________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
I લેટીન ના હિમાયતી વિચારે II મુંબઈ મહાનગરપાલિકાના ૨૧૪૧૪ સફાઈ કામદારો
પ્રતિદિન ૬,૫૦૦ ટન કચરો સાફ કરે છે.
ઇતિહાસનાં પુસ્તકોમાં એમ ભણાવવામાં આવતું હતું કે અસ્પૃશ્યતા માનવજાતનું કલંક છે. આપણને એમ પણ ભણાવવામાં આવતું હતું કે, અસ્પૃશ્યતાને કારણે હિન્દુ સમાજ અસંખ્ય ટુકડાઓમાં વહેંચાઈ ગયો હતો. આપણી સમજ એવી છે કે આપણા સમાજમાં હરિજનો સાથે ભેદભાવભર્યો વર્તાવ કરવામાં આવતો હોવાથી તેઓ સામાજિક અન્યાયના અને અત્યાચારોના ભોગ બન્યા હતા. આ કારણે જ ગાંધી બાપુએ અસ્પૃશ્યતા સામે જંગ આદર્યો હતો અને દિલ્હીમાં તેઓ હરિજનોની કોલોનીમાં જઈને રહેતા હતા. ગાંધીજી અને આંબેડકર જેવા નેતાઓના અથાક પ્રયત્નોને કારણે ભારતનાં શહેરોમાંથી અસ્પૃશ્યતા નામનું કલંક તો મહદંશે દૂર થયું છે, ઓછી વ્યાપક છાપ હોવા છતાં પણ આજના સફાઈ કામદારો અગાઉના હરિજનો કરતાં પણ વધુ અન્યાય, અત્યાચાર, બીમારીઓ અને મોતનો સામનો કરી રહ્યા છે. આજના શહેરોના સફાઈ કામદારોની હાલત અગાઉના હરિજનો કરતાં પણ બદતર છે, અને તેના માટે અસ્પૃશ્યતાનિવારણની વાતો કરતી આપણી સરકાર જ જવાબદાર છે. આજની આધુનિક નગર રચના અને ગટર સિસ્ટમને કારણે લાખો સફાઈ કામદારો અસાધ્ય બીમારીઓનો શિકાર બન્યા છે અને હજારો અકાળે અવસાન પામી રહ્યા છે. શહેરોની ગંદકી સાફ કરવાની આ વ્યવસ્થા અસ્પૃશ્યતા કરતાં પણ મોટું કલંક છે.
ભારતના ગામડામાં રહેતા સફાઈ કામદારે ગામનો કચરો ઉપાડીને ઉકરડામાં નાંખવો પડતો હતો અને સૂકા જાજરૂમાં મળ સફાઈ કરવી પડતી હતી. આજના સફાઈ કામદારે ૨૦-૨૦ ફૂટ ઊડી ગટરમાં ઉતરીને અંદરનો કચરો સાફ કરવો પડે છે. તે માટે તેણે કલાકો સુધી માનવ
|| ૬૬ ||