________________
મેં વાંચ્યું તમે પણ વાંચો તેવો ન જ્ઞાનાતિ 9તો મનુષ્યઃ ” આ સુભાષિતથી સ્ત્રીના ચરિત્રની અને પુરુષના ભાગ્યની ગહનતા સ્પષ્ટ કરી છે.
એક રાજાએ જ્યારે સ્ત્રીઓનાં નવ લાખ ચરિત્ર છે એમ સાંભળ્યું, ત્યારે એ રાજા પંડિત પાસે રોજ એક-એક સ્ત્રી ચરિત્ર સાંભળતો ગયો અને એક-એક સ્ત્રીનો ત્યાગ કરતો ગયો.
- વળી એક મહાકવિએ સરસ કહ્યું છે- આ ઘોર ભયંકર સંસાર અટવીમાં જો નારી નામની દુસ્તર નદી ન હોત તો આ સંસારના અનંતાનંત જીવો ક્યારનાય મોક્ષે પહોંચી ગયા હોત!
આપણે અહીં સન્નારીનો વિચાર કરવો છે. સાડાપચ્ચીશ આર્યદેશોમાં આર્ય સન્નારીઓ અગણિત-અસંખ્ય-અનંત થઈ ગઈ ! એમના શીલસદાચાર, વિનય-વિવેક, મર્યાદા વગેરે અગણિત ગુણોની પ્રશંસા જ્ઞાની મહાપુરુષોએ કરી છે. ગુણોની ટોચે પહોંચી એ સ્ત્રીઓએ તીર્થકર નામ ગોત્ર બાંધ્યાં છે. એ સન્નારીઓનાં શીલના પ્રભાવે અગ્નિ પાણી બને છે. સર્પફૂલની માળા બની જાય છે. વિષ અમૃત બને છે અને સિંહ શિયાળ જેવો બની જાય
સન્નારી માટે એક વિદ્વાન મહોદયશ્રીએ કહ્યું છે કે- ''યત્ર નાર્યસ્તુ પૂજ્યન્ત, રમત્તે તત્ર દેવતાઃ ”
આજ કાલના કેટલાક અર્ધદગ્ધ વિદ્વાનો આ મહાનસૂત્રાત્મક પદનું ઓઠું લઈને નારીનું જગતમાં પ્રદર્શન કરવાની, ઘરના ખૂણામાં મર્યાદાબદ્ધ રહી શીલની રક્ષા કરતી, વડિલોની સેવા કરતી, ગૃહભાર સંભાળતી નારીને જગતના ચોગાનમાં લાવવાની વાતો કરે છે.
એક અધ્યાત્મયોગી તત્ત્વચિંતક મહાપુરુષે ઉપરોક્ત પદનું અર્થઘટન કર્યું કે- શીલધર્મથી જગપૂજ્ય બનેલી નારીની કુક્ષિએ જન્મ મેળવવાના મનોરથ દેવો કરે છે. સન્નારીના ગુણવૈભવનું દર્શન કરનાર એક આર્ષદ્રષ્ટાના મુખમાંથી
| ૧૬૦ ||