SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો મળથી અને ઝેરી રસાયણોથી ઉભરાતી ગટરમાં પોતાનું માથાં સિવાયનું શરીર ડૂબાડી દેવું પડે છે, અને સફાઈ કરવી પડે છે. મુંબઈના ઉકરડાઓમાં હોસ્પિટલનો ઝેરી કચરો પણ ડમ્પ કરવામાં આવે છે, જેમાં અનેક ચેપી રોગોના વિષાણુઓ પણ હોય છે. આ બધા જ કચરાને હેન્ડલ કરવા માટે સફાઈ કામદારોને હાથમોજાંઓ અને ફેસમારકપણ આપવામાં નથી આવતા. આ ઝેરી કચરા વચ્ચે કલાકો સુધી કામ કરવાને કારણે સફાઈ કામદારો પણ અનેક ચેપી અને અસાધ્ય બીમારીઓનો ભોગ બને છે. મુંબઈ શહેરમાં સેંકડો ગેરકાનૂની કતલખાનાંઓ અને મચ્છી-મટનની માર્કેટો આવેલી છે. તેમાંથી જે કચરો પેદા થાય છે, તેમાં પ્રાણીઓના લોહી, માંસ, હાડકાંઓ અને મળમૂત્ર પણ હોય છે. આ બધી જ ગંદકી સફાઈ કામદારોએ સાફ કરવી પડે છે, જેને કારણે તેઓ અનેક રોગોના ભોગ બને છે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને કલ્યાણવિભાગેહરિજન દ્વારા માથે મેલું ઉપાડવાની પ્રથાને કાયદા દ્વારા પ્રતિબંધિત જાહેર કરી છે. કોઈ પણ વ્યક્તિ જો હરિજનને માનવમળ ઉપાડવાની કામગીરી સોપે, તો તેને જેલમાં પૂરી શકાય તેવા કાયદાઓ થયા છે, પણ શહેરની મ્યુનિસિપાલિટી પોતાના સફાઈ કામદારને માનવ મળમાં ડૂબકી મારવાની ફરજ પાડે, તો તેને માટે કોઈ સજાની જોગવાઈ કાયદામાં રાખવામાં આવી નથી. આ રીતે સતત ગંદકીમાં રહેવાને કારણે દેશના સફાઈ કામદારો ચર્મરોગ, અસ્થમા, ટી.બી.અને કેન્સર જેવી બીમારીઓનો ભોગ બનીને અકાળે મરણ પામેછે.એકલાં મુંબઈ શહેરમાં જ દરવર્ષે 300 સફાઈ કામદારો ફરજ ઉપર હોય ત્યારે મૃત્યુનો ભોગ બને છે. પુણે શહેરમાં ૩૦ મહિનામાં ૨૨૭ સફાઈ કામદારો અકાળ અવસાન પામ્યા હતા. ઇન્ડિયન એક્સપ્રેસ નામનાં અંગ્રેજી અખબારમાં પુણેના સફાઈ કામદારોની દયનીય હાલત બાબતમાં લેખમાળા પ્રગટ કરવામાં આવી, તે પછી કેન્દ્ર સરકારને આંચકો લાગ્યો અને તેણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનવિલાસરાવ દેશમુખને આ | ૩૦ ||.
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy