________________ જેસલમેર અને તેના પ્રાચીન જૈન જ્ઞાન ભંડાર [57 માટેની અપાર અને અપૂર્વ સામગ્રી છે. દાર્શનિક તત્વસંગ્રહ ગ્રંથની 12 મા સૈકાના ઉત્તરાર્ધમાં લખાયેલી પ્રતિ પણ છે. જૈન આગમ ગ્રંથની પ્રાચીન પ્રતિઓ આ જ્ઞાનભંડારમાં ઘણી છે, જે જૈન આગમના સંશેધન આદિ માટે ઘણી જ મહત્ત્વની છે. આગમ-સાહિત્ય પૈકી દશવૈકાલિક સૂત્ર ઉપરની અગત્યસિંહ સ્થવિરની પ્રાચીન પ્રાકૃત ટીકા એટલે કે ચૂણિ આજે બીજા કોઈ પણ જ્ઞાનભંડારમાં નથી. પાદલિપસુરિકૃત જ્યોતિષ્કરંડક પ્રકીર્ણ ક વૃત્તિની પ્રાચીન પ્રતિ આ ભંડારોમાં જ છે. જૈનાચાર્યની આ રચના તિવિદો માટે આકર્ષણરૂપ ગ્રંથ છે. તેની નકલે બીજે ક્યાંય જોવામાં આવી નથી. બૌદ્ધ દાર્શ. નિક સાહિત્ય પૈકી તત્ત્વસંગ્રહ અને તેના ઉપરની વ્યાખ્યા, ધર્મોત્તર ઉપરની મલવાદિની અને બીજી વ્યાખ્યાઓની પ્રાચીન અને મૌલિક રચનાની ના અતિશુદ્ધ રૂપે આ ભંડારોએ જ પૂરી પાડી છે. "દેવીય છંદ શાસ્ત્ર અને તેના ઉપરની ટીકા, કસિ અને તેની વ્યાખ્યા આદિ ગ્રંથે જેસલમેરમાં જ છે. વકૅકિતજીવિત તેમ જ પ્રાકૃત ભાષામાં રચાયેલ અલંકાર વિષયક ગ્રંથ, ઉભટ કાવ્યાલંકાર, કાવ્યપ્રકાશ ઉપરની સોમેશ્વરની વ્યાખ્યા, અભિધાવૃત્તિ, માતૃકા અને મહામાત્ય અંબાદાસક્ત કલ્પલતા, અને સંકેત ઉપરની પહલવશેષ વ્યાખ્યાની સંપૂર્ણ પ્રતિ આ ભંડારમાં જ સચવાયેલી છે. આ રીતે આ જ્ઞાનભંડારે એ માત્ર સાંપ્રદાયિક દૃષ્ટિએ જ નહિ પણ વ્યાપક દૃષ્ટિએ ઘણું જ મહત્ત્વના છે. - સાહિત્યિક સામગ્રી ઉપરાંત તેમાંની ચિત્રસમૃદ્ધિ, કાષ્ઠપટ્ટિકાઓ આદિ કે જેને પરિચય ઉપર હું કરાવી ચૂક્યો છું, તે અને ગ્રંથના અંતમાંની પ્રાચીન ગ્રંથ-લેખકોની પુપિકાએ જોતાં તેમાં જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિગતોની નોંધ છે, તે ઓછા મૂલ્યની નથી. દાખલા તરીકે માલધારી હેમચંદ્રસૂરિકૃતિ ભવભાવના પ્રકરણ પણ ટીકાની એક પ્રતિ છે, જે વિ. સં. ૧૨૪૦માં લખાયેલી છે. તેમાં પાદરા, વાસદ આદિ ગામનાં નામનો ઉલ્લેખ છે; ઇત્યાદિ અક૯ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક સામગ્રી આ ભંડારોમાં ભરેલી પડી છે. એથી જ આ જ્ઞાનભંડારો ભારતીય તેમ જ વિદેશીયા જેનજૈનેતર વિદ્વાનોના આકર્ષણરૂપ બની શક્યા છે. [“ક્યાભારતી, ઓગસ્ટ 1965] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org