવાળી હસ્તલિખિત પ્રતિનો ઉપયોગ કરવા આપવા બદલ શ્રી લાવણ્યવિજયજી જૈન જ્ઞાનભંડાર(રાધનપુર)ના વહીવટકર્તાઓને ધન્યવાદ આપીને પ્રસ્તુત લેખ પૂર્ણ કરું છું. ઇતિ. [‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ, સને 1968 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230162
Book TitlePunya Shloka Mahamatya Vastupalna Aprasiddha Shilalekho tatha Prashastilekho
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy