________________
સેાપારાના પ્રાચીન અવશેષાની શેાધ
અર્વાચીન મુંબઈ ની આસપાસ અનેક પ્રાચીન ઈ તિહાસપ્રસિદ્ધ રથળા, આશ્રમે, ગુફામંદિર અને અસ્તવ્યસ્ત થએલા શહેરાના ભગ્નાવશેષો રહેલા છે. તે બધાનું યથાચિત જ્ઞાન અને તેમના મૂળ મહત્વનું વાસ્તવિક ભાન મુંબઈની પચરંગી પ્રજામાંથી ભાગ્યે જ ગણ્યાગાંઠયા નાગરિકાને હશે. એવા વીસરાઈ ગયેલા સ્થાને પૈકી એક સોપારા પણુ છે. અત્યારે તે એ મુંબઈના પગની વિદ્યુતરેલવેલાઈનના અંતિમ સ્ટેશન વિરાર અને વસઈની વચમાં મુંબઈથી લગભગ ૭૩ માઈલને અંતરે આવેલું સાધારણ ગામ છે. થાણા જીલ્લામાં આવેલા વસઈ તાલુકામાં તેને સમાવેશ થાય છે. પરન્તુ અતિ પ્રાચીન કાળથી તે ઠેઠ મુસલીમ રાજ્યના
રણછેડલાલ ઘ. જ્ઞાની
આરમ્ભકાળ સુધી પશ્ચિમ હિંદનાં બંદરામાં સાપારાનું ખારૂં સૌથી માટું હતું. આજે મુંબઇ સંસારની પ્રજાના પ્રતિનિધિત્વવાળુ જગવિખ્યાત વેપારી મથક છે તેવુંજ અગત્યનું સ્થાન પ્રાચીન હિંદમાં સેપારા ભાગવતું હતું. ઈજિપ્ત, ઈરાન એમીલેાન, ગ્રીસ અને રેશમના વેપારીએ વેપારધંધાને અંગે સાપારામાં આવી વસ્યા હતા . તેમ ત્યાંના નિવાસીઓ પણ દેશદેશાંતરામાં જઈ હિંદની જાહેાજલાલી અને મહત્તાની છાપ બેસાડતા હતા એના પુષ્કળ પૂરાવા મળી આવે છે. પ્રો. શ્રી. રાલિન્સનકૃત હિંદના પ્રાચીન વડાણુ– વટાના ઈતિહાસમાં એ પૂરાવા એકત્રિત કરવામાં આવ્યા છે.
પૌરાણિક કાળમાં પણ સેાપારાને શૂર્પારક અથવા પરશુરામતીર્થને નામે ઓળખતા. એ કથાએ પ્રમાણે અપરાંત અથવા કાંકણુતા આખા સમુદ્રતટને પ્રદેશ શ્રી. પરશુરામે બ્રાહ્મણેાના વસવાટ માટે સમુદ્રનું પાણી ખસેડી કાઢી આપ્યા હતા. મુંબઈના એક એ રેકલમેશન જેવી વિધીએ દિરયા પુરાયેા હતેા કે અન્ય પ્રકારે ?-તે જાણવાનું આજે કંઈજ સાધન નથી, પરંતુ એ આખીએ પૌરાણિક કથાનું તાર્કિક રહસ્ય સમજાય તેા સંભવતઃ એ પ્રાચીન વિધિ પર પણ વૈજ્ઞાનિક પ્રકાશ પડે. વિસ્તારભયે એ કથાને આ લેખમાં ઉલ્લેખ થઈ શકે એમ નથી. મહાભારતના વનપર્વના ૧૧૮ મા અધ્યાયમાં એ શૂર્પારક તીર્થમાં દક્ષિણુથી અર્જુનનું આગમન અને સમુદ્રમાર્ગે એક અદ્ભુત વનમાં નિર્ગમન તથા અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com