SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ .of.shemist, she topichand Meghdha e ested togets upse dos ••••••oode oa૬૭] સંવત ૧૮૧૫ ની આસપાસ શ્રી પદમશી શેઠે તથા વિકમના ૧૭ મા સૈકામાં એક ખત્રીએ કરેલી બે વખતની મુસાફરીને અહેવાલ વાંચતાં, ત્યાં ૭૬૦ શિખરબંધ જૈન મંદિર તથા યાદવવંશી રાજા વગેરેના અહેવાલ તથા મુસાફરીના માર્ગ પરથી લાગે છે કે, તારાતંબેળ નગર દ્વારિકા જવાના માર્ગમાં લેવું જોઈએ. વળી, ત્યાં યાદવવંશી રાજા હોવાથી એ અનુમાન વધુ પ્રમાણભૂત લાગે છે. કારણ કે, આજથી પંદર સો વર્ષ પહેલાં કોઈ યાદવવંશી પ્રજા જણાતી નથી. અને હાલમાં સૌરાષ્ટ્રમાં વસતા તેમ જ જૂનાગઢના રાજાઓ રાખેંગાર, રા નવઘણ, રાવિશ્વવરાહ વગેરેના પૂર્વજો ઈ. સ. ના સાતમા સિકા સુધી મિશ્ર દેશ (મિસર-ઈ જિપ્ત) ના શેણિતપુર (લેહકોટ) નગરમાં વસતા હતા. અને મહમ્મદ પયગંબરના સમયમાં શ્રી દેવનુ નામે રાજા રાજ કરતા હતા. આરબો સાથેની લડાઈમાં આ રાજાના પુત્રે હારી જવાથી ગજપત, નરપત અને ભૂપત નામના ત્રણ પુત્રોએ ભારતમાં આવીને વસવાટ કરે છે. આરબ અને યહૂદી – યાદવકુળના વંશજો : વળી આર અને યહૂદીઓ એક જ વંશમાંથી ઉતરી આવેલા છે અને તેમના પૂર્વજો યાદવ કુળમાંથી ઊતરી આવેલા જણાય છે. સાંભળવા અને જાણવા મુજબ આરબ શ્રી કૃષ્ણને પોતાના પૂર્વજ માને છે અને કેટલાક અરબી મુસલમાને શ્રી કૃષ્ણની છબી પણ પોતાના ઘરમાં રાખે છે અને છબી સન્મુખ ધૂપ અને દી પણ કરે છે. (આ હકીક્ત એક મુસલમાન કામદાર તરફથી જાણવા મળી છે.) શ્રી જીવત સ્વામી પ્રભુની પ્રતિમા જે હાલમાં મહુવા બંદરના શહેરમાં બિરાજમાન છે, તે પ્રતિમાજી મહંમદ પયગંબરના સમય સુધી મક્કા શહેરના એક મંદિરમાં બિરાજમાન હતાં અને અરબસ્તાનમાં ધર્મ પરિવર્તન થવાથી મહુવા બંદરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. ( આ હકીકત પણ એક જૈન ઇતિહાસનું પુસ્તક જેનું નામ મને હાલ યાદ રહ્યું નથી, તેમાં વાંચવામાં આવેલી હતી. ) આ સઘળી હકીકતનો સમગ્ર રીતે વિચાર કરતાં જણાય છે કે, મૂળ દ્વારિકાનું પતન થવાથી ત્યાંથી બચેલી શેષ પ્રજાએ સ્થળાતર કરતાં કરતાં તારાતંબેળ નગરીમાં વસવાટ કરેલ હોય અને ત્યાંથી પણ કેટલીક પ્રજાએ કાળાંતરે આગળ વધીને મિશ્ર (મિસરઈજિપ્ત) દેશમાં વસવાટ કરીને રાજ્ય પણ સ્થાપ્યું હતું. અને ત્યાંથી ઈસ્લામ ધર્મ નહીં સ્વીકારનાર યાદવે ઈ. સ. ના છઠ્ઠા – સાતમા સૈકામાં ભારતમાં આવીને વસેલા છે, અને કરછ તથા સૌરાષ્ટ્રમાં તેમણે પોતાના રાજ્યની સ્થાપના કરેલી છે. કચ્છમાં લાખે આ શ્રઆર્ય કલ્યાણા ગામસ્મૃતિગ્રંથ છE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230161
Book TitlePanchma Arani Sharuatma Manushyani Chalwani Shakti Maryada
Original Sutra AuthorN/A
AuthorRamanbhai B Shah
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size620 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy