________________
૧૩૦
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
આ એકાશ્રમ સંસ્થા એ શ્રમધર્મની દિકધર્મ કરતા વિશેષતા છે. એથી અમુક લાભો થયા છે પણ જ્યારે એની બીજી બાજુનો વિચાર કરીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાય છે કે જીવનનું એક અંગ જાણે અધૂરું જ રહી જાય છે. મનુષ્ય એ સામાજિક પ્રાણી છે એવી વ્યાખ્યા માનસશાસ્ત્રીઓ મનુષ્યની કરે છે, પણ એ વ્યાખ્યાનો જ વિરોધ શ્રમણધર્મની એકાશ્રમ વ્યવસ્થા સાથે છે. પ્રારંભથી જ તેને એ શીખવવામાં આવે છે કે તું એકલો આવ્યો છે અને એકલો જવાનો છે. તારે વળી માતા શું અને પિતા શું? એ સે તો વાર્થના સગાં છે. સૈ–સ્રનાં કર્મ નિરાળાં છે અને એને જ કારણે તે સુખી કે દુઃખી થાય છે. તારા કર્મ તું જ ભોગવવાનો છે–તેમાં કોઈ ભાગીદાર થવાનું નથી. વ્યાપાર-વ્યવસાયમાં એ બધાનું પોષણ કરવા નિમિત્તે તું શું શું પાપ નથી કરતો, પણ એ પાપનું ફળ તો તારે જ ભોગવવાનું. તારી આર્થિક કમાણીમાં ભાગ પડાવનાર પણ એ તારી પાપની કમાણીમાં તે ભાગ નહિ જ પડાવી શકે. માટે એ સને છોડીને સંસારને વોસરાવી દે. સંન્યાસી થઈ જા. તેમાં જ તારો ઉદ્ધાર છે. આનું પરિણામ એ છે કે શ્રાવકો એ જ ભાવના ભાવે છે કે આ બધા પાપથી કયારે છું. તે જે ઘડીએ છોડી શકવાની સ્થિતિમાં આવે છે તે જ ઘડીએ બધું છોડીને નીકળી પડે છે અને સાધુ સંન્યાસી બની જાય છે. પરિણામે ગૃહસ્થજીવનમાં ઉત્કર્ષ કરવા પ્રત્યે અથવા તો આ લોકને સુધારવા પ્રત્યે ધ્યાન જતું જ નથી; પરલોક અર્થ જ બધું ધ્યાન અપાય છે. જે સમાજના આધારે જે સમાજની વચ્ચે રહી સંન્યાસમાર્ગનું પાલન સુકર છે તે જ સમાજ વિષે તદન ઉપેક્ષા સેવવામાં આવે છે. પરિણામે જીવનદષ્ટિ એકાંગી બની જાય છે.
• પ્રારંભમાં જૈન શ્રમણોનો માર્ગ એ એકલવિહારી માર્ગ હતો; એ માર્ગની જ પ્રતિષ્ઠા હતી, પણ અનુભવે શીખવ્યું કે સંધબદ્ધ રહી સાધના કરવી સરલ છે એટલે સ્થવિર કલ્પ અને જિનક૯૫ થયા. પણ પાછો એક સમય આવ્યો કે જિનક૫ એટલે કે એકલવિહારનો લોપ થયો. દિગમ્બર મુનિઓને પણ સંઘ બને છે. આ શું બતાવે છે? મનુષ્ય એ સામાજિક પ્રાણી છે અને તે સમાજમાં રહીને જ વિકસી શકે છે. આ નગ્નસત્યનો પરિત્યાગ કરીને મનુષ્યની એકલતાનો ઉપદેશ કરે તે શું અસ્વાભાવિક નથી ? સંન્યાસમાર્ગ એ વિરલ વ્યક્તિ માટે ભલે યોગ્ય હોય પણ સામાન્ય સમાજ માટે એ યોગ્ય નથી જ. તો પછી બધો ભાર સંન્યાસમાર્ગ ઉપર આપવાને બદલે ગૃહસ્થ સમાજના ઉત્કર્ષ ઉપર આપવો એ હિતાવહ છે.
- તાકિદ્દષ્ટિએ જો કોઈ કોઈનું ન હોય અને કોઈ કોઈનું ભલું કરી શકે તેમ ન હોય તો સંન્યાસીઓનો સંઘ પણ અનાવશ્યક છે અને ગુરુશિષ્યભાવ પણ અનાવશ્યક છે. માતાપિતા કે આસપાસના દીનદુ:ખીની સેવા કરવામાં જે આધ્યાત્મિક ઉન્નતિમાં બાધા પડતી હોય તો સાધુસમાજમાં રહી પરસ્પર સેવા કરવામાં આધ્યાત્મિક ઉન્નતિમાં બાધા કેમ નથી પડતી? જે સમાજ આપણને સ્વતઃ પ્રાપ્ત થયો છે તેનું આકર્ષણ વિશેષ હોય છે. એટલે વસ્તુત: એ સમાજની સેવા કરવામાં મનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિ થાય જ છે. પણ એ સેવાને છોડાવીને બીજાની જ જે સેવા કરવાની હોય તો પ્રશસ્ય માર્ગ એ જ હોઈ શકે કે મનુષ્ય જે સમાજની સેવા કરતો હોય તે તો કરે જ ઉપરાંત તે સેવાનું ક્ષેત્ર યથાશક્તિ વધારે. આમાં તેનો સ્વાભાવિક વિકાસ છે. પણ તેને એકની સેવા છોડાવી બીજાની સેવામાં લગાડવો એ તો વ્યુત્ક્રમ છે. સેવા છોડાવવા સેવાની વિરુદ્ધમાં જે દલીલ આપવામાં આવે છે એ જ દલીલ તે અન્યત્ર કેમ ન કરે ? તો પછી તેની નિષ્ઠા એક વખત સેવામાંથી નિવૃત્તિને પામી તે નિષ્ઠા આવે કેવી રીતે ? રાજમાર્ગ એ જ હોઈ શકે કે તે જે કાર્ય કરતો હોય તેમાં જ આધ્યાત્મિકતાનો પુટ દેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org