Book Title: Jaisalmer ane tena Prachin Gyan Bhandaro Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 1
________________ જેસલમેર અને તેના પ્રાચીન જૈન જ્ઞાનભંડારે જેસલમેરના જગવિખ્યાત જૈન જ્ઞાનભંડારો જ્યાં આવેલા છે એ રાજસ્થાન (મારવાડ)માં આવેલા અનેક દેશી રાજ્યો પૈકી એક પ્રાચીન દેશી રાજ્ય હતું. સ્વતંત્ર ભારતને અધિકાર જામ્યા પછી, બીજા દેશી રાજ્યની જેમ, તેનું વિસર્જન થયું છે. એ રાજ્ય રાજસ્થાનની વાયવ્ય સરહદે આવેલું છે. અને પાકિસ્તાનની સરહદ ત્યાંથી બહુ દૂર નથી. સૌપ્રથમ એની રાજધાની લોકવામાં હતી, પણ પાછળથી રાજદ્વારી આદિ કારણોને લઈને તે જેસલમેરમાં લાવવામાં આવી હતી. અને એ પછી જ એ રાજ્ય જેસલમેર રાજ્ય તરીકે ઓળખાવા લાગ્યું. જેસલમેર રાજધાની સ્થપાયા બાદ તેની વ્યાપાર વિષયક આબાદી વધતી ચાલી અને વ્યાપારી લોકો અને બીજી પ્રજા ત્યાં વસતી ગઈ તેની સાથે સાથે ત્યાં જૈન-જૈનેતર ધાર્મિક સ્થાનોનું પણ નિર્માણ થતું થયું. આજથી દોઢસે વરસ પહેલાં જેસલમેરમાં જેનોનાં સત્તાવીસ ઘર હતાં. અને તે રીતે ત્યાં બીજી વસ્તી પણ હતી. પરંતુ રાજ્ય સાથે કઈ વાતમાં વાંધો પડવાથી ઘણા વ્યાપારીઓ અને તે સાથે બીજી પ્રજા પણ ત્યાંથી હિજરત કરી ગયાં. આ રીતે રાજ્યની આબાદી ઘસાતી ચાલી. પાછળથી રાજ્ય સાથે સમાધાન થયું. કેટલાક વ્યાપારીઓ વગેરે પાછા આવ્યા, તે છતાં રાજ્યની આબાદી જામી નહીં. આથી વ્યાપારીઓ વગેરે લેકો ધીરે ધીરે બહાર જતા ગયા. એટલે આજનું જેસલમેર એ પ્રાચીન કાળનું સમૃદ્ધ જેસલમેર રહ્યું નથી. આજે ત્યાંની જૂની આલિશાન ઈમારતો તેની પૂર્વકાલીન સમૃદ્ધિ અને આબાદીને ખ્યાલ આપે છે. ધીરે ધીરે એ ઈમારતો પણ પડતી જાય છે ને તેનાં ખંડિયેરો જોવા મળે છે. જેસલમેરના નાના પહાડ ઉપર આવેલ કિલ્લામાં રાજ્યના મહેલ છે, બીજાં મકાન છે, તેમ જ ખરતરગર છીય જેનોએ બંધાવેલાં, જેને અતિ ભવ્ય કલાનાં ધામા કહી શકાય તેવાં, આઠ શિખરબંધ મંદિરો છે. એ પૈકીનાં અષ્ટાપદ-ચિંતામણિ પાર્શ્વનાથનું યુગલમંદિર અને બીજાં બે મંદિરે તો અતિભવ્ય શિલ્પ સ્થાપત્યના નમૂનારૂપ છે. ખાસ કરીને આ મંદિરમાં પ્રવેશ કરતાં તેનાં તોરણો તથા વિવિધ ભાવોને રજૂ કરતી અતિરમ્ય આકૃતિવાળી શાલભંજિકાઓ તથા તેમાંના સ્તંભોમાં ઉપસાવેલાં અનેકવિધ ભવ્ય રૂપે, ઘુમટો આદિ શિલ્પસમૃદ્ધિથી મંદિરની ભવ્યતામાં અનેકગણો વધારો થાય * તા. ૧૫-૭-૧૯૬૫ના રોજ અમદાવાદ-વડોદરા રેડિયો સ્ટેશનેથી અપાયેલો વાર્તાલાપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5