Page #1
--------------------------------------------------------------------------
________________
જેસલમેર અને તેના પ્રાચીન જૈન જ્ઞાનભંડારે
જેસલમેરના જગવિખ્યાત જૈન જ્ઞાનભંડારો જ્યાં આવેલા છે એ રાજસ્થાન (મારવાડ)માં આવેલા અનેક દેશી રાજ્યો પૈકી એક પ્રાચીન દેશી રાજ્ય હતું. સ્વતંત્ર ભારતને અધિકાર જામ્યા પછી, બીજા દેશી રાજ્યની જેમ, તેનું વિસર્જન થયું છે. એ રાજ્ય રાજસ્થાનની વાયવ્ય સરહદે આવેલું છે. અને પાકિસ્તાનની સરહદ ત્યાંથી બહુ દૂર નથી. સૌપ્રથમ એની રાજધાની લોકવામાં હતી, પણ પાછળથી રાજદ્વારી આદિ કારણોને લઈને તે જેસલમેરમાં લાવવામાં આવી હતી. અને એ પછી જ એ રાજ્ય જેસલમેર રાજ્ય તરીકે ઓળખાવા લાગ્યું. જેસલમેર રાજધાની સ્થપાયા બાદ તેની વ્યાપાર વિષયક આબાદી વધતી ચાલી અને વ્યાપારી લોકો અને બીજી પ્રજા ત્યાં વસતી ગઈ તેની સાથે સાથે ત્યાં જૈન-જૈનેતર ધાર્મિક સ્થાનોનું પણ નિર્માણ થતું થયું.
આજથી દોઢસે વરસ પહેલાં જેસલમેરમાં જેનોનાં સત્તાવીસ ઘર હતાં. અને તે રીતે ત્યાં બીજી વસ્તી પણ હતી. પરંતુ રાજ્ય સાથે કઈ વાતમાં વાંધો પડવાથી ઘણા વ્યાપારીઓ અને તે સાથે બીજી પ્રજા પણ ત્યાંથી હિજરત કરી ગયાં. આ રીતે રાજ્યની આબાદી ઘસાતી ચાલી. પાછળથી રાજ્ય સાથે સમાધાન થયું. કેટલાક વ્યાપારીઓ વગેરે પાછા આવ્યા, તે છતાં રાજ્યની આબાદી જામી નહીં. આથી વ્યાપારીઓ વગેરે લેકો ધીરે ધીરે બહાર જતા ગયા. એટલે આજનું જેસલમેર એ પ્રાચીન કાળનું સમૃદ્ધ જેસલમેર રહ્યું નથી. આજે ત્યાંની જૂની આલિશાન ઈમારતો તેની પૂર્વકાલીન સમૃદ્ધિ અને આબાદીને ખ્યાલ આપે છે. ધીરે ધીરે એ ઈમારતો પણ પડતી જાય છે ને તેનાં ખંડિયેરો જોવા મળે છે.
જેસલમેરના નાના પહાડ ઉપર આવેલ કિલ્લામાં રાજ્યના મહેલ છે, બીજાં મકાન છે, તેમ જ ખરતરગર છીય જેનોએ બંધાવેલાં, જેને અતિ ભવ્ય કલાનાં ધામા કહી શકાય તેવાં, આઠ શિખરબંધ મંદિરો છે. એ પૈકીનાં અષ્ટાપદ-ચિંતામણિ પાર્શ્વનાથનું યુગલમંદિર અને બીજાં બે મંદિરે તો અતિભવ્ય શિલ્પ સ્થાપત્યના નમૂનારૂપ છે. ખાસ કરીને આ મંદિરમાં પ્રવેશ કરતાં તેનાં તોરણો તથા વિવિધ ભાવોને રજૂ કરતી અતિરમ્ય આકૃતિવાળી શાલભંજિકાઓ તથા તેમાંના સ્તંભોમાં ઉપસાવેલાં અનેકવિધ ભવ્ય રૂપે, ઘુમટો આદિ શિલ્પસમૃદ્ધિથી મંદિરની ભવ્યતામાં અનેકગણો વધારો થાય
* તા. ૧૫-૭-૧૯૬૫ના રોજ અમદાવાદ-વડોદરા રેડિયો સ્ટેશનેથી અપાયેલો વાર્તાલાપ.
Page #2
--------------------------------------------------------------------------
________________
૫૪ ૩
જ્ઞાનાંજલિ
આ
છે. અમે જ્યારે જેસલમેરના ભંડારાને વ્યવસ્થિત કરી રહ્યા હતા, ત્યારે ત્યાં જર્મન વિદ્વાન ડૅ, એલ. આસડા આવ્યા હતા. તેમણે કિલ્લાનાં આ મદિરા જોઈ પ્રભાવિત થઈ જણાવ્યું મંદિરમાં ગૂજરાતી કળા કયાંથી આવી? ત્યાંના કારીગરાને પૂછતાં એક વૃદ્ધ કારીગરે જણાવ્યું કે અમારા ગુરુએ ગૂજરાતી હતા. ગુજરાતમાં જ્યારે માગલાનાં લશ્કરી કરી રહ્યાં હતાં ત્યારે ગુજરાતની પ્રજા ઉપાધિમાં હાઈ શિલ્પીએ પાસેથી કામ લઈ શકી નહિ. એટલે નવરા પડેલા શિલ્પીએ તે સમયે નિરુપદ્રવ એવા એ રાજસ્થાનમાં ગયા. અને તેમણે ત્યાંની ધનાઢય પ્રજાની ઇચ્છા પ્રમાણે મદિરા બાંધવાનું કામ કર્યું.... એ જ કારણથી ત્યાંનાં અને બીજા સ્થળાનાં વિદેશની રચનામાં ગુજરાતી શિલ્પકળાનું મિશ્રણ થયું છે.
આ કિલ્લામાં જૈનેતર મદિર પણ છે. એક મદિરમાં સૂર્યદેવની મૂર્તિ છે. લાગે છે કે પ્રાચીન કાળમાં ત્યાં પૂજા થતી હશે. આ મંદિર રાજ્યને આધીન છે. જેસલમેર ગામમાં તપાગચ્છીય જૈન શ્રાવક સંઘે બધાવેલું જૈન મદિર છે, પણ તે ભવ્ય હેાવા છતાં સાધારણ ગણી શકાય તેવુ છે. જેસલમેરની બહાર ઘડીસર નામનુ એક વિશાળ તળાવ છે. તેમાં જો ચેમાસામાં આવક બરાબર રહે તે ત્યાંની પ્રજા બે-ત્રણ વર્ષ સુધી પાણીને ઉપયોગ કરે તાપણુ પાણી ન ખૂટે એટલે પાણીને ભંડાર એમાં ભરાય છે. આ પાણીની આવક માટે તળાવમાં એવા રસ્તાએ કરવામાં આવ્યા હતા. પરંતુ આજે એ રસ્તાએની રાજ્યે એવી ઉપેક્ષા કરી છે કે જેથી તે તળાવમાં પ્રશ્ન એક વ વાપરે એટલા પણ પાણીને સંગ્રહ થતેા નથી.
જેસલમેરની આબેહવાને કારણે ત્યાં ચામાસાની ઋતુમાં એત્રણ ઇંચથી વધારે વરસાદ પડતા નથી. ત્યાં છ ઇંચ વરસાદ પડે ત્યારે આ ઘડીસર તળાવ એક મહાસરાવર જેવું બની જાય છે. સામાન્ય રીતે જેસલમેરના પ્રદેશ રેગિસ્તાન હેાવા છતાં તેની આસપાસની જમીન એટલી મજબૂત છે કે તેમાં પડેલું પાણી ચુસાઈ ન જતાં જેમનું તેમ જમા રહે છે. એટલે ખરેખર રૅતીનું રણ તેનાથી દૂર જ છે. પણ વાવાઝોડાં આદિ કારણાને લઈ ને આ પ્રદેશમાં કેટલેક સ્થળે રેતી જામી જઈ રેગિસ્તાન જેવુ થઈ જાય છે.
જેસલમેરની બહાર અનેક જૈન યુતિની સમાધિએ છે, તેમ જ બીજી પણ અનેક શેઠ શાહુકાર આદિની સમાધિએ છે. પણ એની કોઈ ખાસ કાળજી નહીં રાખવાને કારણે તેમાંની અમુક સમાધિએ પડતી જાય છે અને અમુક નવી બનતી જાય છે: એમ બનતુ' જ રહે છે. અહીં આસપાસ પથ્થરાની મેટી મેાટી ખાણા છે, જેમાં ખારા પથ્થરને મળતા પથ્થરે મેાટા પ્રમાણમાં થાય છે. જેસલમેરમાં મકાને બાંધવા માટે મુખ્યત્વે આ પથ્થરાના જ ઉપયોગ થાય છે. ત્યાંની પ્રશ્ન માટે પણ આ પથ્થરા અતિસુલભ છે. ત્યાંના કારીગરો આ પથ્થરામાંથી નાવણિયાં વગેરે અનેક ધરગથ્થુ વસ્તુઓ બનાવી સસ્તા મૂલ્યે પ્રશ્નને આપે છે. ઉપરાંત, અહીં વીંછીઆ વગેરે પ્રકારના પથ્થરો નીકળે છે, જેમાંથી પ્યાસા, રકાબી, છૂટાએ, ખરલા, પેપરવેટ વગેરે અનેક પ્રકારની સુંદર સુંદર વસ્તુએ બને છે. સામાન્ય પ્રજા પેાતાનાં ઘરે રંગવામાં ઘડીસર તળાવમાં નમી ગયેલી વિધવિધરંગી માટીના ઉપયાગ કરે છે. આ પ્રદેશની સામાન્ય પરિસ્થિતિનું અવલેાકન કર્યાં પછી જેસલમેરના અતિમહત્ત્વના પ્રાચીન જૈન જ્ઞાનભંડારાનું નિરીક્ષણ કરીએ.
જેસલમેરમાં બધાં મળીને ૧૦ જ્ઞાનભંડારા છે: (૧) ખરતરગીય યુગપ્રધાન આચાર્યે જિનભદ્રસૂરિને, (૨) ખરતર વેગડગચ્છતા, (૩) આચાયૅગના, (૪) અને (૫) થાહરુ શાહને, () ડુંગરજીના, (૭) તપગચ્છતા, (૮) લાંકાગચ્છના, (૯) આચાર્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનેા,
Page #3
--------------------------------------------------------------------------
________________
[૫૫
જેસલમેર અને તેના પ્રાચીન જૈન જ્ઞાન ભંડાર (૧૦) આચાર્ય શ્રી લક્ષ્મીચંદ્રજી મહારાજનો. આ ૧૦ પૈકી તપાગચ્છ અને લંકાગચ્છના એ બે જ્ઞાનભંડારે બાદ કરતાં બાકીના બધા જ જ્ઞાનભંડારો શ્રી ખરતરગચ્છની સત્તામાં અને દેખરેખમાં છે. આ ૧૦ પૈકી બીજે, ચોથે અને આઠમો એ ત્રણ ભંડારોને કિલ્લામાં આવેલા ખરતરગચ્છીય આચાર્ય જિનભદ્રગણિજ્ઞાનભંડારમાં ભેળવી દેવામાં આવ્યા છે. આ ભંડારો શાન્તિનાથ જૈન મંદિરની નીચેના ભોંયરામાં અતિસુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. આ ભોંયરામાં બે કાર વટાવ્યા પછી નાની સાંકડી બારીવાળા ત્રીજા ભયરામાં આ ભંડારો રાખેલા છે. પ્રાચીન કાળમાં પથ્થરની અભરાઈએ કરી તેમાં કિલ્લાના અતિગૌરલાર્યા તાડપત્રીય પુસ્તકસંગ્રહને રાખવામાં આવતો હતો, અને તેને બંધ કરવા માટે લાકડાંના બારણાં હતાં. આજે એ ભંડારોને અમે સ્ટીલના કબાટમાં સુરિક્ષત રાખ્યા છે. કિલાને આચાર્ય જિનભદ્રીય જ્ઞાનભંડાર આખે ને આખે તાડપત્ર ઉપર લખાયેલા ગ્રંથનો જ સંગ્રહ છે. આ ઉપરાંત ખરતરગચણીય વડા ઉપાશ્રયમાં તથા આચાર્યગર છના ઉપાશ્રયમાં અને તપાગચ્છના તથા લોકાગચ્છના જ્ઞાનભંડારોમાં પણ તાડપત્ર ઉપર લખાયેલ થોડા થોડા ગ્રંથ છે. એકંદરે અહીં બધી મળીને તાડપત્ર ઉપર લખાયેલ ૬૦૦ પોથીઓ છે. પુસ્તકો સંખ્યાની દૃષ્ટિએ તે ઉપર જે ૧૦ ભંડારોનાં નામ આપવામાં આવ્યાં તે બધામાં મળીને ૧૨ થી ૧૩ હજાર કરતાં વધારે નથી. આમાં સામાન્ય રીતે પ્રાચીન તાડપત્રીય મહત્વના ગ્રંથ છે. ગ્રંથસંખ્યાની દૃષ્ટિએ ૨૦, ૨૫ કે ૫૦ હજાર કે તેથી વધારે ગ્રંથસંખ્યા ધરાવનાર ગુજરાતમાં પાટણ, અમદાવાદ, ખંભાત, વડોદરા વગેરેના જ્ઞાનભંડારો છે, પરંતુ તે જ્ઞાનભંડારોના ગ્રંથે અનેક વાર જોવાયેલા તેમ જ તેમાંની સાહિત્યાદિને લગતી સામગ્રી સહજ સુલભ હોઈ તેનું મહત્વ હોવા છતાં પણ વિદ્વાનોને તે એકાએક આકર્ષક લાગતા નથી, અને તે માટે તેઓની ઊર્મિ કે ઉત્કંઠા બહુ શાંત હોય છે, જ્યારે અહીંના ભંડાર દૂર પ્રદેશમાં તેમ જ તે ભંડારોની સાહિત્યિક સામગ્રીનું અવલોકન દુર્લભ તેમ જ દુષ્કર હોઈ તેનું મહત્વ વધારે લાગે તે સ્વાભાવિક છે. જેસલમેરના તાડપત્રીય જ્ઞાનભંડારમાં કાષ્ઠચિત્રપટિકાઓ કે સુવર્ણાક્ષરી, રીયારી આદિ ગ્રંથની અપૂર્વ અને અલભ્ય સામગ્રીઓ પડી છે, જેથી અહીંના ભંડારોનું મહત્ત્વ ઘણું જ વધી જાય છે. સાથે સાથે અહીંના તાડપત્રીય ભંડારોમાં એવા ઘણે અંશે તાડપત્રી ઉપર લખાયેલા છે, જે અતિ પ્રાચીન, પ્રાચીનતમ છે, જેની નકલે બીજે ક્યાંય પણ મળવી મુશ્કેલ છે, જેથી તે સંશોધનની દૃષ્ટિએ ઘણું જ મહત્વના છે. અત્રેના ભંડારોમાં ચિત્રસમૃદ્ધિ તેમ જ પ્રાચીન કાષ્ઠચિત્રપદ્રિકાઓ વગેરે સામગ્રીઓ એટલી બધી વિપુલ પ્રમાણમાં સચવાયેલી છે કે જેથી ભંડારોનું મૂલ્ય ઘણું વધી જાય છે. ૧૩મી થી ૧૫મી સદી સુધીમાં ચીતરાયેલી કાઠચિત્રપદિકાઓનો અહીં એવડે મોટે સંગ્રહ છે કે જે આપણને આપણી પ્રાચીન સંસ્કૃતિનાં ગૌરવભર્યા બીજક પૂરાં પાડે છે, આપણને નવાઈ ઉત્પન કરે છે અને ચકિત કરી દે છે. આ ચિત્રપદિકાઓમાં જૈન તીર્થકરોના જીવનપ્રસંગો, કુદરતનાં દ, અનેક પ્રાણીઓની આકૃતિઓ વગેરેને લગતાં વિવિધ દૃશ્યો જોવા મળે છે.
૧૩મી સદીમાં ચીતરાયેલ એક પદિકામાં જીરાફનું ચિત્ર છે. એ ઉપરથી આપણને લાગે છે કે ભારતની પ્રજાને પ્રાણીઓ પ્રત્યે કેવો પ્રેમ હતો. જીરાફ એ ભારતીય પ્રદેશનું પ્રાણી નથી, તે છતાં આ પફ્રિકામાં એ પ્રાણીનું ચિત્ર છે. તે જોતાં ભારતીય પ્રાણીસંગ્રહાલયમાં તેને વસાવવામાં આવ્યું હશે, જે જોઈને ચિત્રકારે આ કાષ્ઠ પદ્રિકામાં એ પ્રાણીનું ચિત્ર દોર્યું હશે.
આ ચિત્રપટિકાઓ ઉપરના રંગ, રંગોમાં મેળવવામાં આવતા વૈરનિશ વગેરેની બનાવટ એટલી બધી મહત્વની છે કે આને ૫૦૦–૭૦૦ વર્ષ વીતી જવા છતાં પણ રંગો ઝાંખા કે કાળા નથી પડયા
Page #4
--------------------------------------------------------------------------
________________
૫૬ ]
કે ઊખડી પણ નથી ગયા, એ એક મહત્ત્વની વસ્તુ છે,
પ્રાચીન તાડપત્રીય પ્રતિમાં જે જૈન તીર્થ કરા, જૈન આચાર્યો તેમ જ ગ્રંથ લખાવનાર શ્રેષ્ઠિવ આદિનાં ચિત્ર છે, તેના રંગે પણ આજે જેવા તે તેવા જ દેખાય છે. વોટરકલર જેવા આ રંગે હોવા છતાં તેમાં મેળવવામાં આવેલુ' શ્લષદ્રવ્ય એવી રીતે મેળવવામાં આવ્યું છે કે જેને કારણે રંગા જરા પણ ઝાંખા નથી પડવા કે બીજાં પાનાં સાથે એ રંગ ચોંટી નથી ગયા, મૂળ ચિત્રમાંથી ઊખડી ગયા નથી, કે ધસાઈ જવા પણુ પામ્યા નથી. આ ઉપરથી આપણુને સ્પષ્ટ રીતે લાગે છે કે તે તે કાળે આપણી પાસે રંગેા બનાવવા વગેરેને લગતી મહત્ત્વની પ્રભાવશાલિની કળા હતી. આ ઉપરાંત તાડપત્રીય પ્રતિઓમાં જ્યાં ગ્રંથના ખાસ વિભાગેા તે પ્રકરણા સમાપ્ત થતાં હોય છે, ત્યાં કાળી શાહીથી ચક્ર, કમળ, આદિ વિવિધ પ્રકારનાં સુશાભને ચીતરવામાં આવતાં હતાં, જેથી ગ્રંથના તે તે વિભાગની સમાપ્તિને આપણે વિના પરિશ્રમે શેાધી શકીએ; આવાં શાભનેાવાળી અનેકાનેક તાડપત્રીય પ્રતિ અહીંના કિલ્લાના તાડપત્રીય ગ્રંથસ ગ્રહમાં છે,
જ્ઞાનાંજલિ
પ્રાચીન તાડપત્રીય ગ્રંથેાની સમૃદ્ધિમાં, સંખ્યાની દૃષ્ટિએ, પાટણના ભંડારા ચડિયાતા છે, છતાં જેસલમેરના ભંડારામાં જે કેટલીક વિશેષતા છે, તે બીજે કયાંય નથી. અહીંના ભંડારમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત વિશેષાવશ્યક મહાભાષ્યની અતિ પ્રાચીન તાડપત્રીય પેાથી છે. લેખન સંવત સ્પષ્ટ નથી છતાં લિપિનું સ્વરૂપ જોતાં ૯મા સૈકામાં અથવા ૧૦મા સૈકાના પ્રારભમાં એ પૈાથી લખાઈ હેાય તેમ લાગે છે. આ પેધીએ અહીંના ભંડારાના ગૌરવમાં ઘણા મેાટા ઉમેરે કર્યો છે. પ્રાચીન લિપિએના અભ્યાસીઓ માટે આ પેાથીનું ઘણું જ મહત્ત્વ છે. ખાસ કરીને આ એક મહાન ગ્રંથ હાઈ આ પેાથીને આધારે તે સમયની લગભગ સંપૂર્ણ કહી શકાય તેવી એક વર્ણમાલા તૈયાર કરી શકાય, કે જે લિપિવિશારદોને તે યુગ પહેલાંના અને પછીના બમ્બે સૈકાઓની લિપિને ઉકેલવામાં મદદ કરી શકે.
આ સિવાય બીજા કોઈ પણ જ્ઞાનભંડારમાં ન મળી શકે તેવી પ્રાચીન એટલે કે વિ. સં. ૧૨૪૬ અને ૧૨૭૮ આદિમાં કાગળ ઉપર લખાયેલ પડશતિટિપ્પનક આદિ ગ્રંથાના પ્રાચીન સંગ્રહ કિલ્લાના ભંડાર સાથે જોડી દીધેલા ખરતર વેગડગચ્છના ભડારમાં છે. એ આ ભંડારાની ભન્ય વિશેષતા છે. ૐૉ. વેબરને એશિયામાંના ચારકંદ નગરની દક્ષિણે દશ માઈલ ઉપર આવેલા કૃગિઅર ગામમાંથી ચાર નાટકાની નકલા મળી હતી, જે ઈ. સ.ની પાંચમી-ઠ્ઠી સદીમાં લખાયેલી માનવામાં આવે છે, પરંતુ હજુ સુધી જૈન જ્ઞાનભંડારામાં ઉપર જણાવેલી પ્રતિએ કરતાં બીજી કાઈ કાગળ ઉપર લખાયેલી પ્રાચીન પ્રતિ મળી શકી સાંભળવામાં આવી નથી. આ રીતે આ જ્ઞાનભંડારે। સાહિત્યિક સશેાધનની દૃષ્ટિએ ઘણા જ મહત્ત્વના છે.
જેસલમેરના જ્ઞાનભડાર અંગે બાહ્ય દૃષ્ટિએ આટલું જણાવ્યા પછી આપણે તેમાંની સાહિત્યિક સ'પત્તિનું નિરીક્ષણ કરીએ. અહીંના કે ગમે ત્યાંના જૈન જ્ઞાનભંડારા એટલે બીજા સાંપ્રદાયિક જ્ઞાનભંડારાની જેમ સાંપ્રદાયિક સાહિત્યને જ સંગ્રહ નહિ, પણ ભારતીય, વ્યાપક, સર્વદેશીય સાહિત્યને જ એ સંગ્રહ સમજવા જોઈ એ. એ જ રીતે આ ભડારેા તાડપત્રીય તેમ જ ઇતર જ્ઞાનસંગ્રહ સમજવા જોઈ એ. એ દિષ્ટએ જોતાં આ ભંડારાને વૈદિક, જૈન અને બૌદ્ધ ગ્રંથાની ખાણુરૂપ ગણવા જોઈ એ. આમાં દરેક પ્રકારના સાહિત્યનેા સ ંગ્રહ હેાવાથી તે ભારતીય પ્રજાનેા અણુમાલ ખજાના છે.
વ્યાકરણ તથા પ્રાચીન કાવ્ય, કેશ, છંદથ, અલ'કાર, સાહિત્ય, નાટકો વગેરેની પ્રાચીન, અલભ્ય ગણી શકાય તેવી વિશાળ સામગ્રી છે, તે ઉપરાંત તેમાં વૈદિક તથા બૌદ્ધ સાહિત્ય-સ`શાધન
Page #5
--------------------------------------------------------------------------
________________ જેસલમેર અને તેના પ્રાચીન જૈન જ્ઞાન ભંડાર [57 માટેની અપાર અને અપૂર્વ સામગ્રી છે. દાર્શનિક તત્વસંગ્રહ ગ્રંથની 12 મા સૈકાના ઉત્તરાર્ધમાં લખાયેલી પ્રતિ પણ છે. જૈન આગમ ગ્રંથની પ્રાચીન પ્રતિઓ આ જ્ઞાનભંડારમાં ઘણી છે, જે જૈન આગમના સંશેધન આદિ માટે ઘણી જ મહત્ત્વની છે. આગમ-સાહિત્ય પૈકી દશવૈકાલિક સૂત્ર ઉપરની અગત્યસિંહ સ્થવિરની પ્રાચીન પ્રાકૃત ટીકા એટલે કે ચૂણિ આજે બીજા કોઈ પણ જ્ઞાનભંડારમાં નથી. પાદલિપસુરિકૃત જ્યોતિષ્કરંડક પ્રકીર્ણ ક વૃત્તિની પ્રાચીન પ્રતિ આ ભંડારોમાં જ છે. જૈનાચાર્યની આ રચના તિવિદો માટે આકર્ષણરૂપ ગ્રંથ છે. તેની નકલે બીજે ક્યાંય જોવામાં આવી નથી. બૌદ્ધ દાર્શ. નિક સાહિત્ય પૈકી તત્ત્વસંગ્રહ અને તેના ઉપરની વ્યાખ્યા, ધર્મોત્તર ઉપરની મલવાદિની અને બીજી વ્યાખ્યાઓની પ્રાચીન અને મૌલિક રચનાની ના અતિશુદ્ધ રૂપે આ ભંડારોએ જ પૂરી પાડી છે. "દેવીય છંદ શાસ્ત્ર અને તેના ઉપરની ટીકા, કસિ અને તેની વ્યાખ્યા આદિ ગ્રંથે જેસલમેરમાં જ છે. વકૅકિતજીવિત તેમ જ પ્રાકૃત ભાષામાં રચાયેલ અલંકાર વિષયક ગ્રંથ, ઉભટ કાવ્યાલંકાર, કાવ્યપ્રકાશ ઉપરની સોમેશ્વરની વ્યાખ્યા, અભિધાવૃત્તિ, માતૃકા અને મહામાત્ય અંબાદાસક્ત કલ્પલતા, અને સંકેત ઉપરની પહલવશેષ વ્યાખ્યાની સંપૂર્ણ પ્રતિ આ ભંડારમાં જ સચવાયેલી છે. આ રીતે આ જ્ઞાનભંડારે એ માત્ર સાંપ્રદાયિક દૃષ્ટિએ જ નહિ પણ વ્યાપક દૃષ્ટિએ ઘણું જ મહત્ત્વના છે. - સાહિત્યિક સામગ્રી ઉપરાંત તેમાંની ચિત્રસમૃદ્ધિ, કાષ્ઠપટ્ટિકાઓ આદિ કે જેને પરિચય ઉપર હું કરાવી ચૂક્યો છું, તે અને ગ્રંથના અંતમાંની પ્રાચીન ગ્રંથ-લેખકોની પુપિકાએ જોતાં તેમાં જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિગતોની નોંધ છે, તે ઓછા મૂલ્યની નથી. દાખલા તરીકે માલધારી હેમચંદ્રસૂરિકૃતિ ભવભાવના પ્રકરણ પણ ટીકાની એક પ્રતિ છે, જે વિ. સં. ૧૨૪૦માં લખાયેલી છે. તેમાં પાદરા, વાસદ આદિ ગામનાં નામનો ઉલ્લેખ છે; ઇત્યાદિ અક૯ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક સામગ્રી આ ભંડારોમાં ભરેલી પડી છે. એથી જ આ જ્ઞાનભંડારો ભારતીય તેમ જ વિદેશીયા જેનજૈનેતર વિદ્વાનોના આકર્ષણરૂપ બની શક્યા છે. [“ક્યાભારતી, ઓગસ્ટ 1965]