________________
મનુષ્ય એક્લો નથી
૧૨૯
કર્મકાની માન્યતાનો પ્રચાર કરનાર મીમાંસકો તો જીવનની અંતિમ ઘડી સુધી પણ વૈદિક શ્રૌતસ્માત કર્તવ્યનું પાલન અનિવાર્ય માને છે અને તેમ કરતા કરતા મોક્ષપદની પ્રાપ્તિ થાય છે એમ માને છે. આચાર્ય શંકર વગેરે વેદાતીઓને આવો એકાંત ગમ્યો નહિ અને તેમણે સંન્યાસ ઉપર ભાર આપ્યો પણ તેમનો એ ઉપદેશ વૈદિક બહુજન સમાજને કદી સ્પર્યો નથી. વેદાન્તી છતાં જીવનમાં વ્યવહાર તો વર્ણધર્મને અનુકુળ જ રહેવાનો. શુદ્ધ કદી સંન્યાસી નહિ થવાનો એવી મર્યાદાથી ઉપર ઉડનારા વેદાન્તીઓ કવચિત જ મળે છે. એ બતાવે છે કે વૈદિક માર્ગનું મુખ્ય ધ્યેય સંન્યાસમાર્ગ નથી. આ જીવનને સર્વથા છોડવાનું નથી પણ આ જીવનને ઉદાત્ત કરવાનું છે. એટલે કે મુખ્ય માર્ગ ગૃહસ્થધર્મનો છે અને તે જ ધર્મનું યથાવત પાલન કરવાથી નિશ્રેયસ પદની પ્રાપ્તિ પણ સુલભ બને છે.
આ માર્ગથી વિરુદ્ધ શ્રમણોનો સંન્યાસમાર્ગ છે. તે એકાશ્રમ સરથા છે. ગૃહસ્થધર્મની વ્યવસ્થા અનિવાર્ય નથી. બ્રહ્મચારી વિના લગ્ન પણ સંન્યાસી થઈને એ માર્ગ અપનાવી શકે છે એટલું જ નહિ, પણ તેમ જે તે કરે તો તે યોગ્ય કર્યું મનાય છે. સંતતિ માટે લગ્ન કે લગ્ન કરી સંતનિનું સર્જન એ આવશ્યક ધર્મ નથી. એટલે શ્રમણભામાં સામાજિક કર્તવ્યોની વ્યવસ્થાનો પણ સંભવ નથી. ધર્મ તો મુખ્ય અણગારનો જ છે. અગારધર્મ એ આંશિક અણગારધર્મ હોય તો તો ધર્મ કહેવાય, અન્યથા એ કાંઈ ધર્મકોટિમાં આવે નહિ. અણગારને સહાયરૂપે કે અણગારધર્મની તૈયારીરૂપે અગારધર્મ સંભવે છે પણ એથી રવતંત્ર એવો કોઈ અગારધર્મ સંભવી શકે નહિ. એટલે ગૃહરથધર્મની સામાજિક વ્યવસ્થા શ્રમણમાર્ગમાં નથી. જે કોઈ વ્યવસ્થા છે તે ગૃહસ્થ એ સામાજિક પ્રાણી છતાં તે અસામાજિક પ્રાણી કેમ બને તેનો માર્ગ દેખાડવા પૂરતી છે. આથી વૈદિકોની જેમ શ્રમણોની કોઈ રસૃતિની રચના આવશ્યક મનાઈ નથી. પરિણામે શ્રમણોના હજાર પ્રયત્ન છતાં શ્રાવકો અર્થાત ગૃહસ્થોને એક એવો સમાજ નથી રચાયો જે સર્વથા વૈદિક ગૃહસ્થ સમાજથી જુદો તરી આવે. સંન્યાસીઓ તો વ્યક્તિધર્મનું અનુસરણ કરતા હોઈ બ્રાહ્મણ સંન્યાસી વગેથી શ્રમણ સંન્યાસી વગેરે જુદો તારવી શકાય છે, પણ ગૃહસ્થોમાં એવી તારવણી કરવાનું કોઈ સાધન નથી. કોઈ અમુક મન્દિરે કે ઉપાશ્રયે જાય એટલા માત્રથી તેને માટે સામાજિક વર્ગ અલગ નથી થઈ જતો પણ તેના સામાજિક રિવાજોમાં જે મૌલિક ભેદ પડતો હોય તો સમાજોમાં ભેદ પડે છે. વૈદિકો તો સંતતિ–ઉત્પાદન ધર્મ ગણે છે એટલે પોતાની સંપત્તિ સંતાનને મળે એવી સામાજિક વ્યવસ્થા કરે એ સમજી શકાય છે પણ શ્રમણોને અનુસરનારા શ્રાવકો સંતતિ ઉત્પન્ન કરવામાં ધર્મ માનતા નથી કે પુત્ર શ્રાદ્ધ કરશે તો પોતાની સદગતિ થશે એમ પણ માનતા નથી છતાં તેમની સંપત્તિમાં તેમના પુત્રોનો જ અધિકાર છે એવું કેમ માને છે? દીક્ષા લેતી વખતે પણ અમુક દાન કરીને શેષ સંપત્તિ પુત્રો માટે જ કેમ રહેવા દે છે ? આનો ખુલાસો એ જ છે કે શ્રમણોએ પોતાની દષ્ટિએ ગૃહસ્થધર્મની કોઈ અતિ રચી જ નથી. કારણ તેમને મતે ગૃહસ્થ ધર્મ એ ધર્મ જ નથી, ધર્મ તો સંન્યાસધર્મ જ છે. ગ્રહથધર્મને ધર્મસંજ્ઞા એ જ અર્થમાં છે કે તેમાં તે અણગાર બનવાની તૈયારી કરે છે. આ વિચારતા ઋતિસંમત હિન્દુ ધર્મના કાયદાકાનૂનો જૈન સમાજે સદા અપનાવ્યા છે. પોતાની સ્વતંત્ર
સ્મૃતિઓને આધારે કાયદાકાનૂનો કદી ઇતિહાસમાં બન્યા હોય એવું પ્રમાણ નથી; છતાં પોતે હિન્દુ સમાજથી અળગે છે એવું આજે પોકારીને કહેવું પડે છે તે એટલું જ બતાવે છેહિન્દુઓ પાસેથી જૈનો અસ્પૃશ્યતા વગેરે શીખ્યા તે હવે જયારે હિન્દુઓ પણ એ વસ્તુને છોડવા તૈયાર થયા છે ત્યારે જૈન પકડી રાખવા માગે છે. આ તો જરા પ્રાસંગિક થયું. પણ મૂળ મુદ્દો તો એ જ છે કે જૈનોએ કે શ્રમણોએ જે પ્રકારે શ્રમણ યા સંન્યાસી સમાજની વ્યવસ્થા કરી છે તે પ્રકારે શ્રાવક સમાજની સ્વતંત્ર વ્યવસ્થા કરી નથી તેનું કારણ તેમની એકાશ્રમ સંસ્થાની માન્યતામાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org