Book Title: Panchma Arani Sharuatma Manushyani Chalwani Shakti Maryada
Author(s): Ramanbhai B Shah
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Catalog link: https://jainqq.org/explore/230161/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પાંચમા આરાની શરૂઆતમાં મનુષ્યની ચાલવાની શક્તિ. શ્રી રમણલાલ અખાભાઈ શાહ 1 [આ લેખમાં લેખક વિચારપ્રેરક સામગ્રી રજૂ કરે છે. લેખક ઉત્તમ સંધયણવાળા મનુષ્યની ચાલવાની શક્તિ વિશેષવિશેષ હોય તે તબદ્ધ શૈલીમાં દૃષ્ટાંતા આપી સમજાવે છે. વળી જૈન સાહિત્યમાં આવતાં મા। આત્માંગુલ અને પ્રમાણાંગુલના ખ્યાલ આપે છે. દ્વારિકા નગરીના વિસ્તાર નેમિનાથ પ્રભુના સમયમાં સેકડો માઇલના હતા. એ ખ્યાલ લેખક બહુ રાચક શૈલીમાં આપે છે. આ પછી લેખક ગણરાજ્યા પ્રજાતંત્રો હતાં, એવા ઐતિહાસિક ભ્રમ દૂર કરે છે. પ૬ કરોડ યાદવેા દ્વારિકા નગરીમાં કેવી રીતે સમાઈ શકે, આ પ્રશ્નને લેખક આ માપા દ્વારા ઉકેલ દર્શાવે છે. મહુવાના જિનપ્રાસાદમાંની જીવંત સ્વામીની પ્રતિમા અરબસ્તાનથી આવી છે ને હાલ એ જ વિદ્યમાન છે. એટલે અરબસ્તાન સુધી જૈનધમી ઓની વસતી હતી, એવી અપૂર્વ વિગતે આ લેખમાં વાંચવા મળે છે. લેખક છ આરાઓની વિવિધ પરિસ્થિતિને પણ પોતાના તર્કને પુષ્ટ કરવામાં ઉપયોગ કરે છે. લેખકે આ લેખ વિચાર પ્રેરે એ શૈલીમાં લખ્યા છે. ઐતિહાસિક પ્રમાણેાના વિચાર વાચકે યથાસ્થાને કરવાને છે. દક્ષિણ ભારતના વિસ્તાર આફ્રિકાના માડાગારકર ટાપુ સુધી જમીનરૂપે વિસ્તારેલા હતા. એ જમીનમાં માનવજાત આદિમાં ઉત્પન્ન થયેલી, એવું ભૂગોળવેત્તાએ માને છે. આથી લેખકના તર્કો વિચારવા યોગ્ય જરૂર છે. સંપાદક ] સામાન્ય રીતે, હાલમાં જૈન સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે, ચેાથા આરાના અંત સમયે તથા પાંચમા આરાની શરૂઆતમાં મનુષ્યની ચાલવાની શક્તિ દરરાજના ૧૦૦ થી ૧૨૫ માઈલ ડાઈ શકે. પરંતુ આ પ્રચલિત માન્યતા ઉપર વિશેષપણે વિચાર કરવાની ખાસ આવશ્યકતા છે, અને તેને માટે નીચે જણાવેલા ખાસ મુદ્દાએ ખૂબ ધ્યાનમાં રાખવા જેવા છે. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ babhi baharshidhhhhhhhhhhhhhhhhhhsht [$3] જેવી રીતે હાલની ઊંચાઇ ા થી ૪ હાથ, તેના કરતાં ચેાથા આરાના અંતિમ સમયની ઊંચાઈ ૭ હાથની છે, તે હાલની ઊંચાઈ કરતાં લગભગ બમણી છે, તે કારણે તે વખતની ચાલવાની શક્તિ પણ લગભગ બેવડી માનવામાં આવે છે. તેવી જ રીતે હાલના છઠ્ઠા સંધયણ, સેવા સંઘયણને પહેલાં વઋષભનારાચ સંધયણુ હતુ, તેની શક્તિ પણ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. છેલ્લા, છેવટ્ટ' ( છઠ્ઠું સેવા) સંધયણુ કરતાં પહેલા વઋષભનારાચ સંધયણને કારણે ચાલવાની શક્તિ અનેકગણી વધી જાય છે. છઠ્ઠા સંઘયણુ કરતાં પાંચમા સંઘયણની, પાંચમા કરતાં ચેાથાની, ચેાથા કરતાં ત્રીાની, ત્રીજા કરતાં બીજાની અને બીજા કરતાં પહેલાની ચાલવાની શક્તિ ઉત્તરાત્તર વધતી જાય છે. અને તેથી છઠ્ઠા સંઘયણ કરતાં પહેલા સંઘયણની ચાલવાની શક્તિ લગભગ ૨૦ થી ૨૫ ગણી હાવાના સંભવ માની શકાય અને તેથી તે કાળમાં મનુષ્યની ચાલવાની શક્તિ દરરોજ ૧,૦૦૦થી ૧,૨૦૦ માઈલની સામાન્યપણે માની શકાય. હાલમાં, ( વિ. સં. ૨૦૩૩, ઈ. સ. ૧૯૭૭ ) મનુષ્યની દરરેાજની ચાલવાની શક્તિ ૪૦ માઈલની રહેલી જ છે. (અલબત, બધા મનુષ્યે દરરોજના ૪૦ માઈલ ચાલતા નથી કે ચાલવાની શક્તિ ધરાવતા ચે નથી. (પરંતુ અત્યારે પણ, કેટલાક મનુષ્યે એવા છે કે, જેઓ દરરોજના ૪૦-૫૦ માઈલ ચાલવાની શક્તિ ધરાવે છે. ) દરરોજ ૨૫ થી ૪૦ માઈલ સુધીના વિદ્ગાર કરનારા મુનિરાજો હાલમાં પણ વિદ્યમાન છે. જ્યારે આજથી ૫૦-૬૦ વરસ પહેલાં એક જ દિવસમાં ૭૦-૮૦ માઈલ ચાલવાના બનાવે અનેલા છે. કેટલાક ચેાર, લૂટારાએ તે એક જ રાત્રિમાં ૧૦૦ માઈલ દૂર નાસી ગયાના બનાવે અનેલા છે. તદુપરાંત, (૧) ઈ. સ. ૧૯૬૦ લગભગમાં એક માણસ કેરળથી મુંબઈ ( લગભલ ૧,૦૦૦ માઈલ ) ૧૪ દિવસ પગે ચાલીને પહાંચી ગયેલ હતા. ( ૨) મેન્સન એહસ્ટ નામના એક નેવેજિયન ઈ. સ. ૧૮૩૩માં મુનચેનથી ગ્રીસ સુધીનું ૨,૦૦૦ માઈલનું અંતર ૨૪ દિવસમાં તથા ઈસ્તંબુલથી કલકત્તા સુધીનું આવવાનું અને જવાનુ` મળીને ૬,૨૫૦ માઇલનું અંતર ૫૯ દિવસમાં કાપી ગયેલા. [‘સંદેશ’. તા. ૨-૭૧-૬૪] (૩) હાલમાં ઇ. સ. ૧૯૬૬માં પાટણ પાસે કુણગેર ગામમાં રહેતા શ્રી ત્રિકમલાલ કરસનદાસ નાયક ૯૦ વર્ષની ઉમ્મરે પણ કુણુગેરથી અંબાજી (૯૦ થી ૧૦૦ માઈલ) ત્રણ દિવસમાં પગે ચાલતા જાય છે અને ત્રણ દિવસમાં પગે ચાલતા પાછા ઘેર આવે છે. (૪ ) હાલમાં, ( ૧૩ જાન્યુઆરી, ૧૯૭૭ ) સુરત તરફના શ્રી ઝીણાભાઈ નાયક અમદાવાદના સાબરમતી આશ્રમથી દિલ્હી તફ દોડી રહ્યા છે, અને તા. ૧૫-૨-૭૭ સુધીના પદર દિવસમાં ૫૮૦ લેમીટરનું (આશરે ૨૫ માઈલ ) શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ Page #3 -------------------------------------------------------------------------- ________________ [૬૪]ધstfestedeteopostosastesofsasodess ofesstesses Colleges so spoisodeskto sless std 10 sciest. અંતર કાપીને જયપુર પહોંચ્યા છે. ૭૩ વર્ષની ઉમ્મરે દરેજ ૪૦ કિલોમીટર (આશરે ૨૫ માઇલ)નું અંતર તેઓ કાપે છે. [સંદેશ.” ૧૬-૨-૭૭] આ ઉપરાંત, છેલ્લાં ૧૦૦ વર્ષની અંદરના ગાળામાં ઘણું માણએ દરરેજના ૭૦ થી ૧૦૦ માઈલ ચાલવાના બનાવો છઠ્ઠા છેવકું સંધણયવાળા શરીરવાળા અને ૩ થી ૪ હાથની ઊંચાઈવાળા મનુષ્યના છે. જેના જે સેવા નામનું છેલ્લું સંઘયણ અને ૩ થી ૪ હાથ ઊંચાઈ ધરાવતા માણસે દરરેજના ૭૦થી ૧૦૦ માઈલ ચાલવાની શક્તિ ધરાવતા હોય, તે છ હાથની આસપાસ ઊંચાઈ ધરાવતા અને પ્રથમ સંઘયણ ધરાવતા મનુષ્ય દરોજના ૧,૦૦૦ થી ૧,૨૦૦ માઈલ ચલાવવાની શક્તિ ધરાવતા હોય, તેમાં કોઈ જ આશ્ચર્ય નથી, પરંતુ તે સ્વાભાવિક વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી વિચારીએ, તે પણ, જેમ જેમ ફેફસાંની મજબૂતાઈ વિશેષ, તેમ તેમ ચાલવાની શક્તિ પણ વિશેષ હોય છે. પા થી ૬ ફૂટ ઊંચાઈ ધરાવતા વૃદ્ધ કરતાં ૪ ફૂટથી પણ ઓછી ઊંચાઈ ધરાવતાં બાળકે વધુ અંતર વધુ ઝડપથી કાપી શકે છે. ઊંચા વૃદ્ધ માણસ કરતાં નાના બાળકના પગની લંબાઈ ઓછી હોવાને કારણે ટૂંકા પગલાં ભરવા છતાં પણ, ફેફસાની વધુ મજબૂતાઈને કારણે બાળક વધુ ડગલાં ચાલી શકે છે. વૃદ્ધ માનવી જેટલા સમયમાં ૧૦૦ ડગલાં ચાલી શકે, તેટલા જ સમયમાં નાનું બાળક ૨૦૦ થી ૨૫૦ ડગલાં ચાલી શકે અને તેથી જ તે વૃદ્ધ માનવી કરતાં આગળ નીકળી જાય. શરીર સંઘયણમાં પણ જેમ સંઘયણ સારું તેમ ફેફસાંનું બળ વધારે. છઠ્ઠા સંઘયણથી પાંચમા સંઘયણનાં ફેફસાંનું વિશેષ બળ. તેવી જ રીતે, ઉત્તરોત્તર પાંચમાથી ચોથાનાં, ચોથાથી ત્રીજાનાં, એમ ઉત્તરોત્તર પ્રથમ સંઘયણવાળા શરીરમાં ફેફસાં પણ ઉત્તરોત્તર વધુ ને વધુ મજબૂત હોય છે. તેથી જ છઠ્ઠા સંઘણયવાળા કરતાં પ્રથમ સંઘયણવાળા મનુષ્યના પગનું રિટેશન ઉત્તરોત્તર વધુ ને વધુ, અને તેથી ચાલવાની ક્રિયા પણ ઘણું જ વધારે ઝડપથી થાય. મનુષ્ય દ્વારા ચલાવવામાં આવતી સારી સાયકલની જે ઝડપ હોય છે, તે જ સાયકલને જે મેટરનું મશીન લગાડવામાં આવે, તે તે જ સાયકલની ઝડપ મોટરની હોર્સ પાવર શક્તિના પ્રમાણમાં ઘણી જ વધી જાય છે. આ રીતે, સમગ્ર રીતે વિચાર કરતાં જણાય છે કે, હાલના સેવા સંઘયણ શરીરવાળા અને ૩ થી ૪ હાથની ઊંચાઈવાળા મનુષ્યમાં દરરોજના ૬૦-૭૦ માઈલ ચાલવાની શક્તિ જે રહી શકતી હોય, તે પ્રથમ સંઘયણ, વજીષભનારા સંઘયણ અને ૭ હાથની (3) ગ્રી આર્ય ક યાણા ગૌતમ સ્મૃતિ ગ્રંથ Page #4 -------------------------------------------------------------------------- ________________ thosedseases.doddescended adodagasyfotoffeesosos Motoofthedodadreshootified૬૫ ઊંચાઈ ધરાવતા બલિષ્ઠ માનવામાં દરરોજ ૧,૦૦૦ થી ૧,૨૦૦ માઈલ ચાલવાની શક્તિ હોય તેમાં કોઈ જ આશ્ચર્ય નથી. વળી, આત્માગુલથી ૧૨ જન લાંબી અને ૯ યોજન પહેળી રાજગૃહી નગરી (માઈલને) હિસાબે ૨૧૦ માઈલ લાંબી અને ૧૬૦ માઇલ લગભગ પહોળી) જેવી બીજી પણ કેટલીક મેટી નગરીઓ ભરતક્ષેત્રમાં હતી, જેમાં નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં રહેલા વિશિષ્ટ જ્ઞાનીઓની દેશનામાં, નગરીના જુદાજુદા ભાગોમાંથી ૭૦ થી ૧૦૦ માઈલનું અંતર કાપીને પ્રજાજને દેશના સાંભળવા આવતા. દેશના સાંભળીને બપોરના પાછા ઘેર પણ પહોંચી જતા. આ વખતે તેઓ અર્ધા દિવસમાં જ ૧૫૦ થી ૨૦૦ માઈલનું અંતર કાપતા અને દેશના પણ તે સમયના અવકાશમાં જ સાંભળી શકતા. વળી શ્રેણિક મહારાજા તે ઠાઠમાઠપૂર્વક વરઘોડા સહિત જ ઘણી વખત આવતા અને પાછા પિતાના સ્થાને મધ્યાહ્ન સુધીમાં પહોંચી જતા. વળી કેટલીક વખત દીક્ષા પ્રસંગોએ પણ વરઘોડા સહિત નગર બહાર જઈને ઉદ્યાનમાં દીક્ષા પ્રસંગ ઉજવાતા. આવા પ્રસંગોએ પણ ૧૫૦ થી ૨૦૦ માઈલના વિસ્તારવાળી નગરીઓમાંથી પ્રજાજને ૨૦૦ થી ૩૦૦ માઈલ (આવવા અને પાછા જવાનું કુલ અંતર) ચાલી દીક્ષા પ્રસંગમાં ઉપસ્થિત થઈને જીવનને ધન્ય બનાવતા. આથી સહજ રીતે સમજી શકાશે કે, શ્રી મહાવીર સ્વામીના સમયમાં એકબીજા દેશે અને નગરીઓનું ઘણું અંતર હોવા છતાં પણ, ૭ હાથની ઊંચાઈ અને વજીષભનારાજી સંઘયણ (પ્રથમ)ના કારણે મનુષ્યની ચાલવાની સ્વાભાવિક શક્તિ ૧,૦૦૦ થી ૧,૨૦૦ માઈલની હોવાને લીધે સાધુ મહારાજાએ પણ વિહાર કરીને લાંબા અંતરે જઈ શકતા હતા. શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં દ્વારિકા નગરી તે સમયના આત્માગુલ ૧૨ જન લાંબી અને ૯ જન પહોળી હતી. તે સમયના આત્માગુલના એક યજન બરાબર આજના સમયના આશરે ૭૨ માઈલ થાય છે. એટલે ૭૨ x ૧૨ = ૮૬૪ માઈલ લાંબી અને ૭૨ X ૯ = ૬૪૮ માઈલ પહોળી હતી. જેથી શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા કલ્યાણના પ્રસંગે નગરીની મધ્યમાં આવેલા મહેલમાંથી વડે ચડાવીને લગભગ સાડા ત્રણ માઈલ દૂર આવેલા નગરના કેટના દરવાજામાંથી નગરીની બહાર નીકળીને, ત્યાંથી ઈશાન દિશામાં આવેલા શ્રી ગિરનાર તીર્થની તળેટ પાસે આવેલા સહસ્ત્રાગ્ર વનમાં પ્રભુએ દીક્ષા અંગીકાર કરી હતી. ત્યારબાદ નગરજને તે જ દિવસે પિતપિતાને સ્થાને પહોંચી ગયા હતા. અલબત, તે સમયે મનુષ્યની ઊંચાઈ ૧૦ ધનુષ્ય = ૪૦ હાથ (શ્રી મહાવીર પ્રભુના થી શ્રી આર્ય કથાશગોણસ્મૃતિગ્રંથ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ I૬૬low how-to- sessessedsears. As soon as heldlessle •••••••••••••• સમયની ઊંચાઈ કરતાં લગભગ છ ગણી) હેવાથી ચાલવાની શક્તિ પણ ઘણી વિશેષ હતી. આ હકીકત પણ સ્પષ્ટ કરે છે કે, શ્રી મહાવીર સ્વામીના સમય કરતાં શ્રી આદિનાથ પ્રભુના સમય સુધી દરરોજની ચાલવાની શક્તિ ઉત્તરોત્તર વધુ ને વધુ હતી. આપણે જાણીએ છીએ કે, પ્રભુ શ્રી નેમિનાથ સ્વામીના સમયમાં દ્વારિકા નગરીમાં પ૬ કોટિ યાદ રહેતા હતા. આ હકીકતે હાલના કાળમાં આપણી બુદ્ધિમાં ઊતરતી નથી. કેટલીક વખતે આપણે કોટિ શબ્દના જુદા જુદા અર્થ પણ તારવીએ છીએ. હકીકતમાં, આ સ્થાને “કેટિ શબ્દનો અર્થ કરોડ જ થાય છે. અને તે સમયે ૫૬ કરોડ યાદવે અને ૧૬ કરોડ બીજી પ્રજા મળીને, દ્વારિકા નગરીના કોટના વિસ્તારની અંદર જ ૭૨ કરોડ માન રહેતા હતા, અને નગર બહારના પરાં વિસ્તારમાં બીજા ૪૮ કરોડ માણસો રહેતા હતા. પરાં વિસ્તાર સહિત દ્વારિકા નગરીની કુલ વસ્તી ૧૨૦ કરોડની હતી. હવે, આ પ૬ કરોડની વસ્તી કેવી રીતે નગરીમાં સમાઈ શકે તે જોઈએ. દ્વારિકા નગરીના આત્માંગુલથી ક્ષેત્રફળની ગણના ૮૬૪ x ૬૪૮ = ૫,૫૯,૮૭૨ ચેરસ માઈલ થાય, એટલે લગભગ સાડા પાંચ લાખ ચોરસ માઈલ ક્ષેત્રફળ થાય. હવે આજનું મુંબઈ શહેર આશરે ૪૦ માઈલ લાંબું અને ૫ માઈલ પહોળું છે, એટલે ૪૦ ૪ ૫ = ૨૦૦ ચો. માઈલ ક્ષેત્રફળ ધરાવે છે. હાલમાં, મુંબઈની વસતી આશરે ૬૦ લાખની છે. જે ૨૦૦ ચોરસ માઈલ ક્ષેત્રફળવાળા મુંબઈ શહેરમાં ૬૦ લાખ માણસો સમાઈ શક્તા હોય, તે ૫ ૧/૨ લાખ ચોરસ માઈલના ક્ષેત્રફળવાળી દ્વારિકા નગરીમાં ૭૨ કરોડ માણસે સહેલાઈથી સમાઈ શકે, તેમાં કાંઈ જ આશ્ચર્ય જેવું નથી. સાદી સમજથી આ હકીકત સમજી શકાય તેમ છે. વસ્તુતઃ આપણે શાસ્ત્રનિર્દિષ્ટ હકીકતોને શાસ્ત્રકથિત સિદ્ધાંતને આધારે જ સાજવા પ્રયત્ન કરીએ, તે દરેક હકીકત સારી રીતે સમજી શકાય તેવી જ હોય છે. ફક્ત તે નિદેશેને આજની પ્રચલિત માન્યતાના માપથી માપવી જોઈએ નહિ. મૂળ દ્વારિકા નગરીનું સંભવિત સ્થાન વૃદ્ધ પુરુષોની પાસેથી સાંભળવા મુજબ હાલમાં જે દ્વારિકા નગરી છે, તે લગભગ ૨૭ મી વખત વસેલી છે. અગાઉની ૨૬ દ્વારિકાએ દ્વૈપાયન કષિ જે દેવ થયેલા તેમણે બાળેલી છે અને સમુદ્ર તેને બાળીને ડારેલી છે. આ છવ્વીસે દ્વારિકા નગરીઓ અલગ અલગ સ્થાને વસેલી હતી અને મૂળ દ્વારિકા નગરી આફ્રિકા ખંડને દક્ષિણ કિનારે આવેલ “કંપ ઑફ ગુડ હોપ” ભૂશિરથી ઘણે દૂર નૈવત્ય ખૂણે આવેલી હોય તેમ જણાય છે. આ દ્વારિકા નગરી જવાને ૨-તે આવે, તેમાં વચમાં જ તારાતં બળ નગર આવેલું હોવાની મારી ધારણા છે. ADS ( શ્રી આર્ય કથાશગૌતમસ્મૃતિગ્રંથ Page #6 -------------------------------------------------------------------------- ________________ .of.shemist, she topichand Meghdha e ested togets upse dos ••••••oode oa૬૭] સંવત ૧૮૧૫ ની આસપાસ શ્રી પદમશી શેઠે તથા વિકમના ૧૭ મા સૈકામાં એક ખત્રીએ કરેલી બે વખતની મુસાફરીને અહેવાલ વાંચતાં, ત્યાં ૭૬૦ શિખરબંધ જૈન મંદિર તથા યાદવવંશી રાજા વગેરેના અહેવાલ તથા મુસાફરીના માર્ગ પરથી લાગે છે કે, તારાતંબેળ નગર દ્વારિકા જવાના માર્ગમાં લેવું જોઈએ. વળી, ત્યાં યાદવવંશી રાજા હોવાથી એ અનુમાન વધુ પ્રમાણભૂત લાગે છે. કારણ કે, આજથી પંદર સો વર્ષ પહેલાં કોઈ યાદવવંશી પ્રજા જણાતી નથી. અને હાલમાં સૌરાષ્ટ્રમાં વસતા તેમ જ જૂનાગઢના રાજાઓ રાખેંગાર, રા નવઘણ, રાવિશ્વવરાહ વગેરેના પૂર્વજો ઈ. સ. ના સાતમા સિકા સુધી મિશ્ર દેશ (મિસર-ઈ જિપ્ત) ના શેણિતપુર (લેહકોટ) નગરમાં વસતા હતા. અને મહમ્મદ પયગંબરના સમયમાં શ્રી દેવનુ નામે રાજા રાજ કરતા હતા. આરબો સાથેની લડાઈમાં આ રાજાના પુત્રે હારી જવાથી ગજપત, નરપત અને ભૂપત નામના ત્રણ પુત્રોએ ભારતમાં આવીને વસવાટ કરે છે. આરબ અને યહૂદી – યાદવકુળના વંશજો : વળી આર અને યહૂદીઓ એક જ વંશમાંથી ઉતરી આવેલા છે અને તેમના પૂર્વજો યાદવ કુળમાંથી ઊતરી આવેલા જણાય છે. સાંભળવા અને જાણવા મુજબ આરબ શ્રી કૃષ્ણને પોતાના પૂર્વજ માને છે અને કેટલાક અરબી મુસલમાને શ્રી કૃષ્ણની છબી પણ પોતાના ઘરમાં રાખે છે અને છબી સન્મુખ ધૂપ અને દી પણ કરે છે. (આ હકીક્ત એક મુસલમાન કામદાર તરફથી જાણવા મળી છે.) શ્રી જીવત સ્વામી પ્રભુની પ્રતિમા જે હાલમાં મહુવા બંદરના શહેરમાં બિરાજમાન છે, તે પ્રતિમાજી મહંમદ પયગંબરના સમય સુધી મક્કા શહેરના એક મંદિરમાં બિરાજમાન હતાં અને અરબસ્તાનમાં ધર્મ પરિવર્તન થવાથી મહુવા બંદરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. ( આ હકીકત પણ એક જૈન ઇતિહાસનું પુસ્તક જેનું નામ મને હાલ યાદ રહ્યું નથી, તેમાં વાંચવામાં આવેલી હતી. ) આ સઘળી હકીકતનો સમગ્ર રીતે વિચાર કરતાં જણાય છે કે, મૂળ દ્વારિકાનું પતન થવાથી ત્યાંથી બચેલી શેષ પ્રજાએ સ્થળાતર કરતાં કરતાં તારાતંબેળ નગરીમાં વસવાટ કરેલ હોય અને ત્યાંથી પણ કેટલીક પ્રજાએ કાળાંતરે આગળ વધીને મિશ્ર (મિસરઈજિપ્ત) દેશમાં વસવાટ કરીને રાજ્ય પણ સ્થાપ્યું હતું. અને ત્યાંથી ઈસ્લામ ધર્મ નહીં સ્વીકારનાર યાદવે ઈ. સ. ના છઠ્ઠા – સાતમા સૈકામાં ભારતમાં આવીને વસેલા છે, અને કરછ તથા સૌરાષ્ટ્રમાં તેમણે પોતાના રાજ્યની સ્થાપના કરેલી છે. કચ્છમાં લાખે આ શ્રઆર્ય કલ્યાણા ગામસ્મૃતિગ્રંથ છE Page #7 -------------------------------------------------------------------------- ________________ [68]ewedessesC/hheeeeeeee eeeeeeeeeeeeee ફૂલાણી અને સૌરાષ્ટ્રમાં રા’ વિશ્વવરાહ, રા’ ગ્રહરિપુ, રા નવઘણ, ખેંગાર વગેરે રાજાઓ આ વંશમાં પ્રખ્યાત થઈ ગયા છે. ગણતંત્રને શ્રમ - ઇતિહાસને એક ભ્રમ : બૌદ્ધ કથાનકને આધારે પરદેશી ઈતિહાસ લેખકોએ પિતાના સ્વાર્થ ખાતર એક ભ્રમ ફેલાવે છે કે, વૈશાલીનું રાજ્ય પ્રજાએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ મારફત ચાલતું હતું, અને તે એક ગણરાજ્ય હતું, પરંતુ આ હકીકત સાચી નથી. સાચી હકીકત તે એ છે કે, વૈશાલીનું રાજ્ય રાજાસત્તાક જ હતું અને શ્રી ચેટક રાજા અથવા શ્રી ચેડા મહારાજા તેના સ્વતંત્ર રાજવી હતા. અને તે સમયે તેમની પડોશમાં 9 મલ્લવી અને - લિચ્છવી રાજ્ય હતાં. આ 9 મલ્લવી અને 9 લિચ્છવી અને એક વૈશાલીનું એમ 19 રાજ્યના રાજવીઓએ એક રાજવીમંડળ (નજદીકના ભૂતકાળમાં સૌરાષ્ટ્રના રાજાઓએ બનાવેલું હતું, તેવું એક ફેડરેશન રૂપનું ગણતંત્ર) બનાવેલું હતું અને શ્રી ચેટક મહારાજા આ રાજવી મંડળના પ્રમુખ હતા. આ 19 રાજ્યોને એક ગણ કહેવાતું હતું અને આ રાજ્ય ગણતંત્રના સભ્ય હતા. પરંતુ આમાંથી કોઈ પણ રાજવી પ્રજા દ્વારા ચૂંટાયેલ નહોતે. પરંતુ મોટે ભાગે બધા વારસાગત રાજ્યના સ્વામીઓ હતા. આમ આ 19 માંનાં બધાં જ રાજ્ય પ્રજાસત્તાક નહિ, પરંતુ રાજાસત્તાક જ હતાં. किमाह बधण वीरा? किंवा जाण' ति उद्दई ? चित्तमतमचित वा, परिगिज्झ किसामयि / મન યા ૩yગાળા, જીવ ટુવા ન મુરડું वित्त सोयरिया चेव, सञ्वमेव न ताणई / सखाऐ जीव चेव, कम्मुणा उ तिउट्टई / / - શ્રી સૂરજહાંના પ્રશ્ન : મહાવીર પ્રભુ ! બંધન કેને કહે છે? અને શું જાણવાથી એ બંધન તૂટે છે ? ઉત્તર : હે આયુષ્યમાન ! જ્યાં સુધી જીવ ચેતન અથવા જડને અલ્પ પ્રમાણમાં પણ પરિગ્રહ કરે છે, અથવા બીજાઓ દ્વારા કરાતા પરિગ્રહને અનુમોદન આપે છે, ત્યાં સુધી એ દુ:ખથી મુક્ત થઈ શકતું નથીધન અથવા કુટુંબ ગમે તેટલું વિપુલ હોય, પણ એ બધું જીવને દુ:ખમાં સહાય કરી શકતું નથી. તેવી જ રીતે આયુષ્ય પણ ચંચળ છે, એ ઉપકમ ક્રિયાથી તૂટી જાય છે. એટલે આ વિચારીને બંધનને ત્યાગ અને સંયમ-સાધનાથી કર્મોનો નાશ કરી દેવો જોઈએ. ADS શ્રી આર્ય કદયાણા ગૌતમસ્મૃતિગ્રંથ