SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો ભગવાનના ફોટાઓનાઅઢાર અભિષેક ન કરવામાં આવ્યા હોય, એટલા માત્રથી એવા ફોટાઓની પણ આશાતનાઓ કરવાની છૂટ મળી જતી નથી. અંતમાં ભારપૂર્વક કહેવા યોગ્ય એ છે કે મુંબઈ, અમદાવાદ જેવાં મોટાં-મોટાં શહેરોનાં દેરાસરોના વહીવટદારો ઉપર જણાવી એ બધી ભગવાનના ફોટા દ્વારા થતી કે કરાતી ભયાનક આશાતના-ઓને જાણે, સમજે, વિચારે અને આશાતના-પાપના ભયવાળા બનીને પ્રભુ-પ્રતિમાજીના ફોટા પાડવાનો જ નહિ, પણ કેમેરા સાથે દેરાસરમાં દાખલ થવાની મનાઈ ફરમાવતો કડક કાયદો કરે અને એનો અમલ સખ્તાઈથી કરે ને કરાવે એ ખૂબ-ખૂબ જરૂરી છે. -પૂ. મુનિરાજ શ્રી હિત વિજયજી મહારાજ પ્રતિષ્ઠાઓ,અંજનશલાકાઓ અને મહોત્સવમાં ફોટાઓવીડિયોનો જે પ્રચાર વધ્યો છે, તેના ઉપર પણ અંકુશ મુકવા જેવો છે. (સં.) ૦ અનેકાંતવાદનો ઉપયોગ પણ એકાંતે કરવાનો નથી, જ્યારે સત્ય સમજાઈ જાય ત્યારે સત્યના પક્ષે રહેવું એ કદાગ્રહ નથી. • હું સાચો છું એવું માનવામાં કદાગ્રહ નથી પણ બાકી બધા ઝુઠા એવું માનવામાં જરૂર કદાગ્રહ છે. -કલ્યાણ નવેમ્બર-૨૦૧૦, પૃ.-૮ || ૧૪૬ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy