________________
[૫૫
જેસલમેર અને તેના પ્રાચીન જૈન જ્ઞાન ભંડાર (૧૦) આચાર્ય શ્રી લક્ષ્મીચંદ્રજી મહારાજનો. આ ૧૦ પૈકી તપાગચ્છ અને લંકાગચ્છના એ બે જ્ઞાનભંડારે બાદ કરતાં બાકીના બધા જ જ્ઞાનભંડારો શ્રી ખરતરગચ્છની સત્તામાં અને દેખરેખમાં છે. આ ૧૦ પૈકી બીજે, ચોથે અને આઠમો એ ત્રણ ભંડારોને કિલ્લામાં આવેલા ખરતરગચ્છીય આચાર્ય જિનભદ્રગણિજ્ઞાનભંડારમાં ભેળવી દેવામાં આવ્યા છે. આ ભંડારો શાન્તિનાથ જૈન મંદિરની નીચેના ભોંયરામાં અતિસુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. આ ભોંયરામાં બે કાર વટાવ્યા પછી નાની સાંકડી બારીવાળા ત્રીજા ભયરામાં આ ભંડારો રાખેલા છે. પ્રાચીન કાળમાં પથ્થરની અભરાઈએ કરી તેમાં કિલ્લાના અતિગૌરલાર્યા તાડપત્રીય પુસ્તકસંગ્રહને રાખવામાં આવતો હતો, અને તેને બંધ કરવા માટે લાકડાંના બારણાં હતાં. આજે એ ભંડારોને અમે સ્ટીલના કબાટમાં સુરિક્ષત રાખ્યા છે. કિલાને આચાર્ય જિનભદ્રીય જ્ઞાનભંડાર આખે ને આખે તાડપત્ર ઉપર લખાયેલા ગ્રંથનો જ સંગ્રહ છે. આ ઉપરાંત ખરતરગચણીય વડા ઉપાશ્રયમાં તથા આચાર્યગર છના ઉપાશ્રયમાં અને તપાગચ્છના તથા લોકાગચ્છના જ્ઞાનભંડારોમાં પણ તાડપત્ર ઉપર લખાયેલ થોડા થોડા ગ્રંથ છે. એકંદરે અહીં બધી મળીને તાડપત્ર ઉપર લખાયેલ ૬૦૦ પોથીઓ છે. પુસ્તકો સંખ્યાની દૃષ્ટિએ તે ઉપર જે ૧૦ ભંડારોનાં નામ આપવામાં આવ્યાં તે બધામાં મળીને ૧૨ થી ૧૩ હજાર કરતાં વધારે નથી. આમાં સામાન્ય રીતે પ્રાચીન તાડપત્રીય મહત્વના ગ્રંથ છે. ગ્રંથસંખ્યાની દૃષ્ટિએ ૨૦, ૨૫ કે ૫૦ હજાર કે તેથી વધારે ગ્રંથસંખ્યા ધરાવનાર ગુજરાતમાં પાટણ, અમદાવાદ, ખંભાત, વડોદરા વગેરેના જ્ઞાનભંડારો છે, પરંતુ તે જ્ઞાનભંડારોના ગ્રંથે અનેક વાર જોવાયેલા તેમ જ તેમાંની સાહિત્યાદિને લગતી સામગ્રી સહજ સુલભ હોઈ તેનું મહત્વ હોવા છતાં પણ વિદ્વાનોને તે એકાએક આકર્ષક લાગતા નથી, અને તે માટે તેઓની ઊર્મિ કે ઉત્કંઠા બહુ શાંત હોય છે, જ્યારે અહીંના ભંડાર દૂર પ્રદેશમાં તેમ જ તે ભંડારોની સાહિત્યિક સામગ્રીનું અવલોકન દુર્લભ તેમ જ દુષ્કર હોઈ તેનું મહત્વ વધારે લાગે તે સ્વાભાવિક છે. જેસલમેરના તાડપત્રીય જ્ઞાનભંડારમાં કાષ્ઠચિત્રપટિકાઓ કે સુવર્ણાક્ષરી, રીયારી આદિ ગ્રંથની અપૂર્વ અને અલભ્ય સામગ્રીઓ પડી છે, જેથી અહીંના ભંડારોનું મહત્ત્વ ઘણું જ વધી જાય છે. સાથે સાથે અહીંના તાડપત્રીય ભંડારોમાં એવા ઘણે અંશે તાડપત્રી ઉપર લખાયેલા છે, જે અતિ પ્રાચીન, પ્રાચીનતમ છે, જેની નકલે બીજે ક્યાંય પણ મળવી મુશ્કેલ છે, જેથી તે સંશોધનની દૃષ્ટિએ ઘણું જ મહત્વના છે. અત્રેના ભંડારોમાં ચિત્રસમૃદ્ધિ તેમ જ પ્રાચીન કાષ્ઠચિત્રપદ્રિકાઓ વગેરે સામગ્રીઓ એટલી બધી વિપુલ પ્રમાણમાં સચવાયેલી છે કે જેથી ભંડારોનું મૂલ્ય ઘણું વધી જાય છે. ૧૩મી થી ૧૫મી સદી સુધીમાં ચીતરાયેલી કાઠચિત્રપદિકાઓનો અહીં એવડે મોટે સંગ્રહ છે કે જે આપણને આપણી પ્રાચીન સંસ્કૃતિનાં ગૌરવભર્યા બીજક પૂરાં પાડે છે, આપણને નવાઈ ઉત્પન કરે છે અને ચકિત કરી દે છે. આ ચિત્રપદિકાઓમાં જૈન તીર્થકરોના જીવનપ્રસંગો, કુદરતનાં દ, અનેક પ્રાણીઓની આકૃતિઓ વગેરેને લગતાં વિવિધ દૃશ્યો જોવા મળે છે.
૧૩મી સદીમાં ચીતરાયેલ એક પદિકામાં જીરાફનું ચિત્ર છે. એ ઉપરથી આપણને લાગે છે કે ભારતની પ્રજાને પ્રાણીઓ પ્રત્યે કેવો પ્રેમ હતો. જીરાફ એ ભારતીય પ્રદેશનું પ્રાણી નથી, તે છતાં આ પફ્રિકામાં એ પ્રાણીનું ચિત્ર છે. તે જોતાં ભારતીય પ્રાણીસંગ્રહાલયમાં તેને વસાવવામાં આવ્યું હશે, જે જોઈને ચિત્રકારે આ કાષ્ઠ પદ્રિકામાં એ પ્રાણીનું ચિત્ર દોર્યું હશે.
આ ચિત્રપટિકાઓ ઉપરના રંગ, રંગોમાં મેળવવામાં આવતા વૈરનિશ વગેરેની બનાવટ એટલી બધી મહત્વની છે કે આને ૫૦૦–૭૦૦ વર્ષ વીતી જવા છતાં પણ રંગો ઝાંખા કે કાળા નથી પડયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org