SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો ભ્રષ્ટાચાર આચરે છે. જે સફાઈ કર્મચારીઓ આખાં મહા-નગરની ગંદકી સાફ કરે છે, તેમને રહેવા માટેનું સુવિધાપૂર્ણ ઘર પણ આપણી સરકાર ઉપલબ્ધ કરાવી શકતી નથી. મુંબઈના ર૧,૪૧૪ સફાઈ કર્મચારીઓ માટે માત્ર ૫,૭૫૮ સ્ટાફ ક્વાટર્સ જ પૂરાં પાડવામાં આવ્યાં છે. બાકીના કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ઝૂંપડપટ્ટીઓમાં જ રહે છે. સફાઈ કર્મચારીઓને જે ક્વાટર્સ આપવામાં આવ્યાં છે, તે માત્ર એકલા માણસને જ રહેવા માટેનાં તેનું ક્ષેત્રફળ ૧૦૦થી ૧૮૦ ચોરસ ફૂટ જેટલું છે. આ ક્વાટર્સનું બાંધકામ એટલું નબળું છે કે તેમાં ચોમાસામાં છત્રી લઈને ઘરમાં બેસવું પડે છે. આજે મોટા ભાગના સફાઈ કામદારો આટલી સાંકડી જગ્યામાં પોતાના પરિવાર સાથે રહે છે. કોઈ કર્મચારી પોતાની આખી કારકિર્દી નોકરી કરે અને નિવૃત્ત થાય ત્યારે તેની પાસે આ ક્વાટર્સ ખાલી કરાવવામાં આવે છે. આ ઘર ટકાવી રાખવા માટે સફાઈ કામદારના ભણેલા-ગણેલા સંતાને પણ સફાઈ કામદાર તરીકે નોકરી કરવી પડે છે. આ લાચારીના કારણે જ મુંબઈ મહાનગરપાલિકાને સફાઈ કામદારોની કમી મહેસૂસ થતી નથી. જો આ લાચારી ન હોય તો બહુ ઓછા લોકો આ ગંદી નોકરી કરવા તૈયાર થાય.જો કોઈ કર્મચારીનું ફરજ દરમિયાન મરણ થાય તો પોતાનું ઘર ટકાવી રાખવા તેમના એક પુત્રે પોતાની નોકરી છોડીને પણ સફાઈ કામદાર બનવું પડે છે. મુંબઈમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં ચાલતા ભ્રષ્ટાચારને ડામવા મેદાને પડેલા શ્રી કેવલ સામલાનીએ શહેરના ૨૧,૪૧૪ સફાઈ કામદારોની બદતર હાલતમાં સુધારા માટે પણ જંગ આદર્યો છે. માહિતી મેળવવાના અધિકારનો ઉપયોગ કરીને તેમણે સફાઈ કામદારોની હાલત વિષે વિગતો મેળવી મુંબઈ હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરી છે. આ નગરપાલિકાના મેયરના બંગલાના સમારકામ પાછળ તાજેતરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સરકારી અધિકારીઓની કચેરીઓના ઈન્ટિરિયર ડેકોરેશન પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, પણ સફાઈ | ૭૨ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy