SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ thosedseases.doddescended adodagasyfotoffeesosos Motoofthedodadreshootified૬૫ ઊંચાઈ ધરાવતા બલિષ્ઠ માનવામાં દરરોજ ૧,૦૦૦ થી ૧,૨૦૦ માઈલ ચાલવાની શક્તિ હોય તેમાં કોઈ જ આશ્ચર્ય નથી. વળી, આત્માગુલથી ૧૨ જન લાંબી અને ૯ યોજન પહેળી રાજગૃહી નગરી (માઈલને) હિસાબે ૨૧૦ માઈલ લાંબી અને ૧૬૦ માઇલ લગભગ પહોળી) જેવી બીજી પણ કેટલીક મેટી નગરીઓ ભરતક્ષેત્રમાં હતી, જેમાં નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં રહેલા વિશિષ્ટ જ્ઞાનીઓની દેશનામાં, નગરીના જુદાજુદા ભાગોમાંથી ૭૦ થી ૧૦૦ માઈલનું અંતર કાપીને પ્રજાજને દેશના સાંભળવા આવતા. દેશના સાંભળીને બપોરના પાછા ઘેર પણ પહોંચી જતા. આ વખતે તેઓ અર્ધા દિવસમાં જ ૧૫૦ થી ૨૦૦ માઈલનું અંતર કાપતા અને દેશના પણ તે સમયના અવકાશમાં જ સાંભળી શકતા. વળી શ્રેણિક મહારાજા તે ઠાઠમાઠપૂર્વક વરઘોડા સહિત જ ઘણી વખત આવતા અને પાછા પિતાના સ્થાને મધ્યાહ્ન સુધીમાં પહોંચી જતા. વળી કેટલીક વખત દીક્ષા પ્રસંગોએ પણ વરઘોડા સહિત નગર બહાર જઈને ઉદ્યાનમાં દીક્ષા પ્રસંગ ઉજવાતા. આવા પ્રસંગોએ પણ ૧૫૦ થી ૨૦૦ માઈલના વિસ્તારવાળી નગરીઓમાંથી પ્રજાજને ૨૦૦ થી ૩૦૦ માઈલ (આવવા અને પાછા જવાનું કુલ અંતર) ચાલી દીક્ષા પ્રસંગમાં ઉપસ્થિત થઈને જીવનને ધન્ય બનાવતા. આથી સહજ રીતે સમજી શકાશે કે, શ્રી મહાવીર સ્વામીના સમયમાં એકબીજા દેશે અને નગરીઓનું ઘણું અંતર હોવા છતાં પણ, ૭ હાથની ઊંચાઈ અને વજીષભનારાજી સંઘયણ (પ્રથમ)ના કારણે મનુષ્યની ચાલવાની સ્વાભાવિક શક્તિ ૧,૦૦૦ થી ૧,૨૦૦ માઈલની હોવાને લીધે સાધુ મહારાજાએ પણ વિહાર કરીને લાંબા અંતરે જઈ શકતા હતા. શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં દ્વારિકા નગરી તે સમયના આત્માગુલ ૧૨ જન લાંબી અને ૯ જન પહોળી હતી. તે સમયના આત્માગુલના એક યજન બરાબર આજના સમયના આશરે ૭૨ માઈલ થાય છે. એટલે ૭૨ x ૧૨ = ૮૬૪ માઈલ લાંબી અને ૭૨ X ૯ = ૬૪૮ માઈલ પહોળી હતી. જેથી શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા કલ્યાણના પ્રસંગે નગરીની મધ્યમાં આવેલા મહેલમાંથી વડે ચડાવીને લગભગ સાડા ત્રણ માઈલ દૂર આવેલા નગરના કેટના દરવાજામાંથી નગરીની બહાર નીકળીને, ત્યાંથી ઈશાન દિશામાં આવેલા શ્રી ગિરનાર તીર્થની તળેટ પાસે આવેલા સહસ્ત્રાગ્ર વનમાં પ્રભુએ દીક્ષા અંગીકાર કરી હતી. ત્યારબાદ નગરજને તે જ દિવસે પિતપિતાને સ્થાને પહોંચી ગયા હતા. અલબત, તે સમયે મનુષ્યની ઊંચાઈ ૧૦ ધનુષ્ય = ૪૦ હાથ (શ્રી મહાવીર પ્રભુના થી શ્રી આર્ય કથાશગોણસ્મૃતિગ્રંથ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230161
Book TitlePanchma Arani Sharuatma Manushyani Chalwani Shakti Maryada
Original Sutra AuthorN/A
AuthorRamanbhai B Shah
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size620 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy