________________
પર સુવાસ: ચૈત્ર ૧લ્પ પ્રજા નૈસર્ગિક લીલાનાં જેમ રસસન્માન કરે છે તેમ આ વિભૂતિતત્ત્વને તે પુરુષોત્તમ કે યુગવાર તરીકે પૂજે છે.
આદિયુગમાં એ રીતે સરકાર, સંસ્કૃતિ, કલા અને ધર્મનાં નિર્મળ ઝરણું વહાવનાર શ્રી આદિદેવ જગનાથ તરીકે પૂજાતા થયા; તે પછી પરમ રાજવી રામ વધાવાયા, રસદેવ શ્રી કૃષ્ણ સત્કારાયા, ધર્મમૂત શ્રી મહાવીર પૂજાયા, દયાવીર શ્રી બુદ્ધ સ્તવાયા; નીતિશ ચાણક્ય, સરસ્વતીપુત્ર કાલિદાસ કે આયુર્વેદવેત્તા ચરકને પણ પ્રજાએ તે તે મર્યાદાએ યુગવર તરીકે સન્માન્યા.
ચન્દ્ર, સૂર્ય કે પુષ્પ જેમ સદૈવ પ્રાપ્ય છે પણ ઋતુમાધુર્ય કે વાંક્યાં ફળો જેમ અમુક સમયે જ મળી શકે ને વિરલ નક્ષત્રગ કે અમૂલ્ય મોતી તે યુગના અંતરેજ સંભવે એમ સાચાં-મીઠાં માનવી સદૈવ પ્રાપ્ય છે. માનવવિભૂતિ અમુક અંતરે મળે, પણ પુરુષોત્તમ તે યુગના અવકાશ જ સંભવે.
પરમતત્તવ-પ્રભુ પ્રતિનો પ્રેમ જેટલું જરૂરી છે, એટલાં જ જરૂરી આવા યુગવરેનાં સન્માન-પૂજન છે. કલા અને યશસ્વી કલાકારોના પૂજન વિના જેમ કલાકાર ન બનાય. જે વિષ્યમાં પ્રવીણ બનવું હેય એ વિષય અને એના નિષ્ણાત સાથે એકાકાર બન્યા વિના જેમ એ વિષયમાં પૂર્ણતા ન વરાય એમ પરમમાગીઓના પૂજન વિના પરમ માર્ગ ન સમજાય; યુગવનાં સન્માન-પૂજન વિના સાચાં માનવી ન બનાય.
પણ આ પૂજન નિઃસ્વાર્થ ને ઊમિજન્ય હોવાં ઘટે પ્રભુતા અને પૂજન સાથે સાંસારિક સ્વાર્થના મિશ્રણમાંથી જગતની અધોગતિ જન્મી છે. યુવરાના પૂજને એમની સાથે એકાકાર બનાતાં એમને ભવ્ય માર્ગ જેમ મોકળો બને છે એમ એ પૂજન સાથે સ્વાર્થ સંકળાતાં જગતની મહામોંઘી મિલકત-પૂજન અને ભાવનાનાં મૂલ્ય વિકૃત થઈ અવળા માર્ગનાં દ્વાર ખેલે છે.
- પુષ્પ સાથે તન્મય થઈ મધુકર જગતને મધ પાય છે; માળી તેને સંભાળથી ચૂંટી પુષ્પભોગીઓને ધરાવે છે, પણ માદક જતુઓ એજ પુષ્પની સુવાસિત મનહરતાની એથે પાતાં પરિણામ જેમ અવળું આવે છે એમ
યુગવરાના સ્વાભાવિક ગુણોથી આકર્ષાઈ એમની સાથે તન્મયતા સાધવાની ભાવના વિના સ્વાર્થસિદ્ધિને ખાતર એમની જે ઓથ લેવાય તે
કમળ કે કેવડાના વનને માર્ગ અતીવ આકર્ષક છતાં જેમ એ ખૂબ સંભાળભર્યો છે એમ યુગવરેના પૂજનને માર્ગ પણ સાવધાનીપૂર્વકને હોય છે.
મૂંગી સહીત
મોહન
( મિત્રો-વસંત ) પુપે ભર્યા રૂપ અને સુગંધમાં મહાલી રહે આ જગ મેહઘેલું; ને ભૂમિ-દાટયાં બીજની ઉવેખે મૂંગી શહાદત બની જશે કાં કૃતની ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com