________________
સોપારાના પ્રાચીન અવશેની શોધ - ૫૭૫ તેજકડને કાશ્મીરમાં થયેલી વિપરિષદમાં કંકણના પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવ્યાને ઉલ્લેખ છે. તે પરથી સિદ્ધ થાય છે કે ઠેઠ બારમી સદી સુધી પણ સોપારા અગત્યનું બંદર, વેપારી મથક અને વિદ્વાન પંડિતોનું ધામ હતું.
વિદેશો સાથેના પ્રાચીન હિન્દના વેપારમાં પશ્ચિમ હિન્દ અને વિશેષતઃ કંકણના બંદરે મારફત મનુષ્યોની આવજા અને માલની આયાત-નિકાસ થતી હોવાથી એ બંદરનો ઉલ્લેખ તે દેશના વેપારીઓ, યાત્રીઓ અને વિદ્વાન લેખકેની ઉપલબ્ધ કૃતિઓમાં મળે છે. એવા વિદેશી સાહિત્યમાં સૌથી પ્રાચીન ઉલેખ બાયબલમાં છે. તેમાં રાજા સોલૅમનના વહાણેની ઓફીર (સોપારા) બંદરે આવજા તથા એ સ્થળના ધમધોકાર વેપારની ચર્ચા છે. આમીરથી હિરમઠારા તાયરના રાજા પાસે પુષ્કળ પ્રમાણમાં સોનું. ઝવેરાત અને હાથી દાંત તથા વાંદરા અને મેર વગેરેની નિકાસનો ઉલ્લેખ છે. તે જ પ્રમાણે અરબી, ગ્રીક અને ફેબ્ર સાહિત્યમાંથીએ સોપારાના મહત્વસૂચક ઉલ્લેખો મળી આવે છે. ગ્રીક ભૂગોળવેત્તા ટોલેમીએ પૂર્વના બંદરોમાં સોપારા બંદરને અગત્યનું સ્થાન આપ્યું છે. ગ્રીક વેપારી અને સાધુ કોસમાસ ઇડિકપલિયસટિસે ૫૪૫ ઈ. ના. અરસામાં સિબેર નામથી સોપારાની નોંધ લીધી છે. લગભગ ૯૧૫ ઇ. માં અરબયાત્રી મસૂદીએ પશ્ચિમ હિન્દના કિનારાના મુખ્ય શહેરમાં થાન, સમૂર અને પારાનું વર્ણન આપ્યું છે. લગભગ ૧૦૩૦ ૦ માં અરબ ભૂગોળવેત્તા, જ્યોતિષી અને સાહિત્યજ્ઞ યાત્રી અલબેરૂનીએ સુબારાની સુંદર નોંધ લીધી છે. બારમી સદીના મધ્યમાં-સને ૧૧૫૩ ઈ. ના અરસામાં આફ્રિકાના ભૂગોળ અને ઇતિહાસના અરબ વિદ્વાન અલઈક્રોસિએ સોપારા શહેરને સમુદ્રતટથી ૧૩ માઈલને અંતરે આવેલા, ઘીચ વસ્તીવાળા, હિન્દના એક મુખ્ય વેપારી મથક તરીકે વર્ણવ્યું છે. ૧૩૨૨ ઈ. ના ખ્રિસ્તિ પાદરી જેરડીનસના વર્ણન ઉપરથી સોપારાના ધાર્મિક ઈતિહાસ પર પણ પ્રકાશ પડે છે. તે સમયે ત્યાં સેન્ટ થોમસ કેથેલ નામક મોટું ખ્રિસ્તિ દેવળ હતું અને એ ખ્રિસ્તિઓ હિન્દમાં પોર્નીગીના આગમન પહેલાં મુસલિમ રાજ્યકાળમાં જ હ્યાં આવી ચઢયા હતા અને ઘણું ભોગ આપી હ્યાં વસ્યા હતા. થાણું છલામાં ઘણીવાર મુસલિમો સાથે એમને અથડામણમાં આવવું પડતું. છેવટે મુસ્લિમ રાજ્ય આવ્યું, ગુજરાતના સુલતાને પાસેથી પિર્તુગીઝોએ આ પ્રદેશને કબજે લીધો અને વસઈનું મહત્વ વધ્યું ત્યારથી સોપારાની પડતી દશા આવી અને મુંબઈ વસ્યા પછી તે ધીમેધીમે પશ્ચિમ હિન્દ વિદેશે સાથે આ વહીવટ આ તરફથી ચાલુ થયું એટલે પારા તારાજ થઈ ગયું.
હવે તો સોપારા એક સાધારણ ગામ છે. અઠવાડિયામાં બે વાર બજાર ભરાય છે. ત્યારે ખૂબ પ્રગતિમાન જણાય છે. બાકી તે સ્થાનિક કેળાં અને પાન વગેરે ના વેપારને અંગે રહેલા હ્યાંના નિવાસીઓ સિવાય બહુ ઓછા લેકની હ્યાં આવજા રહે છે. પાસે આવેલા નાળા સાથે એનું નામ જોડી દઈ હવે આ સ્ટેશન નાળાસોપારા કહેવાય છે. ત્યાંથી ગામમાં જવા માટે ધેડાગાડી કે મેટરબસ મળે છે. રસ્તામાં લગભગ ૧૩ માઈલ જેટલું ખુલ્લું મેદાન નજરે પડે છે. ત્યાં મૂળ દરિયાની ખાડી હતી જે હાલ સુકાઈ ગઈ છે. સોપારા ગામમાં લગભગ ૫૦૦ થી ૬૦૦ ઘરની વસ્તી છે. પરંતુ આસપાસ ૩-૪ માઈલ સુધી પ્રાચીન અવશેષો મળે છે તેને આધારે કહી શકાય કે સેપારાની મૂળ વસતી એટલા વિસ્તારમાં ફેલાએલી હશે. જૂના રિવાજ પ્રમાણે હજી એ હ્યોના મકાનમાં લાકડાનો બહોળો ઉપયોગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com