________________
યોગીશ્વર શ્રી હેમચંદ્રાચાર્ય અને ધ્યાનનિરૂપણ
લેખક : શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરી
બી. એ. (ઓનર્સ), એલ એલ. બી, સેલિસિટર.
શ્રી હેમચંદ્રાચાર્યની સર્વતોમુખી પ્રજ્ઞાએ યોગના વિષયને પણ સ્પર્યો છે. કેગના યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ પ્રસિદ્ધ આઠ અંગને દૃષ્ટિ સમક્ષ રાખી જૈનોના પાંચ મહાવ્રત તથા આચારને યમ-નિયમમાં સમાવેશ કરી બીજા અંગેનાં નિરૂપણમાં જૈન તેમજ જૈનેતર દષ્ટિઓનો બને તેટલે સમન્વય કરી તેમણે યોગશાસ્ત્રનું નિરૂપણ કર્યું છે.
આ શાસ્ત્રની રચનામાં વિશેષતા એ છે કે ગૃહસ્થીઓનો પણ યોગમાં અધિકાર છે તે તેઓ સ્વીકારે છે. જ્યારે ઘણુંખરા યોગીઓ યોગસાધના સંપૂર્ણ ત્યાગ વગર શક્ય જ નથી એમ કહી ગૃહસ્થીઓના યોગસાધનાના અધિકારને અસ્વીકાર કરે છે, ત્યારે શ્રી હેમચંદ્રાચાર્ય યોગ સાધનાની પગથી ગૃહસ્થાશ્રમમાંથી જ માંડે છે. આ નિરૂપણ જૈન દષ્ટિએ યુક્ત જ છે. તેમની યોગની નીચે આપેલી વ્યાખ્યા પરથી તે સ્પષ્ટ થાય છે. તેઓ કહે છે કે ઉત્કૃષ્ટ પુરુષાર્થમોક્ષનું કારણ યોગ છે અને તે યોગ, જ્ઞાન, શ્રદ્ધા, તથા ચારિત્રરૂપ રત્નત્રયીમય છે. એ રત્નત્રયની ઓછેવધતે અંશે ગૃહસ્થાશ્રમમાં પણ શક્યતા જૈન દર્શન સ્વીકારે છે. આ રહી તેમની વ્યાખ્યા –
चतुर्वर्गेऽग्रणीमोंक्षो योगस्तस्य च कारणम् ।।
ज्ञानश्रेद्धानचारित्ररूपं रत्नत्रयं च सः ॥ प्र. १ श्लो. १५ ગૃહસ્થી છુ કેગના બળે કેવલજ્ઞાન અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે, તે ચક્રવતી ભરત રાજર્ષિ તથા શ્રી મરદેવાના દષ્ટાંતથી તેઓશ્રી બતાવે છે. યોગશાસ્ત્ર પ્ર. ૧ લેક ૧૦ તથા ૧૧.
ગ્રન્થની પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે ગશાસ્ત્રની રચના શ્રી ચૌલુક્ય નૃપતિ કુમારપાલની અત્યંત પ્રાર્થનાથી શ્રી હેમચન્દ્રાચાર્ય શાસ્ત્ર, ગુરુના ઉપદેશ તથા અનુભવના આધારે કરી છે તેથી ગૃહસ્થી પણ યોગને અધિકારી છે એ શ્રી કુમારપાલ જેવા ભૂપતિ-શિષ્યને પ્રોત્સાહિત કરવા માટે બતાવવું બહુ જરૂરી હોવાથી તે ઉપર વિવિધ દષ્ટાન્તથી મૂળ તથા ટીકામાં ભાર મુકાય છે. યમ-નિયમનું વિસ્તૃત વર્ણન તેથી જ ઉપયોગી છે. એટલું જ નહિ પરતુ સર્વસ્વત્યાગી પુરુષોને પણ તેનું મહત્ત્વ ઠસાવવા જરૂરી છે. આથી જ આહાર જેવા વિષય ઉપર સરખામણીમાં નાના ગ્રન્થ ઘેરસંહિતામાં પણ વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. તેમાંથી એકજ લેક અત્રે ઉતારીશું જે મિતાહારની આવશયકતા દર્શાવે છે –
" मिताहारं विना यस्तु योगारंभ तु कारयेत् । .
नानारोगो भवेत्तस्य किंचिद्योगो न सिध्यति ॥" ५-१६ घेरण्डसंहिता મિતાહાર વિના જે યોગનો આરંભ કરે છે તેને જાતજાતના રોગ થાય છે ને યોગ જરી પણ સિદ્ધ થતું નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com