________________ મનુષ્ય એક્લો નથી 13 મનુષ્યની એ સામાન્ય પ્રવૃત્તિ હોય છે કે તે પોતાના સગાસંબંધીઓની યથાશક્તિ સેવા કરતો જ હોય છે. તેમાં તેને એ શિખવવામાં આવે કે તારું કુટુંબ નું ઉત્તરોત્તર વિશાળ કરતો જા. એક મહોલ્લામાં રહેનાર પડોશી ઉપરાંત જે બીજા ગામમાં રહેનાર સગાસંબંધીઓ સાથે જે પ્રેમ હોય તો તે પ્રેમનો ઉત્તરોત્તર વિકાસ કરણીય છે અને એ વિકાસ વિશ્વમૈત્રીમાં પરિણમાવવાની આવશ્યકતા છે. આમ જે કરવામાં આવે તો વ્યક્તિની સ્થાથી ભાવનાના દોષને બદલે તેની આધ્યાત્મિક પરાર્થભાવનાનો જ વિકાસ થાય છે અને તેમ થતાં સ્વાર્થજન્ય દોષનો ઉત્તરોત્તર હાર થઈ મહાકરુણામાં પરિણમે છે. આથી પોતાનો તો ઉદ્ધાર છે જ પણ સાથે સાથે જે સમાજમાં આપણે રહેતા હોઈએ તેનો પણ ઉદ્ધાર છે. એ સમાજ આપણને પછી તુર નથી લાગતો, છોડવા જેવો નથી લાગતો પણ ઉત્તરોત્તર વિકસિત કરવાની પ્રેરણા કરતો જણાય છે; તેમાં જ સ્વપરકલ્યાણ ભાવના વિકસે છે અને એ રીતે ખરી આધ્યાત્મિકતા પણ વિકસે છે. આ ક્રમ સ્વાભાવિક છે. એ સ્વાભાવિક ક્રમ છોડીને માત્ર સંન્યાસ ઉપર ભાર આપવા જતાં આપણે બન્ને બગાડ્યા છે. જેમાંથી સાચા સંન્યાસીઓ પાકવાનો સંભવ છે એ ભૂમિકા રૂ૫ શ્રાવક સમાજની ઉન્નતિ થતી નથી ને સંન્યાસી સમાજમાં જીવનની કૃત્રિમતા વધતી જાય છે. આ દોષ જે ટાળવો હોય તો એક જ રસ્તો છે કે માત્ર સાધુસંસ્થા ઉપર ભાર આપવો છોડી દઈએ અને જે સમાજ-ગૃહસ્થ સમાજ જે આપણને સહજ પ્રાપ્ત છે તેની ઉપેક્ષા ન કરતા તેની જ ઉન્નતિ કરવા વિશેષ પ્રયત્નશીલ થઈએ. એવા ઉન્નત સમાજમાંથી સહજ ભાવે જે એકલવિહારી બનશે તે તે માર્ગને દિપાવશે અને એકલવિહારી નહિ બને તો પણ સમાજમાં અપરકલ્યાણના માર્ગમાં લાગ્યા રહ્યા હશે તો પણ એ અનુચિત તો નથી જ, ( * - * ** S. AOON વિGિ ; * T UDI time - : ' .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org