Book Title: Panchma Arani Sharuatma Manushyani Chalwani Shakti Maryada
Author(s): Ramanbhai B Shah
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 5
________________ I૬૬low how-to- sessessedsears. As soon as heldlessle •••••••••••••• સમયની ઊંચાઈ કરતાં લગભગ છ ગણી) હેવાથી ચાલવાની શક્તિ પણ ઘણી વિશેષ હતી. આ હકીકત પણ સ્પષ્ટ કરે છે કે, શ્રી મહાવીર સ્વામીના સમય કરતાં શ્રી આદિનાથ પ્રભુના સમય સુધી દરરોજની ચાલવાની શક્તિ ઉત્તરોત્તર વધુ ને વધુ હતી. આપણે જાણીએ છીએ કે, પ્રભુ શ્રી નેમિનાથ સ્વામીના સમયમાં દ્વારિકા નગરીમાં પ૬ કોટિ યાદ રહેતા હતા. આ હકીકતે હાલના કાળમાં આપણી બુદ્ધિમાં ઊતરતી નથી. કેટલીક વખતે આપણે કોટિ શબ્દના જુદા જુદા અર્થ પણ તારવીએ છીએ. હકીકતમાં, આ સ્થાને “કેટિ શબ્દનો અર્થ કરોડ જ થાય છે. અને તે સમયે ૫૬ કરોડ યાદવે અને ૧૬ કરોડ બીજી પ્રજા મળીને, દ્વારિકા નગરીના કોટના વિસ્તારની અંદર જ ૭૨ કરોડ માન રહેતા હતા, અને નગર બહારના પરાં વિસ્તારમાં બીજા ૪૮ કરોડ માણસો રહેતા હતા. પરાં વિસ્તાર સહિત દ્વારિકા નગરીની કુલ વસ્તી ૧૨૦ કરોડની હતી. હવે, આ પ૬ કરોડની વસ્તી કેવી રીતે નગરીમાં સમાઈ શકે તે જોઈએ. દ્વારિકા નગરીના આત્માંગુલથી ક્ષેત્રફળની ગણના ૮૬૪ x ૬૪૮ = ૫,૫૯,૮૭૨ ચેરસ માઈલ થાય, એટલે લગભગ સાડા પાંચ લાખ ચોરસ માઈલ ક્ષેત્રફળ થાય. હવે આજનું મુંબઈ શહેર આશરે ૪૦ માઈલ લાંબું અને ૫ માઈલ પહોળું છે, એટલે ૪૦ ૪ ૫ = ૨૦૦ ચો. માઈલ ક્ષેત્રફળ ધરાવે છે. હાલમાં, મુંબઈની વસતી આશરે ૬૦ લાખની છે. જે ૨૦૦ ચોરસ માઈલ ક્ષેત્રફળવાળા મુંબઈ શહેરમાં ૬૦ લાખ માણસો સમાઈ શક્તા હોય, તે ૫ ૧/૨ લાખ ચોરસ માઈલના ક્ષેત્રફળવાળી દ્વારિકા નગરીમાં ૭૨ કરોડ માણસે સહેલાઈથી સમાઈ શકે, તેમાં કાંઈ જ આશ્ચર્ય જેવું નથી. સાદી સમજથી આ હકીકત સમજી શકાય તેમ છે. વસ્તુતઃ આપણે શાસ્ત્રનિર્દિષ્ટ હકીકતોને શાસ્ત્રકથિત સિદ્ધાંતને આધારે જ સાજવા પ્રયત્ન કરીએ, તે દરેક હકીકત સારી રીતે સમજી શકાય તેવી જ હોય છે. ફક્ત તે નિદેશેને આજની પ્રચલિત માન્યતાના માપથી માપવી જોઈએ નહિ. મૂળ દ્વારિકા નગરીનું સંભવિત સ્થાન વૃદ્ધ પુરુષોની પાસેથી સાંભળવા મુજબ હાલમાં જે દ્વારિકા નગરી છે, તે લગભગ ૨૭ મી વખત વસેલી છે. અગાઉની ૨૬ દ્વારિકાએ દ્વૈપાયન કષિ જે દેવ થયેલા તેમણે બાળેલી છે અને સમુદ્ર તેને બાળીને ડારેલી છે. આ છવ્વીસે દ્વારિકા નગરીઓ અલગ અલગ સ્થાને વસેલી હતી અને મૂળ દ્વારિકા નગરી આફ્રિકા ખંડને દક્ષિણ કિનારે આવેલ “કંપ ઑફ ગુડ હોપ” ભૂશિરથી ઘણે દૂર નૈવત્ય ખૂણે આવેલી હોય તેમ જણાય છે. આ દ્વારિકા નગરી જવાને ૨-તે આવે, તેમાં વચમાં જ તારાતં બળ નગર આવેલું હોવાની મારી ધારણા છે. ADS ( શ્રી આર્ય કથાશગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7