________________
પ૭૪ - સુવાસ : ચિત્ર ૧૯૫ ઋષિ મુનિઓનાં દર્શન અને તપશ્વાત સમુદ્રમાર્ગ સોમનાથ પાટણ તરફ કરેલા પ્રયાણ વર્ણન આવે છે.
જૈન ધર્માવલંબીઓની દષ્ટિએ પણ સારા પવિત્ર સ્થાન ગણાય છે. હાલના પારાથી બે માઈલને અંતરે આવેલા નાળા ગામમાં એક જૈન દહેવું છે તેમાં ઘણી પ્રાચીન મૂર્તિઓ જોવામાં આવે છે. જૈનના ૮૪ ગ૭ પૈકી એક પરિક ગ૭ પણ છે. હજીએ કેટલાક શ્રાવકે પોતાને સોપારક ગ૭ (જથા) ને શ્રાવક તરીકે ઓળખાવે છે. ૧૪ મી સદીમાં થઈ ગયેલા જૈન સાધુ જિનપ્રભસૂરિકૃત ગ્રંથમાંથી પણ ઉપલી હકીકતને પુષ્ટિ મળે છે. એમના સમયમાં પારામાં તીર્થકર ઋાભદેવનું દહેરું હોવાનું પણ એમણે જણાવ્યું છે. જન પુરાણમાં સોપારક નગરીના રાજ મહાસેનની પુત્રી તિલકસુંદરી સાથે રાજા શ્રીપાલના લગ્ન થયાની કથા પણ આવે છે,
બૌદ્ધ ધર્મની દષ્ટિએ પણ સોપારા મહત્વનું સ્થળ લેખાય છે. જાતકકથાઓ પ્રમાણે બોધિસન સુ'પારકને ત્યાંજ જન્મ થયે હો અર્થાત ભગવાન બુદ્ધ પૂજન્મમાંથી એકમાં આ સ્થળે જન્મ્યા હતા. એટલું જ નહિ પણ છેલ્લા અવતારમાં પણ સ્વયમ્ ભિખુ પુણ (પૂર્ણ)ની ઈચછાને માન આપી અને પધાર્યા હતા. તે સમયે તેમણે જોગેશ્વરી સ્ટેશનની પાસે આવેલ પણ ટેકરી પર વસતા વાકલ ઋપિને તેમજ અપરાંતના રાજપુત્રો કૃષ્ણ અને ગૌતમને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હોવાનું કહેવાય છે. એ બૌદ્ધધર્માવલંબી રાજા કૃષ્ણના નામ ઉપરથી બોરીવલી નજીક આવેલી ડુંગરીનું નામ કૃષ્ણગિરિ પડયું હતું જે પ્રાકૃત અપભ્રંશ પ્રમાણે કગિરિ અને ત્યારપછી કરી અને કરીને નામે ઓળખાવા માંડયું હશે.
બ્રાહ્મણીય જન અને બૌદ્ધ પૌરાણિક કાળમાંથી એતિહાસિક કાળમાં પ્રવેશ કરીએ કે તરત સમ્રાટ અશોકના વખતના શિલાલેખ જેનો અમુક ભાગ સોપારામાંથી મળ્યો હતે. તે એ શહેરના તત્કાલીન મહત્વ પર પ્રકાશ પાડે છે. આ શિલાલેખ સને ૧૮૮૨ માં સદગત પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીએ શોધી કાઢયો હતો અને એનો એક ભાગ જે અશાકની ૮ મી ધર્મજ્ઞાને ૧૩ જેટલે ભાગ છે તે મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં હાલ સુરક્ષિત છે. બાકીના લેખવાળા પત્થર હજી ઉપલબ્ધ થયા નથી.
તદુપરાંત કોલ, ભાજા, નાશિક અને કન્ડેરીની કેટલીક ગુફાઓના શિલાલેખમાં સોપારાના વણિકે, ધનિકે અને દાનશીલ નાગરિકાએ એ ગુફાઓમાં રહેતા સાધુઓ, વિદ્યાર્થીઓ અને ત્યાં આવજા કરતા ભાવિક યાત્રિઓના લાભાથે કોતરાવેલ ગુફાઓ, પાણીની ટાંકીઓ અને ધન કે જમીનના કરેલા દાનનો ઉલ્લેખ મળી આવે છે. એ લેખ ઈસવીસન પૂર્વની ત્રીજી સદીથી ઠેઠ ઈસવીસનની ત્રીજી સદી સુધીના અર્થાત લગભગ પાંચસો વર્ષના ગાળામાં કોતરાએલા હોવાથી એ કાળની સપારા ધનિકાની આર્થિક સ્થિતિ અને દાનશીલતા પર પ્રકાશ પથરાય છે.
શકે ૧૦૧૬ (ઈ. સ. ૧૦૯૪) ના સિલહારવંશીય રાજા અનંતદેવના શિલાલેખમાં તેના ભત્રીઓ ભભણ, ધણય નામક બંને ભાઈઓને શ્રી સ્નાથક (થાણા) પરિક (સોપારા) અને ચેમુળી (ચિમુ) ને બંદરે પર અપાતા કરથી મુક્ત કરવામાં આવ્યાનો ઉલ્લેખ છે. તે જ પ્રમાણે બારમી સદીના સ્લિહારનરેશ અપરાદિત્ય બીજાના કાળમાં પારાના પંડિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com