Book Title: Punya Shloka Mahamatya Vastupalna Aprasiddha Shilalekho tatha Prashastilekho
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 1
________________ આ છે. પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખે તથા પ્રશસ્તિ લેખો [તીથાધિરાજ શત્રુજ્ય ઉપરથી મળેલ બે શિલાલેખો તથા દસ ગ્રંથસ્થ પ્રશસ્તિલેખ.] આ લેખમાં ગૂર્જરેશ્વર મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ સંબંધી અદ્યાવધિ અપ્રસિદ્ધ બે શિલાલેખો અને દસ પ્રશસ્તિ લેખો આપવામાં આવ્યા છે. ઉપર જણાવેલા બન્ને શિલાલેખો એક જ દિવસે લખાયેલા છે અને એક જ સ્થાનમાંથી મળી આવ્યા છે, તેથી આ બે શિલાલેખો વસ્તુપાલ-તેજપાલે તીર્થાધિરાજ શત્રુંજયગિરિ ઉપર કરાવેલી પળના જ છે તે નિશ્ચિત થાય છે. બીજા શિલાલેખમાં શત્રુંજય ઉપર શ્રી આદીશ્વર ભગવાનના મંદિરની સામે પોળ કરાવ્યાને ઉલ્લેખ છે તેથી એમ લાગે છે કે આજે જેને વાઘણપોળ કહે છે તે પિળના રથાને વસ્તુપાલ-તેજપાલની કરાવેલી પિળ હોવી જોઈએ. પ્રસ્તુત શિલાલેખો પણ વાઘણપોળના સમારકામમાંથી મળી આવ્યા છે તેથી પણ આ હકીકત વધારે સ્પષ્ટ થાય છે. વસ્તુપાલ-તેજપાલે કરાવેલી પોળ ક્યારે કર્ણ-શીર્ણ થઈ હશે ? તેનો જીર્ણોદ્ધાર કે તેના સ્થાને નવીન પોળ ક્યારે થઈ? અને નવી થયેલી પોળનું “વાઘણપોળ’ નામ કેમ થયું?—આ હકીકત હવે શોધવી રહી. અસ્તુ. પહેલા શિલાલેખ સંસ્કૃત પદ્યમય છે. બીજા શિલાલેખની રચના સંસ્કૃત ગદ્ય-પદ્યમય છે. બને શિલાલેખોમાં આવતાં કેટલાંક પદ્યો ગૂર્જરેશ્વરપુરહિત સોમેશ્વરદેવવિરચિત લૂણુસહી-(આબૂ)-પ્રશસ્તિલેખ, શ્રી ઉદયપ્રભસૂરિવિરચિત સુકૃતકીર્તિ કલ્લોલિની, શ્રી અરસિંહ ઠકકરવિરચિત સુકૃતસંકીર્તન, અને શ્રી નરેન્દ્રપ્રભસૂરિકૃત વસ્તુપાલપ્રશસ્તિ આદિમાં મળે છે, તેથી આ શિલાલેખોનો પઘવિભાગ વસ્તુપાલસંબંધિત સાહિત્યમાંથી લેવાય છે તે નિશ્ચિત થાય છે. પહેલા શિલાલેખમાં વસ્તુપાલ-તેજપાલની સંક્ષિપ્ત યશોગાથા છે, અને તે બીજા શિલાલેખની પૂર્વભૂમિકારૂપ છે. આથી એ સ્પષ્ટ થાય છે કે વસ્તુપાલ-તેજપાલે અવિરતપણે લક્ષ્મીને સદ્વ્યય કરવામાં પાછી પાની નહોતી કરી; તેમ જ તેઓ યુદ્ધભૂમિમાં જયવંતા યોદ્ધા હોવા ઉપરાંત ઉત્તમ કોટિના રાજનીતિજ્ઞ હતા. બીજા શિલાલેખની મુખ્ય ચાર હકીકતો આ પ્રમાણે છે : જ્ઞાનાં. ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4