SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો નારી... નારી... સન્નારી નારી તત્ત્વ વિષે પરમજ્ઞાની શ્રી તીર્થકર-ગણધર ભગવંતોએ, મહર્ષિ-પરમહર્ષિઓએ તેમજ વિશ્વકર્યોએ ઘણુંઘણું લખ્યું છે. “અનંતપાપરાશિઓ ભેગી થાય ત્યારે સ્ત્રીપણું મળે એવા કડક શબ્દોમાં નારીતત્ત્વનું ધ્યાન આપ્યું છે. મુખ્યત્વે માયા-કપટ કરવાથી સ્ત્રીવેદમોહનીય કર્મ બાંધે, સ્ત્રીપણું પામેએવો એક સનાતન સિદ્ધાંત જગત સામે મૂક્યો છે. સ્ત્રીઓના પવિની, હસ્તિની, શંખિણી અને ચિત્રિણી, આ ચાર વિભાગ પાડી ઉત્તમ, મધ્યમ, અધમ,અધમાધમ સ્ત્રીઓનું પૃથક્કરણ કરવામાં આવ્યું! સમગ્ર જીવનમાં જે સ્ત્રીઓએ મનથી પણ ક્યારેય પરપુરુષનો વિચાર નથી કર્યો તેમજ જે સ્ત્રીઓ શીલધર્મની અગ્નિ પરીક્ષામાં, કપરી કસોટીમાં અણીશુદ્ધ પાર ઊતરી ગઈ; તે સતી અને મહાસતી સ્ત્રીઓને જગત પૂજ્ય અને જગદ્ગદ્ય તરીકે બિરદાવી. વંચક્તા (ઠગવાપણું)નિર્દયતા,ચંચળતા અને કુશલપણું વગેરે સ્ત્રીના સહજ સ્વાભાવિક અગણિત દોષ-મહાદોષો જોઈ-જાણીને જ્ઞાનીઓ એ વાઘણ, નાગણ, વિષકંદલી વગેરે ૯૩ ઉપમાઓ આપીને એને વખોડી છે. એક ચારિત્રપાત્ર મહાત્મા એક નારીની આંખમાં વસી ગયા. તે પછી કામ અને ક્રોધથી વિફરેલી એ નારીએ મહાત્માને પોતાની લપેટમાં લીધા. ચારિત્રરક્ષાના મહાત્માના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. ચારિત્રના ચૂરેચૂરા થઈ ગયા.આહકીકત એક લેખકે જાણી અને અક્ષરશઃ એ સત્ય ઘટના ઉપર લેખમાળા લખી, એ લેખમાળાનું શિર્ષક આપ્યું. “નારી તિક્ષ્ણ કૃપા !” એક અનુભવ કવિરાજે લખ્યું છે કે- “સ્ત્રીનાં વરિત્રપુરુષસ્થમા, || ૧૬૦ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy