SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] કે ઊખડી પણ નથી ગયા, એ એક મહત્ત્વની વસ્તુ છે, પ્રાચીન તાડપત્રીય પ્રતિમાં જે જૈન તીર્થ કરા, જૈન આચાર્યો તેમ જ ગ્રંથ લખાવનાર શ્રેષ્ઠિવ આદિનાં ચિત્ર છે, તેના રંગે પણ આજે જેવા તે તેવા જ દેખાય છે. વોટરકલર જેવા આ રંગે હોવા છતાં તેમાં મેળવવામાં આવેલુ' શ્લષદ્રવ્ય એવી રીતે મેળવવામાં આવ્યું છે કે જેને કારણે રંગા જરા પણ ઝાંખા નથી પડવા કે બીજાં પાનાં સાથે એ રંગ ચોંટી નથી ગયા, મૂળ ચિત્રમાંથી ઊખડી ગયા નથી, કે ધસાઈ જવા પણુ પામ્યા નથી. આ ઉપરથી આપણુને સ્પષ્ટ રીતે લાગે છે કે તે તે કાળે આપણી પાસે રંગેા બનાવવા વગેરેને લગતી મહત્ત્વની પ્રભાવશાલિની કળા હતી. આ ઉપરાંત તાડપત્રીય પ્રતિઓમાં જ્યાં ગ્રંથના ખાસ વિભાગેા તે પ્રકરણા સમાપ્ત થતાં હોય છે, ત્યાં કાળી શાહીથી ચક્ર, કમળ, આદિ વિવિધ પ્રકારનાં સુશાભને ચીતરવામાં આવતાં હતાં, જેથી ગ્રંથના તે તે વિભાગની સમાપ્તિને આપણે વિના પરિશ્રમે શેાધી શકીએ; આવાં શાભનેાવાળી અનેકાનેક તાડપત્રીય પ્રતિ અહીંના કિલ્લાના તાડપત્રીય ગ્રંથસ ગ્રહમાં છે, જ્ઞાનાંજલિ પ્રાચીન તાડપત્રીય ગ્રંથેાની સમૃદ્ધિમાં, સંખ્યાની દૃષ્ટિએ, પાટણના ભંડારા ચડિયાતા છે, છતાં જેસલમેરના ભંડારામાં જે કેટલીક વિશેષતા છે, તે બીજે કયાંય નથી. અહીંના ભંડારમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત વિશેષાવશ્યક મહાભાષ્યની અતિ પ્રાચીન તાડપત્રીય પેાથી છે. લેખન સંવત સ્પષ્ટ નથી છતાં લિપિનું સ્વરૂપ જોતાં ૯મા સૈકામાં અથવા ૧૦મા સૈકાના પ્રારભમાં એ પૈાથી લખાઈ હેાય તેમ લાગે છે. આ પેધીએ અહીંના ભંડારાના ગૌરવમાં ઘણા મેાટા ઉમેરે કર્યો છે. પ્રાચીન લિપિએના અભ્યાસીઓ માટે આ પેાથીનું ઘણું જ મહત્ત્વ છે. ખાસ કરીને આ એક મહાન ગ્રંથ હાઈ આ પેાથીને આધારે તે સમયની લગભગ સંપૂર્ણ કહી શકાય તેવી એક વર્ણમાલા તૈયાર કરી શકાય, કે જે લિપિવિશારદોને તે યુગ પહેલાંના અને પછીના બમ્બે સૈકાઓની લિપિને ઉકેલવામાં મદદ કરી શકે. આ સિવાય બીજા કોઈ પણ જ્ઞાનભંડારમાં ન મળી શકે તેવી પ્રાચીન એટલે કે વિ. સં. ૧૨૪૬ અને ૧૨૭૮ આદિમાં કાગળ ઉપર લખાયેલ પડશતિટિપ્પનક આદિ ગ્રંથાના પ્રાચીન સંગ્રહ કિલ્લાના ભંડાર સાથે જોડી દીધેલા ખરતર વેગડગચ્છના ભડારમાં છે. એ આ ભંડારાની ભન્ય વિશેષતા છે. ૐૉ. વેબરને એશિયામાંના ચારકંદ નગરની દક્ષિણે દશ માઈલ ઉપર આવેલા કૃગિઅર ગામમાંથી ચાર નાટકાની નકલા મળી હતી, જે ઈ. સ.ની પાંચમી-ઠ્ઠી સદીમાં લખાયેલી માનવામાં આવે છે, પરંતુ હજુ સુધી જૈન જ્ઞાનભંડારામાં ઉપર જણાવેલી પ્રતિએ કરતાં બીજી કાઈ કાગળ ઉપર લખાયેલી પ્રાચીન પ્રતિ મળી શકી સાંભળવામાં આવી નથી. આ રીતે આ જ્ઞાનભંડારે। સાહિત્યિક સશેાધનની દૃષ્ટિએ ઘણા જ મહત્ત્વના છે. જેસલમેરના જ્ઞાનભડાર અંગે બાહ્ય દૃષ્ટિએ આટલું જણાવ્યા પછી આપણે તેમાંની સાહિત્યિક સ'પત્તિનું નિરીક્ષણ કરીએ. અહીંના કે ગમે ત્યાંના જૈન જ્ઞાનભંડારા એટલે બીજા સાંપ્રદાયિક જ્ઞાનભંડારાની જેમ સાંપ્રદાયિક સાહિત્યને જ સંગ્રહ નહિ, પણ ભારતીય, વ્યાપક, સર્વદેશીય સાહિત્યને જ એ સંગ્રહ સમજવા જોઈ એ. એ જ રીતે આ ભડારેા તાડપત્રીય તેમ જ ઇતર જ્ઞાનસંગ્રહ સમજવા જોઈ એ. એ દિષ્ટએ જોતાં આ ભંડારાને વૈદિક, જૈન અને બૌદ્ધ ગ્રંથાની ખાણુરૂપ ગણવા જોઈ એ. આમાં દરેક પ્રકારના સાહિત્યનેા સ ંગ્રહ હેાવાથી તે ભારતીય પ્રજાનેા અણુમાલ ખજાના છે. વ્યાકરણ તથા પ્રાચીન કાવ્ય, કેશ, છંદથ, અલ'કાર, સાહિત્ય, નાટકો વગેરેની પ્રાચીન, અલભ્ય ગણી શકાય તેવી વિશાળ સામગ્રી છે, તે ઉપરાંત તેમાં વૈદિક તથા બૌદ્ધ સાહિત્ય-સ`શાધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230106
Book TitleJaisalmer ane tena Prachin Gyan Bhandaro
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy