________________ પુજ્ય મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખ તથા પ્રશરિતલેખ [ 323 આજે પ્રચુર માત્રામાં ઉપલબ્ધ થતી પુણ્યક મહામાત્ય વસ્તુપાલસંબંધિત સમગ્ર સામગ્રીને જોતાં તે વીરગાથા, દાનગીથા, ધર્મગાથા અને વિદ્યાગાથાનો સાચો અધિકારી હતા એમ સ્પષ્ટ જણાય છે. આ હકીક્તને ટૂંકમાં પરિચય આ પ્રમાણે છે : : : : - અન્યાન્ય યુદ્ધમાં સફળ યોદ્ધા તરીકેની કામગીરી, શંખપ આદિ રાજાઓનો પરાજય કરે તેમ જ બુદ્ધિ-શક્તિથી રાજ્યવહીવટનું સંચાલન: આ વસ્તુને વસ્તુપાલની વીરગાથા કહી શકાય. દીન-હીન-દુઃખી જનોને અનુકંપાદાન આપવું, સાર્વજનિક ઉપયોગ થાય-લાભ લેવાય—તેવાં સ્થાને દા.ત., કૂવા, વાવ, તળાવો, પરબ, સત્રાગારસદાવ્રતો વગેરે બંધાવવા અને વિદ્યાના બહુમાનરૂપે વિદ્વાનોને પુરસ્કારરૂપે ભક્તિભાવપૂર્વક દાન આપવું–આ વસ્તુને વરતુપાલ દાનધર્મ કહી શકાય. આબુ–દેલવાડાનાં વિશ્વવિખ્યાત મંદિરનું નિર્માણ; શત્રુંજય ઉપર ઇન્દ્રમંડપ, નંદીશ્વરાવતાર, રતંભ નકતાવતાર, શકુનિકાવિહારાવતાર, સત્યપુરતીથવતાર, ઉજયંતાવતાર, અવકન સાંબ-પ્રદ્યુમ્નઅંબાનામગિરનારશિખચતુષ્કાવતારનાં પ્રતીકરૂપે તે તે તીર્થાદિનું નિર્માણ, ગિરનાર ઉપર અષ્ટાપદાવતાર, સમેતશિખરાવતાર, શત્રુજયાવતાર, સ્તંભન તીર્વાવતારના પ્રતીકરૂપે તે તે તીર્થનું નિર્માણ; ધોળકા વગેરે સ્થળોમાં નવીન જિનમંદિરનું નિર્માણ; શ્રીપંચાસર પાર્શ્વજિનમંદિર (પાટણ), શ્રી પાર્શ્વજિનમંદિર તથા શ્રીયુગાદિજિનમંદિર (ખંભાત); વ્યાધ્રપલ્લી–વાઘેલનું જિનમંદિર, શ્રી આદીશ્વરજિનમંદિર તથા અંબિકા મંદિર (કાસહદતીર્થ); વલભી(વળા)નું શ્રીયુગાદિજિનમંદિર આદિ અનેક જિનમંદિરનો જીર્ણોદ્ધાર; અનેક જિનમંદિરમાં વિવિધ જિનબિંબોનું પ્રતિષ્ઠાન, ધોળકા, ખંભાત વગેરે સ્થળોમાં નવા ઉપાશ્રયોનું નિર્માણ ભરૂચ વગેરે રથળોનાં મંદિરોમાં સુવર્ણદંડાદિ ચડાવવા; શત્રુંજય, ઉજજયંતાદિ અનેક તીર્થોની અનેકશઃ યાત્રા કરવી; સાત ગ્રંથભંડારે લખાવવા—આ બધી હકીકતોને વસ્તુપાલની ધર્મગાથા કહી શકાય. ભાળવાને સુભટવર્મા નામનો રાજા ડભોઈના વૈદ્યનાથના શિવાલયના સુવર્ણ કળશો લઈ ગયો હતો તેના સ્થાનમાં વસ્તુપાલે નવા સુવર્ણ કળશ સ્થાપ્યા હતા; ખંભાતમાં ભીમનાથના શિવાલયમાં સુવર્ણ દંડ અને સુવર્ણકલશ ચઢાવ્યા; ભટ્ટાદિત્ય-સૂર્યની પ્રતિમાને સુવર્ણમુકુટ કરાવ્યો અને તે જ ભટ્ટાદિત્યની પૂજા માટે વહક નામના વનમાં કૂવો કરાવ્યો; સ્વયંભૂ વૈદ્યનાથનું અખંડમંડપવાળું શિવાલય બંધાવ્યું," બકુલાદિત્ય-સૂર્યના મંદિરમાં ઊંચો મંડપ કરા; ધોળકામાં રાણકભદ્વારકના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે પ્રભાસમાં સોમનાથની ભક્તિપૂર્વક પૂજા કરી;૮ નગરા ગામમાં સંવત ૯૦૩ની સાલમાં અતિવને લીધે પડી ગયેલા સૂર્યમંદિરમાં સૂર્યપત્ની રન્નાદેવીની મૂર્તિ તૂટી ગઈ તેથી તેના સ્થાને પોતાની પત્ની લલિતાદેવીના પુણ્યસૌભાગ્યનિમિત્તે સંવત ૧૨૯૨માં રન્નાદેવીની ર્તિ બનાવી, જે સંબંધી શિલાલેખ આજે પણ સુરક્ષિત છે, તેમ જ વસ્તુપાલ તરફથી રોજ 1--0, આ સાત ટિપ્પણીઓવાળી હકીકતો હકકર અરસિંહકૃત સુકૃતસંકીર્તન, આચાર્યશ્રી ઉદયપ્રભસૂરિરચિત કીતિ કલ્લોલિની, શ્રી નરેન્દ્રપ્રભસૂરિચિત વતુપાલપ્રશસ્તિ આદિ વરતુપાલના સમયની જ રચનાઓમાં સવિસ્તર વર્ણવેલી છે. 8. આ હકીકત ગૂર્જરેશ્વરપુરાહિત સેમેશ્વરદેવરચિત કીર્તિકૌમુદીમાં મળે છે. પૃ૪ 180, લેખ 2. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org