SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો સફાઈ કામદારોના સ્વાથ્ય માટે પગલાં લેવાની તાકીદ કરી. મુંબઈ શહેરમાં કચરો વધી રહ્યો છે. પણ સફાઈ કામદારોની સંખ્યા ઘટી રહી છે, જેને કારણે કામના બોજામાં સતત વધારો થઈ રહ્યો છે. ઈ.સ. ૧૯૭૮ની સાલમાં મુંબઈ શહેરની વસતિ ૭૮ લાખની હતી ત્યારે પ્રતિદિન ૩,૦૦૦ ટન કચરો પેદા થતો હતો, જેને સાફ કરવા માટે ૨૨,000 કામદારોને નોકરીમાં રાખવામાં આવ્યા હતા. ઈ.સ. ૨૦૦૭માં મુંબઈની વસતિ ૧.૪૦ કરોડ ઉપર પહોંચી છે. હવે રોજનો ૬,૫૦૦ ટન કચરો પેદા થાય છે પણ તેને સાફ કરવા માટે સફાઈ કામદારોની સંખ્યા ઘટાડીને ૨૧,૪૧૪ની કરી નાંખવામાં આવી છે. આ કારણે દરેક કર્મચારી ઉપર કામનો બોજોબમણા કરતાં વધી ગયો છે. તેની સરખામણીએ દિલ્હી શહેરની વસતિ ૧.૩૭ કરોડ હોવા છતાં ત્યાં ૪૯,૦૦૦ સફાઈ કામદારો છે. આ રીતે ગરીબ સફાઈ કામદારોનું મ્યુનિસિપાલિટી દ્વારા જ શોષણ કરવામાં આવે છે. સફાઈ કામદારોએ જે માનવતાહન વાતાવરણમાં કામ કરવું પડે છે, તેનું કારણ શહેરોની ગટર વ્યવસ્થા છે અને આ ગટર વ્યવસ્થાનું કારણ ફ્લશ ટાઈપના જાજરૂ છે. ગામડાંઓમાં ગટરની સિસ્ટમ ન હોવાને કારણે હરિજનોએ માત્ર ઘન કચરો ઉપાડીને ઉકરડે નાંખી દેવાનો રહે છે, જ્યારે શહેરમાં ગટરો હોવાને કારણે સફાઈ કામદારે ગંદા પાણીમાં કલાકો સુધી પોતાનું શરીર ડૂબાડી રાખવું પડે છે. ગટરમાંથી ઝેરી ગેસ નીકળવાને કારણે દર વર્ષે સંખ્યાબંધ સફાઈ કામદારોનાં મોત થાય છે. પુણેના સફાઈ કામદારોની હાલત તો એટલી બધી કફોડી છે કે, લાઈફ ઈસ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ તેમનો વીમો લેવાનો પણ ઈનકાર કરી દીધો હતો. મ્યુનિસિપાલિટીના નિયમો મુજબ પ્રત્યેક સફાઈ કામદારને તેની સલામતી માટે હાથમોજાં, રેઈનકોટ, ગમબૂટ, ફેસમાસ્ક વગેરે આપવા આવશ્યક છે. અગાઉ આ ઉપકરણો ત્રણ વર્ષ સુધી ચાલતાં હતાં. હવે હાલત એવી ખરાબ છે કે આ સાધનો એક અઠવાડિયામાં જ ખતમ થઈ જાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ આ સાધનોની ખરીદીમાં કરોડો રૂપિયાનો || 99 ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy