________________ [68]ewedessesC/hheeeeeeee eeeeeeeeeeeeee ફૂલાણી અને સૌરાષ્ટ્રમાં રા’ વિશ્વવરાહ, રા’ ગ્રહરિપુ, રા નવઘણ, ખેંગાર વગેરે રાજાઓ આ વંશમાં પ્રખ્યાત થઈ ગયા છે. ગણતંત્રને શ્રમ - ઇતિહાસને એક ભ્રમ : બૌદ્ધ કથાનકને આધારે પરદેશી ઈતિહાસ લેખકોએ પિતાના સ્વાર્થ ખાતર એક ભ્રમ ફેલાવે છે કે, વૈશાલીનું રાજ્ય પ્રજાએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ મારફત ચાલતું હતું, અને તે એક ગણરાજ્ય હતું, પરંતુ આ હકીકત સાચી નથી. સાચી હકીકત તે એ છે કે, વૈશાલીનું રાજ્ય રાજાસત્તાક જ હતું અને શ્રી ચેટક રાજા અથવા શ્રી ચેડા મહારાજા તેના સ્વતંત્ર રાજવી હતા. અને તે સમયે તેમની પડોશમાં 9 મલ્લવી અને - લિચ્છવી રાજ્ય હતાં. આ 9 મલ્લવી અને 9 લિચ્છવી અને એક વૈશાલીનું એમ 19 રાજ્યના રાજવીઓએ એક રાજવીમંડળ (નજદીકના ભૂતકાળમાં સૌરાષ્ટ્રના રાજાઓએ બનાવેલું હતું, તેવું એક ફેડરેશન રૂપનું ગણતંત્ર) બનાવેલું હતું અને શ્રી ચેટક મહારાજા આ રાજવી મંડળના પ્રમુખ હતા. આ 19 રાજ્યોને એક ગણ કહેવાતું હતું અને આ રાજ્ય ગણતંત્રના સભ્ય હતા. પરંતુ આમાંથી કોઈ પણ રાજવી પ્રજા દ્વારા ચૂંટાયેલ નહોતે. પરંતુ મોટે ભાગે બધા વારસાગત રાજ્યના સ્વામીઓ હતા. આમ આ 19 માંનાં બધાં જ રાજ્ય પ્રજાસત્તાક નહિ, પરંતુ રાજાસત્તાક જ હતાં. किमाह बधण वीरा? किंवा जाण' ति उद्दई ? चित्तमतमचित वा, परिगिज्झ किसामयि / મન યા ૩yગાળા, જીવ ટુવા ન મુરડું वित्त सोयरिया चेव, सञ्वमेव न ताणई / सखाऐ जीव चेव, कम्मुणा उ तिउट्टई / / - શ્રી સૂરજહાંના પ્રશ્ન : મહાવીર પ્રભુ ! બંધન કેને કહે છે? અને શું જાણવાથી એ બંધન તૂટે છે ? ઉત્તર : હે આયુષ્યમાન ! જ્યાં સુધી જીવ ચેતન અથવા જડને અલ્પ પ્રમાણમાં પણ પરિગ્રહ કરે છે, અથવા બીજાઓ દ્વારા કરાતા પરિગ્રહને અનુમોદન આપે છે, ત્યાં સુધી એ દુ:ખથી મુક્ત થઈ શકતું નથીધન અથવા કુટુંબ ગમે તેટલું વિપુલ હોય, પણ એ બધું જીવને દુ:ખમાં સહાય કરી શકતું નથી. તેવી જ રીતે આયુષ્ય પણ ચંચળ છે, એ ઉપકમ ક્રિયાથી તૂટી જાય છે. એટલે આ વિચારીને બંધનને ત્યાગ અને સંયમ-સાધનાથી કર્મોનો નાશ કરી દેવો જોઈએ. ADS શ્રી આર્ય કદયાણા ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org