________________
હેમચન્દ્ર
શ્રી રમણલાલ વ. દેસાઈ
મહત્તા અનેક સ્વરૂપે વ્યક્ત થાય છે. યુદ્ધવીરને જ મહાન માનવાની ભૂલ કરતી માનવજાત મુત્સદ્દીઓને પણ ઓળગી સાહિત્યકાર, વિદ્વાન, વૈજ્ઞાનિક અને સાધુજીવનની મહત્તા પરખે તે જગત વધારે સુખી થવાને સંભવ છે. મહત્તા ભૂમિવિજયમાં ઊતરે ત્યારે અતિમહક લાગે છે એ ખરું. પરંતુ ઈતિહાસ તપાસીએ તે કેટલા વિજો સ્થિર રહી શક્યા છે? કેટલાં વર્ષ પહોંચ્યા છે? છેલ્લાં વીસ વર્ષોમાં જ કેટકેટલા વિજયે પરાજય બની ગયા?
ગુજરાતને સેલંકીયુગ મહાન હતો. સોલંકીઓ પરાક્રમી હતા. મહારાજા સિદ્ધરાજ અને કુમારપાળ મહારાજવીઓ હતા. તેમના વિજયો મહાન હતા. પરંતુ તેમના ભૂમિજ આજ ક્યાં છે? એ વિજને લીસોટા પણ ભુંસાઈ ગયા છે.
અને એવા પરાક્રમી મહારાજાઓને પણ પોતાના વિજયને અસંતોષ રહેતો હતો. એ અસતેષને સંતોષવા તેમની દષ્ટિ વિદ્વાને, સાહિત્યકારો, તપસ્વીઓ અને સાધુઓ તરફ વળતી. અને ભૂમિવિજય કરતાં વધારે શાંતિ વધારે સુખ તેમને એ શસ્ત્રરહિત વીર પાસેથી જ મળતાં.
ગુજરાતના શસ્ત્રરહિત વીરેન એક મહાન અગ્રણી તે હેમચંદ્ર. તપશ્ચર્યા એ તેમનો જીવનક્રમ. વિદ્વત્તા એ તેમની મેજ. સાહિત્ય એ તેમની સેવા. અહિંસાનો જ આગ્રહ રાખી, અહિંસાને જ આદર્શ ગણી આગળ વધવા મથતા જૈન ધર્મનું સ્થાન માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં અનેરૂ જ છે. ધર્મો તે સઘળા અહિંસાને મહત્ત્વ આપે જ છે. છતાં જૈન ધર્મની સમગ્ર રચનામાં રહેલી અહિંસા એ આત્મબળને પ્રથમ સ્પષ્ટ સ્વીકાર કરનાર માર્ગખંભ છે. એ ધર્મના એક મહાન પરિણામ સરખા હેમચંદ્ર જૈનેને જ નહિ પણ સમસ્ત ગુજરાતની મહત્તાના પ્રતિનિધિ છે. સિદ્ધરાજ અને કુમારપાળના વિજ પણ હેમચંદ્ર વડે ઓળખાય છે.
બ્રાહ્મણ ધર્મ-વૈદિક ધર્મ અને જૈન તથા બૌદ્ધ ધર્મની પરસ્પરમાં મળી જવાની વિશિષ્ટ ઉદારતાને સાચો ઈતિહાસ જ્યારે લખાય ત્યારે ખરે. પરંતુ એ આર્ય સંસ્કૃતિની ત્રણ પાંખડીઓની જ્યારે ઓળખ થશે ત્યારે તેમાં હેમચંદ્રસૂરિનું સ્થાન મહત્ત્વનું જ રહેશે. શૈવ માગ સિદ્ધરાજના પૂજ્ય બની ચૂકેલા આ જૈનાચાર્ય આપણું આર્ય મતમતાંતરોની વિશિષ્ટ ઉદારતાના એક ભવ્ય પ્રતિક સરખા છે.
અને તેમની વિદ્વત્તા એકજ વાત કહી દઉં. હેમવ્યાકરણનું એક પ્રકરણ અભ્યાસ અર્થે મહારે જેવાને પ્રસંગ આવ્યો. એ પ્રકરણનાં અદ્દભુત ઉદાહરણોમાં રહેલું તે સમયનું ઉત્કૃષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com