________________
પ૭૨ - સુવાસ ચૈત્ર ૧૯૯૫ તે કરતાં વધુ સમૃદ્ધ, વ્યસનથી વધુ મુક્ત અને વધુ તેજસ્વી બન્યું હતું; ગુજરાતે તે પહેલાં અને પછી કદિ ન જોયેલા એવા સુવર્ણયુગનાં દર્શન કર્યા હતાં.
કુમારપાલ અને હેમચન્દ્રાચાર્ય આરંભેલી રાષ્ટ્રઘડતરની, સત્ય અને અહિંસાની નીતિ ચાલુ રહે તે માટે હેમચન્દ્રાચાર્યે કમારપાળની હયાતિમાં તેને યોગ્ય સૂચનાઓ આપેલી. કુમારપાળને પુત્ર નહોતો. તેના મૃત્યુ પછી તેના ભાઈને પુત્ર અજયપાળ અને પિતાની દીકરી પ્રતાપમાળાને પુત્ર પ્રતાપમલ એમ બે જણ રાજ્યગાદી ઉપર દા રાખતા હતા. અજયપાળ ખુલ્લી રીતે કુમારપાળની રાજ્યનીતિને વિરોધી હતા, તુચ્છ મનોવિકારને આધીન હતો અને હેમચન્દ્રથી હે ઈ તેમની પ્રેરણાથી પિતાના કાકા કુમારપાળે ઘડેલા તમામ કાયદાઓ બાજુએ મૂકી દે તે હતો. પ્રતાપમલ્લ કપ્રિય અને ધર્મશ્રદ્ધાવાળો હતો. તેની લાયકાત જોઈ હેમચન્દ્રાચાર્યની ભલામણા ઉપરથી કમારપાળે પોતાના ગાદીવારસ તરીકે પ્રતાપમલ્લને નહેર કર્યો. આ ઉપરથી અજયપાળ દેષ રાખી કુમારપાળને ઝેર આપ્યું અને તેની અસર દૂર થાય તેમ નહિ લાગવાથી કુમારપાળ જનવિધિ મુજબ અનશન કરી આહાર પાણીને સર્વથા ત્યાગ કરી શુદ્ધ ભાવનાપૂર્વક મરણ પામે.
કુમારપાળના મરણ પછી અજયપાળ બ્રાહ્મણ પક્ષના અને હેમચન્દ્રાચાર્યના એક શિષ્ય બાલચન્દ્રના ટેકાથી ગાદીએ બેઠે. તેણે કુમારપાળે શરૂ કરેલી નીતિનો સર્વથા ત્યાગ કરી જૈનો સામે સખત જેહાદ જગાડી; પ્રતાપમાને પક્ષ કરતા હેમચંદ્રાચાર્યના પટ્ટશિષ્ય મહાકવિ રામચન્દ્રસૂરિને તપાવેલા લોઢાના આસન ઉપર બેસાડી તેમને ઘાત કર્યો; કેટલાં ય જૈન મંદિરનો નાશ કરાવ્યું.
શ્રી હેમચન્દ્રાચાર્ય શરૂ કરેલી રાષ્ટ્રવિધાનની નીતિને કુમારપાળને મૃત્યુ પછી જબરે પ્રત્યાઘાત નડશે, અને ત્યારથી સોલંકીઓની અવનતિને પણ પ્રારંભ થયો.
ચહું ઊગરવા
સારથિ
અહા ! રજનિ આજની અવનવી અહીં ઓપતી, પ્રભા પ્રસરતી ત્યહીં મધુર ચાંદની શોભતી. વળી ક્ષિતિજમાં દિસે પથિક એકલે દેડતે, ક્ષણે પ્રતિક્ષણે સ્વરૂપ મનફાવતાં ધારતો; દિશા નિજ સુમાર્ગની પ્રબળ અંધકારે ભરી છતાં પથિક પૈર્યને અડગતા હૃદયે ધરી, જતે નિરવ પાયથી સકળ આભને વીંધત અને કવચિતતે વળી શરદ ચાંદની ઢાંકતે, અહા ! સકલ સૃષ્ટિ જ્યાં મધુર છવાઈ રહી, ત્યહીં નભ વિષે વિશે ! તિમિર મૂતિ શાથી રહી? મને સતત મૂંઝવે જીવનચાંદની નિર્મળી, મહાન ગ્રંથરાશિના વિપુલ બજને ઝીલતાં, અનંત અવકાશની પથિકમૂતિને ભાળતાં ચહું તવ દયા થકી ઊગરવા પ્રલે હું અહીં. ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com