________________
૫૭૦ - સુવાસ : ચિત્ર ૧૯૯૫
૧ ગુજરાતનું દૃષ્ટિપરિવર્તન –અહિંસાના સિદ્ધાંતને પ્રચાર કરીને ગુજરાતના રાજકીય-સાંસ્કૃતિક જીવનમાં તેમણે જમ્બર ક્રાંતિ કરી છે. હિંસા એ મનુષ્ય સ્વભાવની વિરૂદ્ધની વસ્તુ છે અને માનવતાની દૃષ્ટિએ ત્યાજય છે, ધર્મની દષ્ટિએ તેને કઈ રીતે બચાવ થઈ શકે તેમ નથી, આ મહાન સંદેશથી તેમણે સમસ્ત ગુજરાતનું દષ્ટિ પરિવર્તન કરી નાખ્યું. અહિંસામાં અનેક ગૂઢ શક્તિઓ અને શક્યતાઓ રહેલી છે એ આજના ગાંધીયુગમાં પ્રતીત થાય છે. ગુજરાત અહિંસાને સાચા દિલથી અમલ કરી તેની શક્યતાઓ પ્રકટાવે એ ઈચ્છવાયોગ્ય છે.
૨ લોકજીવનની શુદ્ધિ -હેમચંદ્રાચાર્ય લોકજીવનની શુદ્ધિ અને સાફસૂફી કરી તેમનાં જીવનધોરણ ઊંચાં લાવવા પ્રખર પ્રયાસ કર્યો છે. મદિરા, જુગાર, માંસભક્ષણ આદિ પ્રજાજીવનમાં ઘર કરી બેઠેલાં અનેક અનિટને મૂળમાંથી કાઢવા તેમણે સખ્ત આંદોલનો ગતિમાન કર્યા હતાં. તેમના પછી શુદ્ધિનું ધારણ ઘટી ગયું છે. તે પણ તેમણે પ્રચલિત કરેલાં શુદ્ધિનો દલને આજે પણ તેટલું જ ધ્યાન માગી લે છે.
૩ આદર્શ રાજાઃ-સુખી પ્રજાજીવનની ચાવી વ્યસનરહિત અને આદર્શ રાજામાં રહેલી છે. તે પિતે સંયમી અને ચારિત્ર્યશીલ હોય તે જ પ્રજાજીવનને ઉદ્ધાર શક્ય છે. કુમારપાળને પિતાના આદર્શો પ્રમાણે ઘડી ગુજરાતને તેમણે એક સંસ્કારમૂત રાજા અને તેને આદર્શ સદાને માટે આપ્યાં છે. ગુજરાતના રાજકીય જીવનને ઉગ્ર બનાવનાર મહાન શક્તિ તરીકેનું તેમનું સ્થાન અદ્વિતીય છે.
૪ સ્ત્રી-સ્વાતંત્ર્ય–સ્ત્રી-સ્વાતંત્ર્ય અને તેમના વારસાના હક્કો સ્વીકારાવી તેમની આર્થિક અસમાનતા દૂર કરાવવાનો યશ તેમને ફાળે જાય છે. તેમણે પાડેલા ચીલે ચાલી ગુજરાતે હજી ઘણી પ્રગતિ કરવાની બાકી છે. સ્ત્રીઓના આર્થિક સમાનતાના સિદ્ધાન્તને તેમણે ગુજરાતને આપેલે વારસે અમૂલ્ય છે. તેમના સમય સુધી કોઈ પણ માણસ અપુત્ર મરણ પામે તો તેનું તમામ ધન રાજ્યતિજોરીમાં જતું. હેમચન્દ્રાચાર્યે આ સર્વે બંધ કરાવી અપુત્રિયાનું ધન તેની સ્ત્રી કે પુત્રીને મળે તે ધારે ઘડાવ્યો; અને તેમ કરી સ્ત્રીઓના વારસાહક્કને સૌથી પ્રથમ સ્વીકાર કરાવ્યો. આ કાયદાથી મેં તેર લાખની આવક રાજ્યને બંધ થઈ. પરંતુ અપુત્રિયાનું ધન રાજ્ય કે એ હડહડત અન્યાય છે એમ તેમણે કુમારપાલને ઠસાવ્યું.
૫ અસ્મિતા ગુજરાતની અસ્મિતા તેમના સમયમાં જ જન્મી એમ કહીએ તો ચાલે. રાજા ભોજદેવકૃત વ્યાકરણ જોઈ સિદ્ધરાજ ગુજરાતની ગૌરવહીનતા અનુભવવા લાગે ત્યારે હેમચન્દ્ર ગુજરાતી અસ્મિતાને દીપક સૌથી પ્રથમ પ્રકાર છે અને ત્યારપછી અનેક સ્વરૂપે તેનો પ્રકાશ ગુજરાતને ઘેર ઘેર ફરી વળેલે આપણે આજેય જોઈ શકીએ છીએ.
ઉપરના મુખ્ય તારણ ઉપરથી જોઈ શકાશે કે શ્રીમદ્દ હેમચન્દ્ર માત્ર જૈન સમાજના નહોતા. સમસ્ત ગુજરાતના-ભારત વર્ષના અને જગતના હતા. તેમના જેવી વિભૂતિઓ કઈ પણ એક પંથની રહી શકતી જ નથી. તેમની વિશિષ્ટ શક્તિઓ તેમને સારા રાષ્ટ્રની મિલકત બનાવે છે. એક પ્રખર રાષ્ટ્ર અને સમાજ-સુધારક તરીકે તેમનું નામ ચિરંજીવ રહેશે.
તેમનું જીવન સમસ્ત પ્રજાને માટે જ ખર્ચાયું હતું. સદેહે તેઓ સમાજના હતા. વિદેહ છતાં તેમને અક્ષરદેહ આજે ય સમાજ માટે જ છે અને ભવિષ્યમાં પણ રહેશે.
ઉપરની વિગતોથી જણાશે કે તેમની સર્વ શક્તિઓ પ્રજાની આબાદી પાછળ ખરચાઈ છે. હેમચન્દ્રાચાર્ય રાજકારણના તક્તા ઉપર આવતા પહેલાંથી જ જૈનોની લાગવગ ગુર્જરેશ્વરના દરબારમાં હતી. મુંજાલ મહેતા, ઉદયન, શાન્ત મહેતા, સજજન મંત્રી અને બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com