Book Title: Manushya Eklo Nathi
Author(s): Dalsukh Malvania
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Catalog link: https://jainqq.org/explore/211629/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય એક્લો નથી શ્રી દલસુખ માલવણિયા વૈદિક ઋષિઓએ કે મન્નદષ્ટાઓએ આ સંસારને કે આપણું આ દુનિયાને સર્વથા ત્યાગવાનો ઉપદેશ નથી આપ્યો. તેમને સ્વર્ગની કલ્પના કરવી ગમતી પણ એ સ્વર્ગ માટે ઉપાયો એવા યોજવામાં આવતા નહિ, જેથી આ દુનિયા રહેવાલાયક જ ન રહે. વર્ગ માટેના પ્રયત્નમાં પણ આ દુનિયાના સુખમાં રિો કરવો એ બેય ૨હતું. ખરી રીતે કહીએ તો તેમનો ભાર પરલોક-સ્વર્ગ ઉપર નહિ પણ ઈહલીક ઉપર હતો. તેમના સમગ્ર પ્રયત્નનો સાર આ દુનિયામાં સુખ કેવી રીતે પ્રાપ્ત કરવું એની શોધ કરવામાં છે. તેમને આધ્યાત્મિક કરતા ભૌતિક સુખ વધારે ગમતું અને તે માટે તેમનો વિશેષ પ્રયત્ન રહેતો. ઉપનિષદના ઋષિઓએ ભૌતિકને બદલે આધ્યાત્મિક સુખ ઉપર ભાર આપ્યો પણ તેમને મને પણ આ દુનિયાને ત્યાગવાથી એ આધ્યાત્મિક સુખ પ્રાપ્ત થાય છે એમ મનાયું નથી. આત્મા સર્વવ્યાપી હોઈ ખરી રીતે આ દુનિયાને ત્યાગીને અન્યત્ર આધ્યાત્મિક સુખ અર્થે જવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. એટલે તેમને પણ પ્રયત્ન આ દુનિયામાં આધ્યાત્મિક સુખની વૃદ્ધિ કેવી રીતે થાય એની શોધ કરવાનો હતો. પરિણામે જેને આપણે સંસાર કહીએ છીએ તે સર્વથા ત્યાજ્ય જ છે એવું મન્તવ્ય તેમનું નથી. એટલે બ્રહ્મપ્રાપ્તિ માત્ર સંન્યાસથી જ થાય છે એ મન્તવ્ય તેમણે કદી અપનાવ્યું નથી. સંન્યાસ બ્રહ્મપ્રાપ્તિમાં ઉપકારક છે પણ તે જ કારણ છે અને અન્ય નહિ, એમ તેમણે કદી કહ્યું નથી. એટલે જ જનક જેવા રાજાને પણ રાજ્યભાર વહન કરવા છતાં બ્રહ્મપ્રાપ્તિ થઈ એમ માનવામાં આવ્યું. સારાંશ એ છે કે તત્ત્વજ્ઞાન એ બ્રહ્મપ્રાપ્તિમાં કારણ છે, બાહ્ય આચાર કે કર્મકાંડ એ આવશ્યક નથી. બીજા શબ્દોમાં કહીએ તો તેમનો પ્રયત્ન વિદ્યમાન સંસારને નવું રૂપ આપવાનો છે. સંસાર એનો એ જ છે; પત્ની-પુત્ર-ધન-દોલત એ બધું જ એનું એ જ પણ તેને જોવાની દૃષ્ટિમાં પરિવર્તન કરવું આવશ્યક છે. એ જે થયું તો અહીં બેઠાં મોક્ષ છે અને એ જે ન થયું તો અહીં બેઠા સંસાર છે. આ તેમની દૃષ્ટિ છે. આ દષ્ટિનો જ વિકાસ આપણે શ્રીમદભગવદગીતામાં અનાસક્તિયોગ રૂપે જોઈએ. એટલે એમ કહી શકાય કે વૈદિક પરંપરામાં આ લોકને બગાડીને પરલોક સુધારવાની વાત નથી, પણ આ લોકને સુધારીને જ પરલોક સુધારી શકાય છે. ખરી રીતે એમ કહેવું જોઈએ કે પરલોક જેવી વસ્તુની પરવા તેમને નથી. પણ વિદ્યમાન છવન અને ભવિષ્યનું જીવન એમ જીવનમાં ભેદ છે. આત્મા સર્વવ્યાપી હોઈ તેને ક્યાંઈ જવા-આવવાનું છે જ નહિ, પણ અત્યારે તેની જે અવસ્થા હોય તેથી વધારે સારી અવસ્થા કેમ પ્રાપ્ત કરે એ જ જોવાનું છે. એટલે વિદ્યમાનને બગાડીને ઉત્તરકાલ સારો થવાનો સંભવ ઓછો છે. જે લોકોની વચ્ચે આપણે રહીએ છીએ એ લોકોને જ સુધારવાથી—–એ લોકોની દષ્ટિને જ ઠીક કરવાથી ઘણું કામ સરે છે. લોથી અળગા થઈને જ સાધના કરી શકાય છે એવો એકાંત માર્ગ નથી. લોકની વચ્ચે રહી સાધના કરવી જોઈએ એ રાજમાર્ગ છે. આ દૃષ્ટિએ જોઈએ તો વૈદિક ધર્મ માત્ર સંન્યાસ જ નહિ પણ ગૃહસ્થ ધર્મ કે સમાજના ધર્મને પણ માન્ય રાખ્યો છે. ચાર આશ્રમની અને ચાર વર્ણની વ્યવસ્થા તેમને એટલા જ માટે કરવી પડી છે. તે તેમણે પોતાની દૃષ્ટિએ કરી છે અને તેનો પરમ ઉત્કર્ષ ગીતાના સ્વર્ગે નિધનં શ્રેયઃ વરધોં મચાવઃ એ સિદ્ધાન્તમાં સ્થાપ્યો છે. રે કે વર્ણાશ્રમધર્મનું યથાવત પાલન એ જ સુખ કે શ્રેય પ્રાપ્ત કરવાનું સાધન મનાયું તેમાં પણ વૈદિક Page #2 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય એક્લો નથી ૧૨૯ કર્મકાની માન્યતાનો પ્રચાર કરનાર મીમાંસકો તો જીવનની અંતિમ ઘડી સુધી પણ વૈદિક શ્રૌતસ્માત કર્તવ્યનું પાલન અનિવાર્ય માને છે અને તેમ કરતા કરતા મોક્ષપદની પ્રાપ્તિ થાય છે એમ માને છે. આચાર્ય શંકર વગેરે વેદાતીઓને આવો એકાંત ગમ્યો નહિ અને તેમણે સંન્યાસ ઉપર ભાર આપ્યો પણ તેમનો એ ઉપદેશ વૈદિક બહુજન સમાજને કદી સ્પર્યો નથી. વેદાન્તી છતાં જીવનમાં વ્યવહાર તો વર્ણધર્મને અનુકુળ જ રહેવાનો. શુદ્ધ કદી સંન્યાસી નહિ થવાનો એવી મર્યાદાથી ઉપર ઉડનારા વેદાન્તીઓ કવચિત જ મળે છે. એ બતાવે છે કે વૈદિક માર્ગનું મુખ્ય ધ્યેય સંન્યાસમાર્ગ નથી. આ જીવનને સર્વથા છોડવાનું નથી પણ આ જીવનને ઉદાત્ત કરવાનું છે. એટલે કે મુખ્ય માર્ગ ગૃહસ્થધર્મનો છે અને તે જ ધર્મનું યથાવત પાલન કરવાથી નિશ્રેયસ પદની પ્રાપ્તિ પણ સુલભ બને છે. આ માર્ગથી વિરુદ્ધ શ્રમણોનો સંન્યાસમાર્ગ છે. તે એકાશ્રમ સરથા છે. ગૃહસ્થધર્મની વ્યવસ્થા અનિવાર્ય નથી. બ્રહ્મચારી વિના લગ્ન પણ સંન્યાસી થઈને એ માર્ગ અપનાવી શકે છે એટલું જ નહિ, પણ તેમ જે તે કરે તો તે યોગ્ય કર્યું મનાય છે. સંતતિ માટે લગ્ન કે લગ્ન કરી સંતનિનું સર્જન એ આવશ્યક ધર્મ નથી. એટલે શ્રમણભામાં સામાજિક કર્તવ્યોની વ્યવસ્થાનો પણ સંભવ નથી. ધર્મ તો મુખ્ય અણગારનો જ છે. અગારધર્મ એ આંશિક અણગારધર્મ હોય તો તો ધર્મ કહેવાય, અન્યથા એ કાંઈ ધર્મકોટિમાં આવે નહિ. અણગારને સહાયરૂપે કે અણગારધર્મની તૈયારીરૂપે અગારધર્મ સંભવે છે પણ એથી રવતંત્ર એવો કોઈ અગારધર્મ સંભવી શકે નહિ. એટલે ગૃહરથધર્મની સામાજિક વ્યવસ્થા શ્રમણમાર્ગમાં નથી. જે કોઈ વ્યવસ્થા છે તે ગૃહસ્થ એ સામાજિક પ્રાણી છતાં તે અસામાજિક પ્રાણી કેમ બને તેનો માર્ગ દેખાડવા પૂરતી છે. આથી વૈદિકોની જેમ શ્રમણોની કોઈ રસૃતિની રચના આવશ્યક મનાઈ નથી. પરિણામે શ્રમણોના હજાર પ્રયત્ન છતાં શ્રાવકો અર્થાત ગૃહસ્થોને એક એવો સમાજ નથી રચાયો જે સર્વથા વૈદિક ગૃહસ્થ સમાજથી જુદો તરી આવે. સંન્યાસીઓ તો વ્યક્તિધર્મનું અનુસરણ કરતા હોઈ બ્રાહ્મણ સંન્યાસી વગેથી શ્રમણ સંન્યાસી વગેરે જુદો તારવી શકાય છે, પણ ગૃહસ્થોમાં એવી તારવણી કરવાનું કોઈ સાધન નથી. કોઈ અમુક મન્દિરે કે ઉપાશ્રયે જાય એટલા માત્રથી તેને માટે સામાજિક વર્ગ અલગ નથી થઈ જતો પણ તેના સામાજિક રિવાજોમાં જે મૌલિક ભેદ પડતો હોય તો સમાજોમાં ભેદ પડે છે. વૈદિકો તો સંતતિ–ઉત્પાદન ધર્મ ગણે છે એટલે પોતાની સંપત્તિ સંતાનને મળે એવી સામાજિક વ્યવસ્થા કરે એ સમજી શકાય છે પણ શ્રમણોને અનુસરનારા શ્રાવકો સંતતિ ઉત્પન્ન કરવામાં ધર્મ માનતા નથી કે પુત્ર શ્રાદ્ધ કરશે તો પોતાની સદગતિ થશે એમ પણ માનતા નથી છતાં તેમની સંપત્તિમાં તેમના પુત્રોનો જ અધિકાર છે એવું કેમ માને છે? દીક્ષા લેતી વખતે પણ અમુક દાન કરીને શેષ સંપત્તિ પુત્રો માટે જ કેમ રહેવા દે છે ? આનો ખુલાસો એ જ છે કે શ્રમણોએ પોતાની દષ્ટિએ ગૃહસ્થધર્મની કોઈ અતિ રચી જ નથી. કારણ તેમને મતે ગૃહસ્થ ધર્મ એ ધર્મ જ નથી, ધર્મ તો સંન્યાસધર્મ જ છે. ગ્રહથધર્મને ધર્મસંજ્ઞા એ જ અર્થમાં છે કે તેમાં તે અણગાર બનવાની તૈયારી કરે છે. આ વિચારતા ઋતિસંમત હિન્દુ ધર્મના કાયદાકાનૂનો જૈન સમાજે સદા અપનાવ્યા છે. પોતાની સ્વતંત્ર સ્મૃતિઓને આધારે કાયદાકાનૂનો કદી ઇતિહાસમાં બન્યા હોય એવું પ્રમાણ નથી; છતાં પોતે હિન્દુ સમાજથી અળગે છે એવું આજે પોકારીને કહેવું પડે છે તે એટલું જ બતાવે છેહિન્દુઓ પાસેથી જૈનો અસ્પૃશ્યતા વગેરે શીખ્યા તે હવે જયારે હિન્દુઓ પણ એ વસ્તુને છોડવા તૈયાર થયા છે ત્યારે જૈન પકડી રાખવા માગે છે. આ તો જરા પ્રાસંગિક થયું. પણ મૂળ મુદ્દો તો એ જ છે કે જૈનોએ કે શ્રમણોએ જે પ્રકારે શ્રમણ યા સંન્યાસી સમાજની વ્યવસ્થા કરી છે તે પ્રકારે શ્રાવક સમાજની સ્વતંત્ર વ્યવસ્થા કરી નથી તેનું કારણ તેમની એકાશ્રમ સંસ્થાની માન્યતામાં છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આ એકાશ્રમ સંસ્થા એ શ્રમધર્મની દિકધર્મ કરતા વિશેષતા છે. એથી અમુક લાભો થયા છે પણ જ્યારે એની બીજી બાજુનો વિચાર કરીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાય છે કે જીવનનું એક અંગ જાણે અધૂરું જ રહી જાય છે. મનુષ્ય એ સામાજિક પ્રાણી છે એવી વ્યાખ્યા માનસશાસ્ત્રીઓ મનુષ્યની કરે છે, પણ એ વ્યાખ્યાનો જ વિરોધ શ્રમણધર્મની એકાશ્રમ વ્યવસ્થા સાથે છે. પ્રારંભથી જ તેને એ શીખવવામાં આવે છે કે તું એકલો આવ્યો છે અને એકલો જવાનો છે. તારે વળી માતા શું અને પિતા શું? એ સે તો વાર્થના સગાં છે. સૈ–સ્રનાં કર્મ નિરાળાં છે અને એને જ કારણે તે સુખી કે દુઃખી થાય છે. તારા કર્મ તું જ ભોગવવાનો છે–તેમાં કોઈ ભાગીદાર થવાનું નથી. વ્યાપાર-વ્યવસાયમાં એ બધાનું પોષણ કરવા નિમિત્તે તું શું શું પાપ નથી કરતો, પણ એ પાપનું ફળ તો તારે જ ભોગવવાનું. તારી આર્થિક કમાણીમાં ભાગ પડાવનાર પણ એ તારી પાપની કમાણીમાં તે ભાગ નહિ જ પડાવી શકે. માટે એ સને છોડીને સંસારને વોસરાવી દે. સંન્યાસી થઈ જા. તેમાં જ તારો ઉદ્ધાર છે. આનું પરિણામ એ છે કે શ્રાવકો એ જ ભાવના ભાવે છે કે આ બધા પાપથી કયારે છું. તે જે ઘડીએ છોડી શકવાની સ્થિતિમાં આવે છે તે જ ઘડીએ બધું છોડીને નીકળી પડે છે અને સાધુ સંન્યાસી બની જાય છે. પરિણામે ગૃહસ્થજીવનમાં ઉત્કર્ષ કરવા પ્રત્યે અથવા તો આ લોકને સુધારવા પ્રત્યે ધ્યાન જતું જ નથી; પરલોક અર્થ જ બધું ધ્યાન અપાય છે. જે સમાજના આધારે જે સમાજની વચ્ચે રહી સંન્યાસમાર્ગનું પાલન સુકર છે તે જ સમાજ વિષે તદન ઉપેક્ષા સેવવામાં આવે છે. પરિણામે જીવનદષ્ટિ એકાંગી બની જાય છે. • પ્રારંભમાં જૈન શ્રમણોનો માર્ગ એ એકલવિહારી માર્ગ હતો; એ માર્ગની જ પ્રતિષ્ઠા હતી, પણ અનુભવે શીખવ્યું કે સંધબદ્ધ રહી સાધના કરવી સરલ છે એટલે સ્થવિર કલ્પ અને જિનક૯૫ થયા. પણ પાછો એક સમય આવ્યો કે જિનક૫ એટલે કે એકલવિહારનો લોપ થયો. દિગમ્બર મુનિઓને પણ સંઘ બને છે. આ શું બતાવે છે? મનુષ્ય એ સામાજિક પ્રાણી છે અને તે સમાજમાં રહીને જ વિકસી શકે છે. આ નગ્નસત્યનો પરિત્યાગ કરીને મનુષ્યની એકલતાનો ઉપદેશ કરે તે શું અસ્વાભાવિક નથી ? સંન્યાસમાર્ગ એ વિરલ વ્યક્તિ માટે ભલે યોગ્ય હોય પણ સામાન્ય સમાજ માટે એ યોગ્ય નથી જ. તો પછી બધો ભાર સંન્યાસમાર્ગ ઉપર આપવાને બદલે ગૃહસ્થ સમાજના ઉત્કર્ષ ઉપર આપવો એ હિતાવહ છે. - તાકિદ્દષ્ટિએ જો કોઈ કોઈનું ન હોય અને કોઈ કોઈનું ભલું કરી શકે તેમ ન હોય તો સંન્યાસીઓનો સંઘ પણ અનાવશ્યક છે અને ગુરુશિષ્યભાવ પણ અનાવશ્યક છે. માતાપિતા કે આસપાસના દીનદુ:ખીની સેવા કરવામાં જે આધ્યાત્મિક ઉન્નતિમાં બાધા પડતી હોય તો સાધુસમાજમાં રહી પરસ્પર સેવા કરવામાં આધ્યાત્મિક ઉન્નતિમાં બાધા કેમ નથી પડતી? જે સમાજ આપણને સ્વતઃ પ્રાપ્ત થયો છે તેનું આકર્ષણ વિશેષ હોય છે. એટલે વસ્તુત: એ સમાજની સેવા કરવામાં મનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિ થાય જ છે. પણ એ સેવાને છોડાવીને બીજાની જ જે સેવા કરવાની હોય તો પ્રશસ્ય માર્ગ એ જ હોઈ શકે કે મનુષ્ય જે સમાજની સેવા કરતો હોય તે તો કરે જ ઉપરાંત તે સેવાનું ક્ષેત્ર યથાશક્તિ વધારે. આમાં તેનો સ્વાભાવિક વિકાસ છે. પણ તેને એકની સેવા છોડાવી બીજાની સેવામાં લગાડવો એ તો વ્યુત્ક્રમ છે. સેવા છોડાવવા સેવાની વિરુદ્ધમાં જે દલીલ આપવામાં આવે છે એ જ દલીલ તે અન્યત્ર કેમ ન કરે ? તો પછી તેની નિષ્ઠા એક વખત સેવામાંથી નિવૃત્તિને પામી તે નિષ્ઠા આવે કેવી રીતે ? રાજમાર્ગ એ જ હોઈ શકે કે તે જે કાર્ય કરતો હોય તેમાં જ આધ્યાત્મિકતાનો પુટ દેવાનો પ્રયત્ન કરવો જોઈએ. Page #4 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય એક્લો નથી 13 મનુષ્યની એ સામાન્ય પ્રવૃત્તિ હોય છે કે તે પોતાના સગાસંબંધીઓની યથાશક્તિ સેવા કરતો જ હોય છે. તેમાં તેને એ શિખવવામાં આવે કે તારું કુટુંબ નું ઉત્તરોત્તર વિશાળ કરતો જા. એક મહોલ્લામાં રહેનાર પડોશી ઉપરાંત જે બીજા ગામમાં રહેનાર સગાસંબંધીઓ સાથે જે પ્રેમ હોય તો તે પ્રેમનો ઉત્તરોત્તર વિકાસ કરણીય છે અને એ વિકાસ વિશ્વમૈત્રીમાં પરિણમાવવાની આવશ્યકતા છે. આમ જે કરવામાં આવે તો વ્યક્તિની સ્થાથી ભાવનાના દોષને બદલે તેની આધ્યાત્મિક પરાર્થભાવનાનો જ વિકાસ થાય છે અને તેમ થતાં સ્વાર્થજન્ય દોષનો ઉત્તરોત્તર હાર થઈ મહાકરુણામાં પરિણમે છે. આથી પોતાનો તો ઉદ્ધાર છે જ પણ સાથે સાથે જે સમાજમાં આપણે રહેતા હોઈએ તેનો પણ ઉદ્ધાર છે. એ સમાજ આપણને પછી તુર નથી લાગતો, છોડવા જેવો નથી લાગતો પણ ઉત્તરોત્તર વિકસિત કરવાની પ્રેરણા કરતો જણાય છે; તેમાં જ સ્વપરકલ્યાણ ભાવના વિકસે છે અને એ રીતે ખરી આધ્યાત્મિકતા પણ વિકસે છે. આ ક્રમ સ્વાભાવિક છે. એ સ્વાભાવિક ક્રમ છોડીને માત્ર સંન્યાસ ઉપર ભાર આપવા જતાં આપણે બન્ને બગાડ્યા છે. જેમાંથી સાચા સંન્યાસીઓ પાકવાનો સંભવ છે એ ભૂમિકા રૂ૫ શ્રાવક સમાજની ઉન્નતિ થતી નથી ને સંન્યાસી સમાજમાં જીવનની કૃત્રિમતા વધતી જાય છે. આ દોષ જે ટાળવો હોય તો એક જ રસ્તો છે કે માત્ર સાધુસંસ્થા ઉપર ભાર આપવો છોડી દઈએ અને જે સમાજ-ગૃહસ્થ સમાજ જે આપણને સહજ પ્રાપ્ત છે તેની ઉપેક્ષા ન કરતા તેની જ ઉન્નતિ કરવા વિશેષ પ્રયત્નશીલ થઈએ. એવા ઉન્નત સમાજમાંથી સહજ ભાવે જે એકલવિહારી બનશે તે તે માર્ગને દિપાવશે અને એકલવિહારી નહિ બને તો પણ સમાજમાં અપરકલ્યાણના માર્ગમાં લાગ્યા રહ્યા હશે તો પણ એ અનુચિત તો નથી જ, ( * - * ** S. AOON વિGિ ; * T UDI time - : ' ..