________________
૬૦૬ .. સુવાસ : ચૈત્ર ૧૯૯૫
નુશાસન અને છંદને માટે છંદેાનુશાસન પણ રચ્યાં છે. આ બધા ઉપરથી હેમચંદ્ર કેવા મહાન વૈયાકરણ, આલંકારિક અને ભાષાશાસ્ત્રી હતા તેને આપણને ખ્યાલ આવે છે.
સં. ૧૧૯૯ માં સિદ્ધરાજનું અવસાન થતાં કુમારપાળ પાટણની ગાદીએ આવે છે, અને પેાતાની પૂર્વાવસ્થામાં હેમચંદ્રે જે આશ્રય આપેલા-જે મદદ કરેલી તેને કૃતજ્ઞતા અને ગુરુભક્તિપૂર્વક સંભારી હેમચંદ્રના પાટણમાં સત્કાર કરે છે. હેમચંદ્ર અને કુમારપાળને સંબંધ સિદ્ધરાજ સાથેના સંબંધ કરતાંય દતર અને ગાઢતર બને છે, અને એને લઈને હેમચંદ્ર રાજા પાસે માંસ-મદ્ય-નિષેધ, દૈવીનિમિત્તે પશુવધના નિષેધ, અપુત્રનું ધન લેવાની મના, સ્ત્રીનેા વારસાહક ઈત્યાદિ રાજકીય સુધારા કરાવે છે. રાજા કુમારપાળને ઉપદેશ માટે હેમચંદ્ર યેગશાસ્ત્ર નામના અપૂર્વ ગ્રન્થ રચે છે. તે ઉપરાંત ન્યાયશાસ્ત્ર ઉપરના એમને પ્રમાણમીમાંસા ગ્રન્થ પરમ મહત્ત્વના છે. આ રીતે આપણને હેમચંદ્રનું એક મહાન રાજનીતિજ્ઞ, સમાજશાસ્ત્રી અને ધર્મશાસ્ત્રી તરીકે દર્શન થાય છે.
શ્રી હેમચંદ્રાચાર્ય એક મહાન પ્રતિભાશાળી કવિ પણુ હતા. એમની અદ્ભુત કાવ્યશક્તિ માટે યાશ્રય મહાકાવ્ય એક જવલંત ઉદાહરણ છે. એ મહાકાવ્યમાં સાલંકી અથવા ચૌલુકય વંશના ઈતિડાસ રસિક રીતે રજુ થાય છે અને સાથે સાથે એ સિદ્ધહેમચંદ્રનાં સૂત્રાનાં ઉદાહરણ રૂપે પણ કામ લાગે છે. આમ ખેવડા અર્થ સારતું હોવાથી એ ઐતિહાસિક મહાકાવ્યને હ્રયાશ્રય નામ આપ્યું છે. એવું જ બીજું પ્રાકૃત યાય કિંવા કુમારપાલચરિત એમણે રચ્યું છે, અને એમાં એક બાજુ કુમારપાલનું ચરિત્ર અને બીજી બાજુ સિદ્ધહેમના છેલ્લા અધ્યાયનાં–પ્રાકૃત વ્યાકરણનાં ક્રમવાર ઉદાહરણે આપેલાં છે. તે ઉપરાંત ત્રિષ્ટશલાકાપુરુષચિરત્ર નામના જૈનચરિત્રોને કાવ્યપ્રન્થ અને સર્વધર્મસમભાવની ઉદાત્ત ભાવનાભર્યું વીતરાગસ્તાત્ર કિંવા મહાદેવ સ્તેાત્ર પણ એમના કવિ તરીકેના સરસ પરિચય કરાવે છે.
આ રીતે આજીવન અખંડ સાહિત્યસેવા કરી, ગુજરાતની યશપતાકા ભારતવર્ષને દિગન્ત કરફરાવી, પોતાનાં અરાં કાર્ય ઉપાડી લે એવા શિષ્યા, જેમાં રામચંદ્ર અને ગુણચંદ્ર જેવા પ્રૌઢ પડિતા, ઉદયચંદ્ર જેવા વિશિષ્ટ વૈયાકરણ અને યશચંદ્ર, બાલચંદ્ર, વર્ધમાનગણિ, મહેન્દ્રમુનિ જેવાં નરરત્ના હતાં, તેમને પાછળ મૂકી શ્રી હેમચંદ્રાચાર્ય સં. ૧૨૨૯માં ૮૪ વર્ષની વયે પાટણમાં કાલધર્મ પામ્યા.
જેમના ગ્રન્થમાં અગાધ વિદ્રત્તા હતી, ઉપદેશમાં એજસભર્યું માધુર્ય હતું, રાજસંબંધમાં સહૃદય ગાંભીર્યં હતું, રાજકારણમાં ઔચિત્યભરી દીર્ધદષ્ટિ હતી, શાસનસેવામાં સુંદર વ્યવસ્થા હતી, સાહિત્યસેવામાં અપ્રિતમ પ્રતિભા હતી, યાગમાં અનુભવનું નવનીત હતું, અલંકારમાં અવનવા ચમત્કાર હતા, વાણીમાં અમૃતભરી મીઠાશ હતી, વર્તનમાં વિશુદ્ધિમય ઉદાત્તતા હતી, કવનમાં અસ્ખલિત રસધારા હતી અને જીવનમાં વિજયવતી કલિકાલસર્વજ્ઞતા હતી એવા એ મહાન ગુજરાતી શ્રીમદ્ હેમચંદ્રાચાર્યને હજારા વન્દન હા! વન્દન હૈ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મ
www.umaragyanbhandar.com