Book Title: Jain Karmasahitya ane Panchsangraha
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 7
________________ 144] જ્ઞાનાંજલિ પંચસંગ્રહને અનુવાદ - આજે કર્મવાદવિષયના રસિકે સમક્ષ જે પંચસંગ્રહ મહાશાસ્ત્રનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ રજૂ કરવામાં આવે છે, એ રચના શ્રાદ્ધવર્ય માસ્તર હીરાચંદ દેવચંદની છે. પંચસંગ્રહ જેવા પ્રાસાદભૂત ગ્રંથને સરળ અને વિશદ રીતે લેકમાનસમાં ઊતરે એ ગુજરાતી ભાષામાં અનુવાદ કરવો એ કામ કોઈ પણ વિદ્વાન માની લે તેટલું સરળ કે સુખસાધ્ય નથી. એક સાધારણમાં સાધારણ ગ્રંથને લેકભાષામાં ઉતારવા માટે કેટલાય પરિશ્રમ કરવો પડે છે, તો કર્મસાહિત્ય જેવા ગહન અને ગંભીર વિષયના પ્રાસાદભૂત મહાશાસ્ત્રને લોકભાષામાં ઉતારવા માટે એ વિષયનું કેટલું ઊંડું જ્ઞાન અને ચિંતન હોવાં જોઈ એ એ સહેજે સમજી શકાય તેવી વસ્તુ છે. ભાઈશ્રી હીરાચંદભાઈએ પંચસંગ્રહને અનુવાદ કરવા ઉપરાંત અનેક સ્થળે વિષયને સ્પષ્ટ કરવા માટે વિશિષ્ટ ટિપ્પણીઓ કરી એના ગૌરવમાં ખૂબ જ ઉમેરે કર્યો છે. - અહીં એક ખાસ મુદ્દાની વસ્તુ દરેકના ધ્યાનમાં રહેવી જરૂરી છે કે માસ્તર હીરાચંદભાઈએ જૈન સમાજનું અણમોલું રત્ન છે. આજે જૈન સમાજમાં કર્મસાહિત્યમાં ઊંડે રસ, અભ્યાસ અને ચિંતન ધરાવનાર જે ગણીગાંઠી વિશિષ્ટ વ્યક્તિઓ છે, તેમાં હીરાભાઈનું સ્થાન વિશિષ્ટ છે. એટલે એમણે કરેલે આ અનુવાદ કેટલે વિશિષ્ટ છે એને ઉત્તર સ્વાભાવિક રીતે જ મળી રહે છે. ભાઈશ્રી હીરાચંદભાઈએ આવા પ્રાસાદભૂત ગ્રંથ ગુજરાતી અનુવાદ કરી માત્ર જૈન સાહિત્ય અને જૈન સમાજની જ સેવા નથી કરી પણ એક વિશિષ્ટમાં વિશિષ્ટ તાવિક કૃતિ અર્પણ કરી ગુર્જરગિરા અને ગુજરાતી સાહિત્યને પણ સમૃદ્ધ કર્યા છે. તેમની આ કૃતિ તેમના કર્મ સાહિત્યવિષયક અગાધ જ્ઞાન સાથે ચિરંજીવ રહી જશે. - પંચસંગ્રહ ગ્રંથમાં શાસ્ત્રકારે જે ગૌરવપૂર્ણ વિષે ચર્ચા છે તેને પરિચય વાચકે ગ્રંથની શરૂઆતમાં આપેલી વિષયાનુક્રમણિકા જોઈને જ કરી લે એ વધારે યોગ્ય છે. અંતમાં, જૈન પ્રજા, આજકાલ ગૂજરાતી ભાષામાં ઉતરાતા તાત્વિક જૈન સાહિત્યમાં દિનપ્રતિદિન વધારે ને વધારે રસ લેનારી અને જ્ઞાન-ચારિત્ર સમૃદ્ધ થાઓ એટલું ઈછી વિરમું છું. [ “પંચસંગ્રહ, દ્વિતીય ખંડ, આમુખ, સને 1941 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7