________________
૨૦૮ • સુવાસ : ચૈત્ર ૧૯૯૫
સાહિત્ય આજ પણુ ગુજરાતી સાહિત્યના આદિ પ્રવાહ તરીકે ઓળખી શકાય એમ છે. વ્યાકરણના નિયમા તા મને ન આવડવા. આવડવા હશે તે। ભૂલી ગયેા. પરન્તુ દષ્ટાંતામાં રહેલા સાહિત્ય-અને એ સાહિત્યમાં રહેલા જૂના ગુજરાતના સંસ્કારની છાપ હજી ભૂંસાતી નથી એટલું જ નહિ, તે તરફ વારંવાર વળવાની–અભ્યાસ કરી તેની ખૂબીઓ સમજવાની વૃત્તિ રહ્યા જ કરે છે. અને તેમ નથી બની શકતું એને ભયંકર અસંતાષ રહ્યા કરે છે.
આજસુધી જેની પ્રેરણા પહેાંચ્યા કરે છે એવા મહાન ગુજરાતી હેમચંદ્રને વિજય ભૂમિવિજયી વીરા કરતાં વધારે વિસ્તૃત, વધારે વ્યાપક અને વધારે દીર્ધ છે. સિદ્ધરાજ કરતાં હેમચંદ્ર વધારે જીવંત છે. ચક્રવર્તી સિદ્ધરાજે પણ એ સ્વીકાર કર્યાં જ હતા. નહીં તે। હેમ વ્યાકરણ-સિદ્દવ્યાકરણને હાથી ઉપર મૂકી તેનું રાજવૈભવી સરધસ કહાડનાર મહારાજાએ સા, બસેા, હજાર કે લાખ સુવર્ણમુદ્રાઓ આપી વેચાતું લેવાની સરળ આવડત બતાવી ન હોત ?
વિદ્વાન હેમચંદ્રને આ માનની જરૂર ન હતી. કલિકાળસર્વજ્ઞને માનની અંગત માનની અપેક્ષા નજ હોય. પરંતુ પુસ્તકને અપાયલા ઐતિહાસિક માનમાં વિદ્વાનવીર–સાધુવીર સાહિત્યવીરના માનસ્વીકારને એક ભવ્ય પ્રસંગ સમાયેલા છે. કલમ અને વાણી અહિંસાને આશ્રય લે, કલમ અને વાણીને ધડનાર અહિંસાને આશ્રય લે, તપસ્વી બને તેા તેનું સાક્ષર જીવન આઠસેા વર્ષ જેટલું તે લાંબુ ચાલે જ. એ હેમચંદ્રના જીવનનું રહસ્ય.
એ મહાન ગુજરાતીની જયંતિ પ્રસંગે આપણે અહંસાને વધારે ઓળખીએ, આપણે વિદ્વત્તાને વધારે ઓળખીએ, આપણે સંસ્કાર વધારે એળખીએ તે આપણી માનવતા વધારે ચેાખ્ખી થાય. માનવતા વગર મહત્તા કેવી ? માનવતાભરી મહત્તા જોવી હેાય તે હેમચંદ્રને આપણે પ્રથમ જોઇએ. એ હજી સજીવન છે. આપણે સૌ ભૂલાઈ ગયા હાઈશું ત્યારે ચે જીવતા હશે. કારણ ? હેમચંદ્રની માનવતા-તપશ્ચર્યાં વચ્ચે સચવાઈ રહેલી વિદ્વત્તા—અને એ વિદ્વત્તામાં પણ જળવાઈ રહેલી સેવાભાવના. નહીં તેા એ ગ્રંથરચના ક્રમ કરત ?
અને હેમચંદ્રે કેટકેટલું લખ્યું છે? આજને કાઈ સાહિત્યકાર તેનું માપ પણ કહાર્ડ
તા ખરા !
એ સ્વતંત્ર ગુજરાતને, ધાર્મિક ગુજરાતને, સેવાભાવી ગુજરાતના પ્રતિનિધિ હતે. અને આજને સાહિત્યકાર ?
એ પ્રશ્ન પૂછીને વિરમું છું.
અપરાધ
ગૂર્જરરાષ્ટ્રના તમામ સમાજે શ્રી હેમચંદ્રાચાર્યની અપ્રતિમ પ્રતિભા માટે અભિમાન ધરાવવું જોઇ એ. હેમચંદ્ર આચાર્ય માત્ર જૈન વિભૂતિ નહેાતા; તેમનું વ્યક્તિત્વ ગૂર્જર હતું, આર્ય હતું, અગમ્ય સર્વત્તત્વવાળું હતું. જે નવાજૂના ગૂર્જર લેખકાએ તે સર્વજ્ઞ વ્યક્તિત્વને ઉપહાસ કર્યાં છે તેમણે અક્ષમ્ય ગુન્હો કર્યાં છે. હેમચંદ્રની પ્રતિભાની રજ:કુણ જેટલી પ્રતિભા જેની નથી તેએ આવે! ગુન્હા કરી શકે, એ હજુ ચાલુ છે તે જ આપણી અયેાગ્યતા સૂચવે છે.
કે. હું, કામદાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com