Book Title: Jain Karmasahitya ane Panchsangraha
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 1
________________ જેન કર્મસાહિત્ય અને “પંચસંગ્રહ* ભારતીય દર્શન સાહિત્યમાં કર્મવાદનું સ્થાન કેવલજ્ઞાનદિવાકર, સર્વતવરંહસ્યવેદી, વિપકર્તા અને જગદુદ્ધતાં બમણુ ભગવાન શ્રી વીર-વર્ધમાન તીર્થંકર પ્રતિપાદન કરેલ જૈનદર્શનમાં સ્યાદ્વાદ, અહિંસાવાદ વગેરે વાદે જેમ એના મહત્વના અંગસ્વરૂપ છે. એ જ રીતે અને એટલા જ પ્રમાણમાં કર્મવાદ એ પણ એનું એવું જ પ્રધાન અંગ છે. સ્યાદ્વાદ અને અહિંસાવાદના વ્યાખ્યાન અને વર્ણનમાં જેમ જૈનદર્શને જગતભરના સાહિત્યમાં એક ભાત પાડી છે, એ જ પ્રમાણે કર્મવાદના વ્યાખ્યાનમાં પણ એણે એટલાં જ કૌશલ અને ગૌરવ દર્શાવ્યાં છે. એ જ કારણ છે કે, જૈનંદશંને કરેલી કર્મવાદની શોધ અને તેનું વ્યાખ્યાન એ બનેય ભારતીય દર્શન સાહિત્યમાં તેના અનેકાન્તવાદ, અહિંસાવાદ વગેરે વાની માફક ચિરસ્મરણીય મહત્વનું સ્થાન ભોગવી રહેલ છે. જૈનદર્શનમાં કર્મવાદનું સ્થાન આજે સામાન્ય માન્યતા એવી છે કે “જૈનદર્શન કર્મવાદી છે.” અલબત્ત, આ માન્યતા અસત્ય તો નથી જ; છતાં આ માન્યતાની આડે એક એવી બ્રાન્તિ જન્મી છે કે “જૈનદર્શન માત્ર કર્મવાદી છે.” આ સંબંધમાં કહેવું જોઈએ કે “જૈનદર્શન માત્ર કર્મવાદી છે એમ નથી, પણ તે વિશ્વવાદી છતાં ટૂંકમાં મહાતાર્કિક આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરના– कालो सहाव नियई पुव्वकयौं पुरिसकारणेगंता। मिच्छत्त ते चेवा समासओ होति सम्मत्तं ॥ આ કથનાનુસાર કાલવાદ, સ્વભાવવાદ વગેરે પાંચ કારણવાદને માનનાર દર્શન છે. ” કર્મવાદ એ ઉપરોક્ત પાંચ કારણવાદ પૈકીનો એક વાદ છે, આમ છતાં ઉપર જણાવેલી બ્રાન્ત માન્યતા ઉભવવાનું મુખ્ય કારણ એટલું જ છે કે, જૈનદર્શને માન્ય કરેલ પાંચ વાદો પછી કર્મવાદે સાહિત્યના ક્ષેત્રમાં જે વિશાળ સ્થાન રોકેલું છે એના શતાંશ જેટલુંય સ્થાન બીજા એક પણ વાદે રોકવું નથી. આ * શ્રી ચંદ્રમહત્તરાચાર્યકૃત “પંચસંગ્રહ'-આચાર્ય ભલયગિરિકૃત ટીકાના અનુવાદ સહિત દ્વિતીય ખંડ–(અનુવાદક અને પ્રકાશક : શ્રી હીરાલાલ દેવચંદ શાહ, અમદાવાદ, સને ૧૯૪૧)નું આમુખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7