________________
હેમચન્દ્રાચાર્યનું રાજકારણ પ૭૧ અનેક જેને વર્ચસ્વ જોગવતા હતા. પરંતુ હેમચન્દ્રના પ્રવેશ પછી સ્વાભાવિક રીતે જ જૈનનાં સત્તા અને પ્રભાવ વધ્યાં. તેમના ઉત્કર્ષ માટે તે કારણભૂત બન્યા. - જૈનધર્માવલંબી છતાં હેમચન્દ્ર આર્ય સંસ્કૃતિના પ્રતિનિધિ હતા. ધર્મના પાયાનાં મૂળભૂત તો ઉપર જૈન અને વૈદિક આદર્શોમાં ભાગ્યે જ અથડામણ હતી. તેથી સિદ્ધરાજને ઉદ્દેશીને શ્રી કનૈયાલાલ મુનશી ગુજરાત એન્ડ ઈટસ લીટરેચર–પૃષ્ઠ ૪૧ ઉપર કહે છે તેમ “ He was building an empire, and the people of Gujaräta were acquiring the proud consciousness of being a great people. Jaina valour and wealth had a grcat share in this achievement. Jaina Sadhus, there. fore, definitely cast in their lot with this province and decided to make Gujarata their holy land. Hemchandra gave up even the peregrinations enjoied by his religious vows; and with Masterly skill and statesmanship, he concentrated his intellectual powers upon leaving a great literary heritage to Gujaráta. He assiduously fostered a pride in the grcatness of the Cálukya kings, who had identified themselves with its glory. In his Dvyasrayamahākāvya, he described the glories of the Cālukyas in the orthodox literary style, and invested the king of Pātaṇa with the dignity which classical poets had reserved for the ancient royal houses of the Sun and the Moon. Gurjara Bhümi became a great country. Pāțaņa rivalledthe glories of ancient Patliputra and Ayodhyā."
આ ઉપરથી જણાશે કે તે વખતના ગુજરાતના રાષ્ટ્રઘડતરમાં હેમચન્દ્રનું વર્ચસ્વ કેટલું બધું હતું. જૈન ધર્મનો પ્રચાર તેમને મન સર્વોદ્ધાર–mass uplift નું સાધન હતું અને રાજકારણમાં ભાગ લઈ આ ચયની સિદ્ધિ અથે જ તેમણે પ્રયત્ન કર્યો છે.
કુમારપાલનાં રાજા તરીકેનાં તમામ ફરમાનોમાં શ્રીમદ્દ હેમચન્દ્રનો પ્રભાવ દષ્ટિગોચર થાય છે. તે પ્રભાવ જનસમાજની કલ્યાણની ભાવના અને તેમના સંયમરંગથી રંગાયેલું છે. તેમનું રાજકારણ ખટપટથી તદ્દન અલિપ્ત, ઉચ્ચકોટિનું અને સામાન્ય રાજકારણથી નિરાળા પ્રકારનું છે; ચાણકય સમી તેજસ્વી બુદ્ધિની દોરવણીવાળું છતાં તે તેની રાજરમતથી મુક્ત છે. તેમના રાજકારણને ધમને અવિહડ રંગ લાગેલ છે. રાજ્યસૂત્ર ધર્મસિદ્ધાન્તથી દોરવાયેલું હોવું જોઈએ એમ તેઓ માને છે. ધર્મરાજ્ય એ જ રાજ્યધર્મ, એ જ રાજ્યાદ. ગુજરાતમાં એ ધર્મરાજ્ય ઉતારવા પૂરતું જ તેમનું રાજકારણ હતું.
જ્યાં સત્તાની પ્રાપ્તિ માટે ખેંચતાણ ચાલતી હોય, સત્તાનાં સ્થાને કબજે કરવાની હરિફાઈઓ થતી હોય ત્યાં રાજરમતનું ગંદુ સ્વરૂપ દેખા દે છે. હેમચન્દ્રને સત્તાને મેહ નહતા. તેમની રાજ્યનીતિ સ્પષ્ટ અને ખુલ્લી હતી. તેમને કશું સંતાડવાપણું ન હતું. સત્ય અને અહિંસા ઉપર જ તેમની રાજ્યનીતિનું બંધારણ થયેલું હતું. સત્યને ભેગે નહિ પણ સત્યને માટે તેમનું રાજકારણ હતું. અહિંસાને ભોગે નહિ પણ અહિંસાને માટે તેમનો પ્રયત્ન હતો. જૂઠ, પ્રપંચ, અને કુટિલતા રાજ્યમાંથી દૂર કરવા તેમની શક્તિઓ ખરચાઈ હતી.
તેમનું રાજકારણ સ્વચ્છ અને નિર્મળ હતું. સત્ય અને અહિંસાને પાયા ઉપર રચાયેલું - સત્ય અને અહિંસાને વિજયધ્વજ ફરકાવવા અર્થ હતું. તેમના રાજકારણથી ગુજરાત હતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com