________________
પુસ્તક ૧ લું ]
યુગવર
ભુલાશ
अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥
વિ. સ. ૧૯૯૫ : ચૈત્ર
[ અંક ૧૨
સત્ય અને સૌન્દર્યને વિશુદ્ધ અને પ્રફુલ્લિત રાખવાને જ્યાં જેની ઉણુપ હેાય ત્યાં તે સ્વરૂપે યથાસમયે પ્રગટવું એ પ્રભુ—પ્રકૃતિના સહજ ધર્મ છે.—સંધ્યાએ ગૃહ-મંદિરમાં દીપક પેટાવાય એટલે એ સ્વાભાવિક છે, તે સાગરમાંથી શાષાતાં જળ વર્ષાવેશે જેમ પાછાં આવે, કુવામાંથી ખેંચાતું પાણી ભૂગર્ભમાંથી મીઠા નીરની સે। રૂપે વહે એટલે
એ ક્રમબદ્ધ છે.
નીરવ રજનીમાં અમૃતમય ચન્દ્ર તરીકે, રજની અપ્રિય થતાં કિલ્લેાલતી ઉષા તરીકે, જગતને પ્રાણવન્ત તેજે મઢતા સૂર્ય તરીકે, દિવાકરનાં તેજ પણ અકારાં લાગતાં સેાહામણી સંધ્યા તરીકે; શિશિરને અનુસરતી રસવ↑ વસંત તરીકે, ગ્રીષ્મને અનુસરતી જળદેવી વર્ષો તરીકે; સ્ત્રીના પુરુષ તરીકે, પુરુષની સ્ત્રી તરીકે; વનમાં સુગંધી પુષ્પ તરીકે, સાગરમાં મેતી તરીકે, સર-સરિતાનાં મીઠાં જળ તરીકે, વેરાન રણમાં અમૃતવીરડી, કે સ્વર્ગીય છાયા વર્ષાવતા એકલ વૃક્ષ તરીકે તે નૈસર્ગિક લીલા સ્વરૂપે દર્શન દે છે. એજ રીતે~~~
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કંગાલ પ્રજામાં રસ, સત્ત્વ ને કલા સિંચી તેને સંસ્કારી બનાવનાર પ્રભામૂર્તિ તરીકે, દાન પ્રજાને ગૌરવે દીપાવનાર નરવીર તરીકે, ધર્મની હાનિ થતાં અધર્મના ઉચ્છેદક પુરુષાત્તમ તરીકે, હિંસા વધતાં અહિંસાના પરમ પ્રતીક તરીકે તે વિભૂતિસ્વરૂપમાં પ્રકાશી ઊઠે છે.
www.umaragyanbhandar.com