Book Title: Manushya Eklo Nathi
Author(s): Dalsukh Malvania
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 1
________________ મનુષ્ય એક્લો નથી શ્રી દલસુખ માલવણિયા વૈદિક ઋષિઓએ કે મન્નદષ્ટાઓએ આ સંસારને કે આપણું આ દુનિયાને સર્વથા ત્યાગવાનો ઉપદેશ નથી આપ્યો. તેમને સ્વર્ગની કલ્પના કરવી ગમતી પણ એ સ્વર્ગ માટે ઉપાયો એવા યોજવામાં આવતા નહિ, જેથી આ દુનિયા રહેવાલાયક જ ન રહે. વર્ગ માટેના પ્રયત્નમાં પણ આ દુનિયાના સુખમાં રિો કરવો એ બેય ૨હતું. ખરી રીતે કહીએ તો તેમનો ભાર પરલોક-સ્વર્ગ ઉપર નહિ પણ ઈહલીક ઉપર હતો. તેમના સમગ્ર પ્રયત્નનો સાર આ દુનિયામાં સુખ કેવી રીતે પ્રાપ્ત કરવું એની શોધ કરવામાં છે. તેમને આધ્યાત્મિક કરતા ભૌતિક સુખ વધારે ગમતું અને તે માટે તેમનો વિશેષ પ્રયત્ન રહેતો. ઉપનિષદના ઋષિઓએ ભૌતિકને બદલે આધ્યાત્મિક સુખ ઉપર ભાર આપ્યો પણ તેમને મને પણ આ દુનિયાને ત્યાગવાથી એ આધ્યાત્મિક સુખ પ્રાપ્ત થાય છે એમ મનાયું નથી. આત્મા સર્વવ્યાપી હોઈ ખરી રીતે આ દુનિયાને ત્યાગીને અન્યત્ર આધ્યાત્મિક સુખ અર્થે જવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. એટલે તેમને પણ પ્રયત્ન આ દુનિયામાં આધ્યાત્મિક સુખની વૃદ્ધિ કેવી રીતે થાય એની શોધ કરવાનો હતો. પરિણામે જેને આપણે સંસાર કહીએ છીએ તે સર્વથા ત્યાજ્ય જ છે એવું મન્તવ્ય તેમનું નથી. એટલે બ્રહ્મપ્રાપ્તિ માત્ર સંન્યાસથી જ થાય છે એ મન્તવ્ય તેમણે કદી અપનાવ્યું નથી. સંન્યાસ બ્રહ્મપ્રાપ્તિમાં ઉપકારક છે પણ તે જ કારણ છે અને અન્ય નહિ, એમ તેમણે કદી કહ્યું નથી. એટલે જ જનક જેવા રાજાને પણ રાજ્યભાર વહન કરવા છતાં બ્રહ્મપ્રાપ્તિ થઈ એમ માનવામાં આવ્યું. સારાંશ એ છે કે તત્ત્વજ્ઞાન એ બ્રહ્મપ્રાપ્તિમાં કારણ છે, બાહ્ય આચાર કે કર્મકાંડ એ આવશ્યક નથી. બીજા શબ્દોમાં કહીએ તો તેમનો પ્રયત્ન વિદ્યમાન સંસારને નવું રૂપ આપવાનો છે. સંસાર એનો એ જ છે; પત્ની-પુત્ર-ધન-દોલત એ બધું જ એનું એ જ પણ તેને જોવાની દૃષ્ટિમાં પરિવર્તન કરવું આવશ્યક છે. એ જે થયું તો અહીં બેઠાં મોક્ષ છે અને એ જે ન થયું તો અહીં બેઠા સંસાર છે. આ તેમની દૃષ્ટિ છે. આ દષ્ટિનો જ વિકાસ આપણે શ્રીમદભગવદગીતામાં અનાસક્તિયોગ રૂપે જોઈએ. એટલે એમ કહી શકાય કે વૈદિક પરંપરામાં આ લોકને બગાડીને પરલોક સુધારવાની વાત નથી, પણ આ લોકને સુધારીને જ પરલોક સુધારી શકાય છે. ખરી રીતે એમ કહેવું જોઈએ કે પરલોક જેવી વસ્તુની પરવા તેમને નથી. પણ વિદ્યમાન છવન અને ભવિષ્યનું જીવન એમ જીવનમાં ભેદ છે. આત્મા સર્વવ્યાપી હોઈ તેને ક્યાંઈ જવા-આવવાનું છે જ નહિ, પણ અત્યારે તેની જે અવસ્થા હોય તેથી વધારે સારી અવસ્થા કેમ પ્રાપ્ત કરે એ જ જોવાનું છે. એટલે વિદ્યમાનને બગાડીને ઉત્તરકાલ સારો થવાનો સંભવ ઓછો છે. જે લોકોની વચ્ચે આપણે રહીએ છીએ એ લોકોને જ સુધારવાથી—–એ લોકોની દષ્ટિને જ ઠીક કરવાથી ઘણું કામ સરે છે. લોથી અળગા થઈને જ સાધના કરી શકાય છે એવો એકાંત માર્ગ નથી. લોકની વચ્ચે રહી સાધના કરવી જોઈએ એ રાજમાર્ગ છે. આ દૃષ્ટિએ જોઈએ તો વૈદિક ધર્મ માત્ર સંન્યાસ જ નહિ પણ ગૃહસ્થ ધર્મ કે સમાજના ધર્મને પણ માન્ય રાખ્યો છે. ચાર આશ્રમની અને ચાર વર્ણની વ્યવસ્થા તેમને એટલા જ માટે કરવી પડી છે. તે તેમણે પોતાની દૃષ્ટિએ કરી છે અને તેનો પરમ ઉત્કર્ષ ગીતાના સ્વર્ગે નિધનં શ્રેયઃ વરધોં મચાવઃ એ સિદ્ધાન્તમાં સ્થાપ્યો છે. રે કે વર્ણાશ્રમધર્મનું યથાવત પાલન એ જ સુખ કે શ્રેય પ્રાપ્ત કરવાનું સાધન મનાયું તેમાં પણ વૈદિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4