________________
[૧૪]
જૈન કર્યસાહિત્ય અને પંચસંગ્રહ રીતે થાય છે તેમ જ એ સંયોગ ક્યારે અને ક્યા રૂપમાં છે ? કર્મનાં દલિક, તેની વર્ગણાઓ, તેના ભેદે, તથા તે કેવી રીતે બંધાય અને ઉદયમાં આવે છે? ઉદયમાં આવવા પહેલાં તેના ઉપર છવ દ્વારા શી શી ક્રિયાઓ થાય છે ? કર્મોને આશ્રયીને જીવ દ્વારા થતી વિવિધ ક્રિયાઓ, જેને કરણ કહેવામાં આવે છે, એ શી વસ્તુ છે અને તેને કેટલા પ્રકાર છે? કર્મના બંધ અને નિર્જરાનાં શાં શાં કારણો અને ઇલાજ છે? કર્મબંધ અને તેના ઉદયાદિને પરિણામે આત્માની કઈ કઈ શક્તિઓ આવૃત તેમ જ વિકસિત થાય છે ? ક્યા કારણસર કર્મોનો બંધ દઢ અને શિથિલ થાય છે ? કર્મના બંધ અને નિર્જરાને લક્ષી જીવ કેવી કેવી વિશિષ્ટ ક્રિયાઓ કરે છે ? કર્મના બંધ અને નિર્જરાનો આધાર શાના ઉપર છે? આત્માની આંતરિક શુભાશુભ ભાવના અને દેહજનિત બાહ્ય શુભાશુભ ક્રિયા કર્મબંધાદિકના વિષયમાં કે ભાગ ભજવે છે ? શુભાશુભ કર્મો અને તેના રસની તીવ્ર-મંદતાને પરિણામે આત્મા કેવી કેવી સમ-વિષમ દશાઓનો અનુભવ કરે છે? વગેરે સંખ્યાતીત પ્રશ્નોને વિચાર અને ઉકેલ કરેલ છે. આ ઉપરાંત અનાદિ કર્મ પરિણામને પ્રતાપે આત્મા કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયો છે, થાય છે અને વિવિધ ક્રિયાઓ કર્યું જાય છે, એનું વાસ્તવિક અને વિશિષ્ટ વર્ણન જેનદર્શને વર્ણવેલ કર્મવાદમાં જેટલા વિપુલ અને વિશદ રૂપમાં મળી આવશે, એટલા સ્પષ્ટ રૂપમાં ભારતીય ઇતર દર્શન સાહિત્યમાં ક્યારેય લભ્ય નથી. ભારતીય અન્ય દર્શન સાહિત્યમાં આત્માની વિકસિત દશાનું વર્ણન વિશદ રૂપમાં મળી આવશે પણ અવિકસિત દશામાં એની શી સ્થિતિ હતી ? કઈ કઈ પરિસ્થિતિઓ એણે વટાવી અને તેમાંથી તેને વિકાસ કઈ વસ્તુના પાયા ઉપર થયે, એ વસ્તુનું વર્ણન લગભગ ઘણું જ ઓછા પ્રમાણમાં મળી આવશે.
મહાન આચાર્ય શ્રી સિદ્ધર્ષિની ઉપમિતિભવપ્રપંચ કથા, માલધારી શ્રી હેમચન્દ્રસૂરિની વિભાવના, મંત્રી યશપાલનું મોહરાજ પરાજય નાટક; મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની વૈરાગ્યકલ્પલતા વગેરે જૈનદર્શનના કર્મવાદને અતિબારીકાઈથી રજૂ કરતી કૃતિઓનું નિર્માણ અને એ કૃતિઓ આજે ભારતીય સાહિત્યમાં અજોડ સ્થાન શોભાવી રહી છે એ જૈનદર્શનના કર્મવાદને જ આભારી છે. - પ્રસંગોચિત આટલું જણાવ્યા પછી હવે મૂળ વિષય તરફ આવીએ. મૂળ વિય પંચસંગ્રહ મહાશાસ્ત્રને ગુજરાતી અનુવાદ છે. એ અનુવાદને અંગે કાંઈ પણ કહેવા પહેલાં પંચસંગ્રહ શી વસ્તુ છે અને તેને લગતું કર્યું ક્યું વિશિષ્ટ સાહિત્ય આજે લભ્ય છે ઈત્યાદિ જાણવું-જણાવવું અંતિ આવશ્યક હોઈ શરૂઆતમાં આપણે એ જ જોઈએ. પંચસંગ્રહ અને તેને લગતું સાહિત્ય
પંચસંગ્રહ એ કર્મવાદનિષ્ણાત આચાર્ય શ્રી ચંદ્રર્ષિ મહત્તર વિરચિત કર્મસાહિત્યવિષયક પ્રાસાદભૂત મહાન ગ્રંથ છે. એમાં આચાર્યશ્રીએ જણાવ્યા પ્રમાણે શતક આદિ પાંચ ગ્રંચેનો સંક્ષેપથી સમાવેશ હોઈ અથવા એમાં પાંચ કારોનું વર્ણન હેઈ એને પંચસંગ્રહ એ નામથી ઓળખાવવામાં આવ્યો છે. ગ્રંથકારે મૂળ ગ્રંથમાં પાંચ કારોનાં નામો આપ્યાં છે, પણ શતક આદિ પાંચ ગ્રંથ કયા એ મૂળમાં કે પજ્ઞ ટીકામાં ક્યાંય જણાવ્યું નથી. છતાં આચાર્ય શ્રી મલયગિરિએ આ ગ્રંથની ટીકામાં જણાવ્યું છે તે મુજબ આ ગ્રંથમાં આચાર્યો (૧) શતક, (૨) સપ્તતિકા, (૩) કષાયપ્રાભૃત, (૪) સત્કર્મ, અને (૫) કર્મ પ્રકૃતિ આ પાંચ ગ્રંથોનો સંગ્રહ કર્યો છે. આ પાંચ ગ્રંથો પૈકી સપ્તતિકા અને કર્મપ્રકૃતિ
૧. “પૂજાનાં શત-કપ્તત-વાયત્રીમંત વર્મ-કર્મપ્રતિરક્ષાનાં પ્રસ્થાના ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org