Book Title: Panchma Arani Sharuatma Manushyani Chalwani Shakti Maryada Author(s): Ramanbhai B Shah Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 1
________________ પાંચમા આરાની શરૂઆતમાં મનુષ્યની ચાલવાની શક્તિ. શ્રી રમણલાલ અખાભાઈ શાહ 1 [આ લેખમાં લેખક વિચારપ્રેરક સામગ્રી રજૂ કરે છે. લેખક ઉત્તમ સંધયણવાળા મનુષ્યની ચાલવાની શક્તિ વિશેષવિશેષ હોય તે તબદ્ધ શૈલીમાં દૃષ્ટાંતા આપી સમજાવે છે. વળી જૈન સાહિત્યમાં આવતાં મા। આત્માંગુલ અને પ્રમાણાંગુલના ખ્યાલ આપે છે. દ્વારિકા નગરીના વિસ્તાર નેમિનાથ પ્રભુના સમયમાં સેકડો માઇલના હતા. એ ખ્યાલ લેખક બહુ રાચક શૈલીમાં આપે છે. આ પછી લેખક ગણરાજ્યા પ્રજાતંત્રો હતાં, એવા ઐતિહાસિક ભ્રમ દૂર કરે છે. પ૬ કરોડ યાદવેા દ્વારિકા નગરીમાં કેવી રીતે સમાઈ શકે, આ પ્રશ્નને લેખક આ માપા દ્વારા ઉકેલ દર્શાવે છે. મહુવાના જિનપ્રાસાદમાંની જીવંત સ્વામીની પ્રતિમા અરબસ્તાનથી આવી છે ને હાલ એ જ વિદ્યમાન છે. એટલે અરબસ્તાન સુધી જૈનધમી ઓની વસતી હતી, એવી અપૂર્વ વિગતે આ લેખમાં વાંચવા મળે છે. લેખક છ આરાઓની વિવિધ પરિસ્થિતિને પણ પોતાના તર્કને પુષ્ટ કરવામાં ઉપયોગ કરે છે. લેખકે આ લેખ વિચાર પ્રેરે એ શૈલીમાં લખ્યા છે. ઐતિહાસિક પ્રમાણેાના વિચાર વાચકે યથાસ્થાને કરવાને છે. દક્ષિણ ભારતના વિસ્તાર આફ્રિકાના માડાગારકર ટાપુ સુધી જમીનરૂપે વિસ્તારેલા હતા. એ જમીનમાં માનવજાત આદિમાં ઉત્પન્ન થયેલી, એવું ભૂગોળવેત્તાએ માને છે. આથી લેખકના તર્કો વિચારવા યોગ્ય જરૂર છે. સંપાદક ] Jain Education International સામાન્ય રીતે, હાલમાં જૈન સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે, ચેાથા આરાના અંત સમયે તથા પાંચમા આરાની શરૂઆતમાં મનુષ્યની ચાલવાની શક્તિ દરરાજના ૧૦૦ થી ૧૨૫ માઈલ ડાઈ શકે. પરંતુ આ પ્રચલિત માન્યતા ઉપર વિશેષપણે વિચાર કરવાની ખાસ આવશ્યકતા છે, અને તેને માટે નીચે જણાવેલા ખાસ મુદ્દાએ ખૂબ ધ્યાનમાં રાખવા જેવા છે. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7